Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રશિયાથી ગોવા આવી રહેલી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

વિમાની યાત્રાને હંમેશાથી સુરક્ષિત ગણવામાં આવે છે. પરંતુ છેલ્લા બે-ત્રણ દસકોથી વિમાનને હાઈજેટથી લઇને તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતી હોવાનું આપણે ઘણીવાર સાંભળ્યું છે. આવું જ એકવાર ફરી થયું છે. જણાવી દઇએ કે, રશિયાથી ગોવા આવી રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. મળી રહેલા સમાચાર મુજબ બોમ્બ હોવાની જાણકારી મળતા ફ્લાઈટને ઉઝબેકિસ્તાન તરફ વાળવામાં આવ્યું છે. 12 દિવસમાં આ બીજà«
રશિયાથી ગોવા આવી રહેલી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
વિમાની યાત્રાને હંમેશાથી સુરક્ષિત ગણવામાં આવે છે. પરંતુ છેલ્લા બે-ત્રણ દસકોથી વિમાનને હાઈજેટથી લઇને તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતી હોવાનું આપણે ઘણીવાર સાંભળ્યું છે. આવું જ એકવાર ફરી થયું છે. જણાવી દઇએ કે, રશિયાથી ગોવા આવી રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. મળી રહેલા સમાચાર મુજબ બોમ્બ હોવાની જાણકારી મળતા ફ્લાઈટને ઉઝબેકિસ્તાન તરફ વાળવામાં આવ્યું છે. 
12 દિવસમાં આ બીજી વખતની છે ઘટના
રશિયાથી ગોવા આવી રહેલી અઝુર એરની ચાર્ટર્ડ ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળી છે. ધમકીઓ મળ્યા બાદ આ ફ્લાઈટને ઉઝબેકિસ્તાન ડાયવર્ટ કરવામાં આવી છે. આ પ્લેનમાં 238 મુસાફરો અને સાત ક્રૂ મેમ્બર છે. મુસાફરોમાં બે નવજાત શિશુ હોવાની પણ માહિતી મળી છે. જણાવી દઈએ કે 12 દિવસમાં આ બીજી વખત છે જ્યારે રશિયાથી ભારત આવી રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણ થઈ છે. અગાઉ 9 જાન્યુઆરીની મોડી રાત્રે મોસ્કોથી ગોવા જઈ રહેલી અઝુર એરલાઈન્સની ફ્લાઈટનું ગુજરાતના જામનગરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
Advertisement

ફ્લાઈટ સવારે 4.15 વાગ્યે દક્ષિણ ગોવાના ડાબોલિમ એરપોર્ટ પર લેન્ડ થવાની હતી
વિમાનમાં બોમ્બ હોવાના સમાચાર ગોવાના એર ટ્રાફિક કંટ્રોલને ઈ-મેલ દ્વારા મળ્યા હતા. આ પછી ગોવા ટ્રાફિક કંટ્રોલે પ્લેનના પાયલટનો સંપર્ક કર્યો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફ્લાઇટ સવારે 4.15 વાગ્યે દક્ષિણ ગોવાના ડાબોલિમ એરપોર્ટ પર લેન્ડ થવાની હતી. તેમણે કહ્યું કે અઝુર એર ફ્લાઇટ (AZV 2463)ને ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતા પહેલા જ ઉઝબેકિસ્તાન તરફ વાળવામાં આવી હતી.
અગાઉ પણ મળી હતી પ્લેનમાં બોમ્બ હોવાની ધમકી
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મોસ્કો-ગોવા ચાર્ટર્ડ ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચાર મળ્યા હતા. જે બાદ વિમાનને ગુજરાતના જામનગરમાં ઈમરજન્સીમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. તે સમયે પણ ગોવા ATCને ઈ-મેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી. વિમાનને ઈમરજન્સી માટે ગુજરાતના જામનગર તરફ વાળવામાં આવ્યું હતું. જો કે તપાસમાં બોમ્બ હોવાની વાત અફવા હોવાનું સામે આવ્યું હતું. જણાવી દઈએ કે, પ્લેનમાં 244 મુસાફરો હતા. 12 કલાકથી વધુ સમય ચકાસણી કર્યા બાદ તેને ગ્રીન સિગ્નલ આપાયું હતું. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.