Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pahalgam Terror Attack : આતંકવાદ વિરુદ્ધ લડતમાં PM Narendra Modi ને દરેક દેશનું મળ્યું સમર્થન

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ વિશ્વભરના નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Modi) ને આતંકવાદ વિરુદ્ધ લડતમાં સમર્થન જાહેર કર્યુ છે. Pahalgam Terror Attack પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. વાંચો વિગતવાર
pahalgam terror attack   આતંકવાદ વિરુદ્ધ લડતમાં pm narendra modi ને દરેક દેશનું મળ્યું સમર્થન
Advertisement
  • Donald Trump એ આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સંપૂર્ણ સમર્થન આપ્યું
  • ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન Anthony Albanese એ પણ ફોન કરીને નિર્દોષ લોકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યુ
  • ઈઝરાયલના વડાપ્રધાન Benjamin Netanyahu એ આતંકવાદ વિરુદ્ધ નિર્ણાયક કાર્યવાહીને ટેકો આપ્યો છે
  • મોરિશિયસના પ્રધાનમંત્રી Navin Ramgulam એ આ કાયરતાપૂર્ણ હુમલાની નિંદા કરી

Pahalgam Terror Attack : સમગ્ર વિશ્વ આજે ભારત સાથે છે. વડાપ્રધાન મોદી (Prime Minister Modi) ને વિશ્વ મહાસત્તાથી લઈને નાના દેશોનું સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે. મોટાભાગના દેશોએ આતંકવાદ વિરુદ્ધ લડતમાં ભારતનો સાથ આપવાનું વચન આપ્યું છે. વૈશ્વિક નેતાઓ આતંકવાદ સામે એક થયા છે અને સરાજાહેર આ હુમલાની નિંદા કરી રહ્યા છે. જેમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઈઝરાયેલ, બ્રિટન, જોર્ડન, જાપાન, ફ્રાન્સ, ઈટાલી, મોરેશિયસ, નેપાળ, ઈજિપ્ત, નેધરલેન્ડ, યુએઈ વગેરેનો સમાવેશ થાય છે.

અમેરિકા

વિશ્વ મહાસત્તા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને ઉપ રાષ્ટ્રપતિ જેડી વાન્સ (JD Vance) બંનેએ Prime Minister Modi ને ફોન કર્યો અને આતંકવાદી હુમલાની કડક નિંદા કરી. ટ્રમ્પે આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સંપૂર્ણ સમર્થન આપ્યું. વેન્સે પણ ઊંડી સંવેદના વ્યક્ત કરી અને શક્ય તમામ મદદની ખાતરી આપી. વાન્સે કહ્યું કે, આ મુશ્કેલ સમયમાં United States ભારતની સાથે છે. આતંકવાદ સામેની સંયુક્ત લડાઈમાં યુનાઈટેડ સ્ટેટ્સ શક્ય તમામ સહાય પૂરી પાડવા તૈયાર છે. પ્રધાનમંત્રી મોદીએ ઉપરાષ્ટ્રપતિ વાન્સ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પનો તેમના સમર્થન અને એકતાના સંદેશાઓ બદલ આભાર માન્યો.

Advertisement

ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની આલ્બેનીઝ (Anthony Albanese) એ પણ ફોન કરીને નિર્દોષ લોકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે આતંકવાદ સામે ભારતને સંપૂર્ણ સમર્થન આપવાની વાત કરી છે.

Advertisement

ઈઝરાયલ

ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu) એ ભારત સાથે એકતા વ્યક્ત કરી છે અને આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહીને ટેકો આપ્યો છે. નેતન્યાહૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને આતંકવાદી હુમલાની કડક નિંદા કરી. તેમણે પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

જોર્ડન

જોર્ડનના King Abdullah (II) એ પીએમ મોદીને ફોન કરીને હુમલાની નિંદા કરી. તેમણે કહ્યું કે, આતંકવાદને કોઈપણ રીતે વાજબી ઠેરવી શકાય નહીં અને તેની દરેક સ્વરૂપમાં નિંદા થવી જોઈએ. પ્રધાનમંત્રી મોદીએ રાજા અબ્દુલ્લા (II)નો તેમના એકતાના સંદેશ બદલ આભાર માન્યો અને હુમલા પાછળના ગુનેગારો અને વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી માટે ભારતના લોકોની લાગણી વ્યકત કરી હતી.

જાપાન

જાપાનના વડાપ્રધાન શિગેરુ ઈશિબા (Shigeru Ishiba) એ કહ્યું કે. લોકશાહી દેશોએ આતંકવાદ સામે એક સાથે ઊભા રહેવું જોઈએ. શિગેરુ ઈશિબાએ આતંકવાદી હુમલામાં લોકોના મોત પર ઘેરો શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે. આતંકવાદને વાજબી ઠેરવી શકાય નહીં. બંને નેતાઓએ ભાર મૂક્યો કે આતંકવાદ માનવતા માટે ગંભીર ખતરો છે. લોકશાહીમાં માનનારાઓએ આતંકવાદ સામેની લડાઈમાં એક થવું જોઈએ.

ફ્રાન્સ

રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન (Emmanuel Macron) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કર્યો અને આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોની ક્રૂર હત્યા પર ઊંડી સંવેદના વ્યક્ત કરી. તેમણે આ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી અને ભારતના લોકો સાથે સંપૂર્ણ સમર્થન અને એકતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આવી બર્બરતા સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. મેક્રોને આતંકવાદના આ અમાનવીય કૃત્યને સંપૂર્ણપણે અસ્વીકાર્ય ગણાવ્યું અને ભારતને શક્ય તમામ સહાયની ખાતરી આપી. પ્રધાનમંત્રીએ સમર્થનના સંદેશ બદલ આભાર માન્યો અને ગુનેગારોને ન્યાય અપાવવા માટે ભારતના દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો.

ઈટાલી

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની (Giorgia Meloni) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને આતંકવાદી હુમલાની કડક નિંદા કરી. તેમણે પીડિતો પ્રત્યે સંવેદના અને પ્રાર્થના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. તેમણે આતંકવાદ સામેની લડાઈમાં ઈટાલીનો સંપૂર્ણ ટેકો વ્યક્ત કર્યો.

ઈજિપ્ત

રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી (Abdel Fattah al-Sisi) એ ફોન કરીને ભારતની સાથે ઊભા રહેવાનું વચન આપ્યું. રાષ્ટ્રપતિ અલ-સિસીએ કહ્યું કે, આતંકવાદ સામેની લડાઈમાં ઈજિપ્ત ભારત સાથે ખભે ખભા મિલાવીને ઊભું છે. પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ અલ-સિસીને સરહદ પારના આતંકવાદી હુમલા વિશે માહિતી આપી અને તેમના સમર્થન અને એકતા બદલ આભાર માન્યો.

બ્રિટન

બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરે (Prime Minister Keir Starmer) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો અને આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી. તેમણે આ બર્બર આતંકવાદી હુમલાની કડક નિંદા કરી અને કહ્યું કે બ્રિટન આ દુ:ખદ ઘડીમાં ભારતના લોકોની સાથે ઊભું છે.

શ્રીલંકા

શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયક (Anura Kumara Dissanayake) એ પણ આ હુમલાની કડક નિંદા કરી હતી અને આતંકવાદ સામે ભારત સાથે મળીને લડવાના તેમના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો. દિસાનાયકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી અને હુમલામાં નિર્દોષ લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો.

સંયુક્ત આરબ અમીરાત (UAE)

રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહ્યાન ( Mohammed bin Zayed Al Nahyan) ને પીએમ મોદીને ફોન કર્યો અને આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે આ હુમલાની સખત નિંદા કરી અને ભારત સાથે સંપૂર્ણ એકતા અને સમર્થન વ્યક્ત કર્યુ.

આ પણ વાંચોઃ Pahalgam Terror Attack : ‘યુદ્ધ માટે તૈયાર રહે ભારત’; વધુ એક પાકિસ્તાની મંત્રીએ આપી પરમાણુ હુમલાની ધમકી

ઈરાન

રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન (Massoud Pezizkian) એ આ હુમલાની નિંદા કરી અને ભારતના લોકો પ્રત્યે તેમના દુઃખમાં સહાનુભૂતિ વ્યક્ત કરી. પીએમ મોદીએ બંદર અબ્બાસ બંદર પર થયેલા વિસ્ફોટ પર પણ શોક વ્યક્ત કર્યો. બંને નેતાઓ સંમત થયા કે આવા આતંકવાદી હુમલાઓને વાજબી ઠેરવી શકાય નહીં. માનવતામાં વિશ્વાસ રાખનારા બધા લોકોએ આતંકવાદ સામેની લડાઈમાં એક થવું જોઈએ.

મોરિશિયસ

મોરિશિયસના પ્રધાનમંત્રી નવીન રામગુલામ (Navin Ramgulam) એ આ કાયરતાપૂર્ણ હુમલાની નિંદા કરી અને ભારતની સાથે ઊભા રહેવાનો સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં બંને દેશો એક થયા છે.

નેપાલ

નેપાલના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી (KP Sharma Oli) એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કરીને આતંકવાદી હુમલાની કડક નિંદા કરી. તેમણે જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદી હુમલામાં એક યુવાન નેપાળી નાગરિકના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને ભાર મૂક્યો કે ભારત આ ક્રૂર આતંકવાદી હુમલાના ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવા માટે પ્રતિબદ્ધ છે. આતંકવાદ સામેની લડાઈમાં ભારત અને નેપાળ સાથે ઉભા છે.

નેધરલેન્ડ

વડાપ્રધાન ડિક સ્કોફ (Dick Schöff) એ આતંકવાદના તમામ સ્વરૂપોની નિંદા કરી અને ભારતને સહયોગની ખાતરી આપી.

આ પણ વાંચોઃ  Pahalgam Attack બાદ જળ અને જમીન પર ઘેરાયુ પાકિસ્તાન, એક ઝાટકે ઠેકાણે પડી જશે

(Gujarat First ની ટીમ MIB ની ગાઈડલાઈન્સનું પાલન કરી રહી છે. દેશ અને સેનાની સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખી રિપોર્ટિંગ કરાઈ રહ્યુ છે. અમે કોઈપણ લોકેશન અને સમયની અવધિ પણ અમારો રિપોર્ટમાં દર્શાવાતા નથી)

Tags :
Advertisement

Trending News

.

×