Pahalgam Terror Attack : શિયા વિયા થયેલું પાકિસ્તાન શી જિન પિંગના શરણે
- India થી ગભરાયેલુ Pakistan ચીનના ખોળે બેઠું
- પાકિસ્તાનના વિદેશ મંત્રી China રાજદૂતને મળ્યાં
- ઈસ્લામાબાદમાં જિયાંગ ઝેડાંગ (Jiang Zedong) સાથે મુલાકાત કરી
- તણાવ અંગે પાકિસ્તાને China ને આપી જાણકારી
Pahalgam Terror Attack : 22મી એપ્રિલે પાકિસ્તાને જે અમાનવીય અને નિંદનીય હુમલો કર્યો તેનાથી સમગ્ર વિશ્વમાં ચોમેરથી તેના પર ટીકાનો વરસાદ થઈ રહ્યો છે. ડરેલું, ગભરાયેલું પાકિસ્તાન હવે ચીનના ચરણમાં શરણ શોધી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ ઈસ્લામાબાદ (Islamabad) માં ચીની રાજદૂત સાથે તાબડતોબની બેઠક કરી છે. આ બેઠકમાં પાકિસ્તાને સમગ્ર વિશ્વમાં ફેલાયેલા પાકિસ્તાન વિરોધી તણાવ અંગે ચીનને જાણકારી આપી છે.
Islamabad માં તાકીદની બેઠક
સમગ્ર વિશ્વ તરફથી ફટકાર મળતા પાકિસ્તાન ગભરાઈ ગયું છે. Pakistan તેના કથિત આકા China ના ખોળામાં બેઠું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ ઈસ્લામાબાદમાં ચીનના રાજદૂત સાથે તાકીદની બેઠક કરી છે. પાકિસ્તાન વિદેશ મંત્રીએ ચીનના રાજદૂત જિયાંગ ઝેડાંગ સાથે મુલાકાત કરીને સમગ્ર વિશ્વમાં પાકિસ્તાન વિરોધી પેદા થયેલા તણાવ અંગે જાણકારી આપી છે.
આ પણ વાંચોઃ 'Mission Ready, કોઇ પણ સમયે, કોઇ પણ જગ્યાએ', ભારતીય નૌસેનાએ આપ્યા મોટા સંકેત
Pakistan PM ની પણ નીકળી ગઈ હેકડી
Pahalgam Terror Attack બાદ પાકિસ્તાન પીએમે અક્કડ વલણ જાળવી રાખ્યું હતું. જો કે વિશ્વભરના વિવિધ દેશોમાં પાકિસ્તાની એમ્બેસી બહાર વિરોધ પ્રદર્શન થતા હવે પાકિસ્તાન પીએમની અકડ કુણી પડી ગઈ છે. લંડન અને નેપાળમાં તો પાકિસ્તાન એમ્બેસીની બહાર મોટી સંખ્યામાં વિરોધીઓએ પાકિસ્તાન હાય હાયના નારા લગાવ્યા અને બેનર પ્રદર્શન કરીને પાકિસ્તાનની આકરી ટીકા કરી હતી. આ ઘટનાઓ બાદ પાકિસ્તાની પીએમની હેકડી નીકળી ગઈ છે. તેમણે પુલવામા હુમલાની તપાસ માટે તૈયારી દર્શાવી છે. આ હુમલાની મોટાપાયે જવાબદારી લેનાર TRF પણ હવે પલટાયું છે. TRFએ કહ્યું કે, અમે ISIના ઈશારે હુમલો કર્યો નથી. સોશિયલ મીડિયાનું અમારુ એકાઉન્ટ હેક થયું હતું.
આ પણ વાંચોઃ Pahalgam Terror Attack : પહેલગામથી Gujarat First નો Exclusive રિપોર્ટ, જોઇને ચોંકી જશો