બ્રાઝિલના ગ્રામાડો શહેરમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત, 10 લોકોના મોત; 12 ઈજાગ્રસ્ત
- બ્રાઝિલના ગ્રામાડો શહેરમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત
- એક જ પરિવારના 10 લોકોના દુર્ઘટનામાં મોત થયા
- મકાનની ચીમની સાથે અથડાઈને સળગ્યું વિમાન
- વિમાન દુર્ઘટનામાં 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા
- રિયો ગ્રાંડે ડો સુલથી સાઓ પાઉલો જતું હતું વિમાન
Plane Crashes In Brazil : દક્ષિણ બ્રાઝિલના ગ્રામાડો શહેર ખાતે રવિવારે એક નાનું વિમાન દુકાનોમાં અથડાવાથી ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાનમાં સવાર તમામ 10 મુસાફરોના મોત થઇ ગયા છે. બ્રાઝિલના ગવર્નર એડ્યુઆર્ડો લિટેએ સોશિયલ મીડિયા પર ઘટનાની માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, “હું આ દુર્ઘટનાની ગંભીરતાને નજીકથી નિહાળી રહ્યો છું. રાજ્ય સુરક્ષા દળો સાથે મળીને તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.”
દુર્ઘટનાના કારણે આસપાસના વિસ્તારોમાં આગ લાગી
પ્રાપ્ત માહિતી મુજબ, વિમાન પહેલા એક બિલ્ડિંગની ચીમની સાથે અથડાયું, ત્યારબાદ ઘરના બીજા માળે ટકરાયું અને અંતે ફર્નિચરની દુકાન સાથે અથડાયું. આ દુર્ઘટનાના કારણે આસપાસના વિસ્તારોમાં આગ લાગી હતી અને કાટમાળ નજીકના ગેસ્ટહાઉસ સુધી ફેલાયો હતો. દુર્ઘટનાની તીવ્રતાને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ ક્ષેત્રને તાત્કાલિક અલગ રાખીને ઘાયલોને સારવાર આપવાની વ્યવસ્થા કરી છે. લિટેએ જણાવ્યું હતું કે, “પ્રારંભિક માહિતી મુજબ, વિમાનમાં સવાર તમામ મુસાફરોના બચવાની શક્યતા નકારવામાં આવી રહી છે.”
Brazil ના ગ્રામાડો શહેરમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત | GujaratFirst
એક જ પરિવારના 10 લોકોના દુર્ઘટનામાં મોત થયા
મકાનની ચીમની સાથે અથડાઈને સળગ્યું વિમાન
વિમાન દુર્ઘટનામાં 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા
રિયો ગ્રાંડે ડો સુલથી સાઓ પાઉલો જતું હતું વિમાન#BrazilPlaneCrash #GramadoTragedy… pic.twitter.com/7d8DyYo8fO— Gujarat First (@GujaratFirst) December 23, 2024
ગ્રામાડો: પર્યટન સ્થળ પર બીજી મોટું આફત
ગ્રામાડો, જે રિયો ગ્રાન્ડે દો સુલ રાજ્યમાં આવેલું છે, જે દક્ષિણ બ્રાઝિલનું ખૂબ જ લોકપ્રિય પર્યટન સ્થળ છે. આ વર્ષના શરૂમાં અહીં પૂરના કારણે પણ વ્યાપક નુકસાન થયું હતું, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નોંધપાત્ર નુકસાન થતાં શહેર પર આ બીજી મોટી આફત છે. આ વિમાન દુર્ઘટના ક્રિસમસ પૂર્વે થવાથી સ્થાનિક લોકો અને પર્યટકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
બ્રાઝિલમાં બસ અકસ્માત: મૃત્યુઆંક 41 પર પહોંચ્યો
વિમાન દુર્ઘટનાની સાથે, દક્ષિણ-પૂર્વ બ્રાઝિલના મિનાસ ગેરાઈસ રાજ્યમાં શનિવારે થયેલા ભયાનક બસ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 41 પર પહોંચ્યો છે. રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ આ દુર્ઘટનાને “ભયાનક માર્ગ અકસ્માત” ગણાવ્યું હતું. ટીઓફિલો ઓટની શહેરની નજીક થયેલી આ દુર્ઘટનાને 2007 પછીનો દેશનો સૌથી મોટો માર્ગ અકસ્માત માનવામાં આવે છે. અધિકારીઓએ રવિવારે માહિતી આપતાં જણાવ્યું કે 41 મૃતદેહોને દુર્ઘટના સ્થળેથી બહાર કાઢવામાં આવ્યા છે.
આ પણ વાંચો: વોશિંગ્ટનમાં ટ્રેનિંગ ફ્લાઈટ દરમિયાન US આર્મી પ્લેન ક્રેશ, 2 પાયલોટ ગુમ