ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

ફ્રાન્સ જતા PM મોદીનું વિમાન પહોંચી ગયું પાકિસ્તાન! લગભગ 46 મિનિટ સુધી એરોસ્પેસમાં રહ્યું

નવી દિલ્હીથી ફ્રાન્સ જતી વખતે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન અનાયાસે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું અને લગભગ 46 મિનિટ સુધી ત્યાં રહ્યું, જેના કારણે ઇસ્લામાબાદમાં ચકચાર મચી ગઈ હતી.
01:36 PM Feb 12, 2025 IST | Hardik Shah
PM Modi aircraft in Pakistan airspace

PM Modi aircraft in Pakistan airspace : નવી દિલ્હીથી ફ્રાન્સ જતી વખતે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન અનાયાસે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું અને લગભગ 46 મિનિટ સુધી ત્યાં રહ્યું, જેના કારણે ઇસ્લામાબાદમાં ચકચાર મચી ગઈ હતી. પાકિસ્તાની મીડિયા ARY ન્યૂઝના અહેવાલ મુજબ, નાગરિક ઉડ્ડયન સૂત્રોએ પણ પુષ્ટિ કરી કે પેરિસની યાત્રા દરમિયાન ભારતીય PM ના વિમાને પાકિસ્તાનના એરોસ્પેસનો ઉપયોગ કર્યો હતો.

PM મોદીના વિમાને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કર્યો

અહેવાલો મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન "INDIA 1" પાકિસ્તાનના શેખપુરા, હાફિઝાબાદ, ચકવાલ અને કોહાટ માર્ગે 46 મિનિટ સુધી પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં રહ્યું. સૂત્રોના જણાવ્યા મુજબ, આ મંજૂરી અફઘાન હવાઈ ક્ષેત્ર બંધ હોવાને કારણે આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલી વાર નથી જ્યારે ભારતીય વડા પ્રધાનના વિમાને પાકિસ્તાની હવાઈ માર્ગનો ઉપયોગ કર્યો હોય; ઓગસ્ટ 2023માં પણ પોલેન્ડથી દિલ્હીની મુસાફરી દરમિયાન આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી.

PM મોદીના વિમાને પાકિસ્તાની હવાઈ માર્ગનો ઉપયોગ કર્યો

નવી દિલ્હીથી ઉડાન ભર્યા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન રાત્રે લગભગ 11 વાગ્યે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું અને 46 મિનિટ સુધી ત્યાં રહ્યું. આ પહેલા, જ્યારે PM મોદી યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળવા કિવ ગયા હતા, ત્યારે પણ તેમનું વિમાન પાકિસ્તાની હવાઈ માર્ગથી પસાર થયું હતું. નોંધનીય છે કે, માર્ચ 2019માં પાકિસ્તાન સરકારે નાગરિક ફ્લાઇટ્સ પરના તમામ પ્રતિબંધો હટાવીને એક મુખ્ય ટ્રાન્ઝિટ એર કોરિડોર ફરીથી ખોલ્યો હતો.

આ પણ વાંચો :  PM મોદી પેરિસ પહોંચ્યા, ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે AI સમિટમાં હાજરી આપશે

Tags :
Afghan airspace closure impactARY News Pakistan Modi flightGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahIndia 1 flight Pakistan routeIndia Pakistan airspace travelModi flight 46 minutes in PakistanModi flight Paris via PakistanModi Pakistan air route controversyNarendra Modi flight Pakistan airspacePakistan air corridor Modi flightPakistan airspace transit ModiPakistan grants airspace access to ModiPakistani media on Modi flightPM Modi aerial route updatePM Modi aircraft in Pakistan airspacePM Modi flight news latest
Next Article