Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ફ્રાન્સ જતા PM મોદીનું વિમાન પહોંચી ગયું પાકિસ્તાન! લગભગ 46 મિનિટ સુધી એરોસ્પેસમાં રહ્યું

નવી દિલ્હીથી ફ્રાન્સ જતી વખતે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન અનાયાસે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું અને લગભગ 46 મિનિટ સુધી ત્યાં રહ્યું, જેના કારણે ઇસ્લામાબાદમાં ચકચાર મચી ગઈ હતી.
ફ્રાન્સ જતા pm મોદીનું વિમાન પહોંચી ગયું પાકિસ્તાન  લગભગ 46 મિનિટ સુધી એરોસ્પેસમાં રહ્યું
Advertisement
  • PM મોદીના વિમાને પાકિસ્તાની હવાઈ માર્ગનો ઉપયોગ કર્યો
  • નરેન્દ્ર મોદીના વિમાનની 46 મિનિટ સુધી પાકિસ્તાનના એરોસ્પેસમાં વિમાન યાત્રા
  • ફ્રાન્સ જતા PM મોદીના વિમાને પાકિસ્તાનનો હવાઈ માર્ગ અપનાવ્યો
  • પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં PM મોદીની ફ્લાઈટ, ઇસ્લામાબાદમાં ચકચાર
  • અફઘાન હવાઈ માર્ગ બંધ, PM મોદીના વિમાને પાકિસ્તાની માર્ગ અપનાવ્યો
  • INDIA 1 વિમાને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાંથી ઉડાન ભરી
  • પોલેન્ડથી દિલ્હીના પ્રવાસમાં પણ પાકિસ્તાની હવાઈ માર્ગનો ઉપયોગ થયો હતો

PM Modi aircraft in Pakistan airspace : નવી દિલ્હીથી ફ્રાન્સ જતી વખતે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન અનાયાસે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું અને લગભગ 46 મિનિટ સુધી ત્યાં રહ્યું, જેના કારણે ઇસ્લામાબાદમાં ચકચાર મચી ગઈ હતી. પાકિસ્તાની મીડિયા ARY ન્યૂઝના અહેવાલ મુજબ, નાગરિક ઉડ્ડયન સૂત્રોએ પણ પુષ્ટિ કરી કે પેરિસની યાત્રા દરમિયાન ભારતીય PM ના વિમાને પાકિસ્તાનના એરોસ્પેસનો ઉપયોગ કર્યો હતો.

PM મોદીના વિમાને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કર્યો

અહેવાલો મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન "INDIA 1" પાકિસ્તાનના શેખપુરા, હાફિઝાબાદ, ચકવાલ અને કોહાટ માર્ગે 46 મિનિટ સુધી પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં રહ્યું. સૂત્રોના જણાવ્યા મુજબ, આ મંજૂરી અફઘાન હવાઈ ક્ષેત્ર બંધ હોવાને કારણે આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલી વાર નથી જ્યારે ભારતીય વડા પ્રધાનના વિમાને પાકિસ્તાની હવાઈ માર્ગનો ઉપયોગ કર્યો હોય; ઓગસ્ટ 2023માં પણ પોલેન્ડથી દિલ્હીની મુસાફરી દરમિયાન આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી.

Advertisement

PM મોદીના વિમાને પાકિસ્તાની હવાઈ માર્ગનો ઉપયોગ કર્યો

નવી દિલ્હીથી ઉડાન ભર્યા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન રાત્રે લગભગ 11 વાગ્યે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું અને 46 મિનિટ સુધી ત્યાં રહ્યું. આ પહેલા, જ્યારે PM મોદી યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળવા કિવ ગયા હતા, ત્યારે પણ તેમનું વિમાન પાકિસ્તાની હવાઈ માર્ગથી પસાર થયું હતું. નોંધનીય છે કે, માર્ચ 2019માં પાકિસ્તાન સરકારે નાગરિક ફ્લાઇટ્સ પરના તમામ પ્રતિબંધો હટાવીને એક મુખ્ય ટ્રાન્ઝિટ એર કોરિડોર ફરીથી ખોલ્યો હતો.

Advertisement

આ પણ વાંચો :  PM મોદી પેરિસ પહોંચ્યા, ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે AI સમિટમાં હાજરી આપશે

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

PM Modi interview: મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને PM મોદીએ કેમ કર્યા યાદ?

featured-img
Top News

gandhinagar : ઠાકોર સમાજ દ્વારા સ્નેહ મિલન સંમેલનનું આયોજન, વિવિધ કલાકારો અને સમર્થકો રહ્યા હાજર

featured-img
રાષ્ટ્રીય

PM Modi interview: ભારત-પાક ક્રિકેટ પર PM નરેન્દ્ર મોદીનો ફની જવાબ!

featured-img
રાષ્ટ્રીય

PM Modi Podcast: RSSનો જીવન પર શું પ્રભાવ પડ્યો?

featured-img
સ્પોર્ટ્સ

Virat Kohli બોર્ડના નિયમથી નથી ખુશ? નામ લીધા વિના કરી મોટી વાત

featured-img
રાષ્ટ્રીય

Bihar : 1 લીટર દૂધના કારણે 2 લોકોએ ગુમાવ્યા જીવ, બદલાની આ કહાની વાંચી તમે પણ ચોંકી જશો

×

Live Tv

Trending News

.

×