Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચીને બેલિસ્ટીક મિસાઇલનો મારો ચલાવ્યો હોવાનો તાઇવાનનો દાવો

તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે ચીને ગુરુવારે તાઈવાન નજીકના સમુદ્રમાં સંખ્યાબંધ  બેલેસ્ટિક મિસાઈલો છોડી છે.  ચીન તાઈવાનને સમુદ્રમાં ઘેરીને પોતાની સૈન્ય કવાયત કરી રહ્યું છે. તાઇવાને તેને 'પ્રાદેશિક શાંતિને જોખમમાં મૂકતું વિવેકપૂર્ણ પગલું' તરીકે વર્ણવ્યું છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)એ પણ મિસાઈલ છોડવામાં આવી હોવાની પુષ્ટિ કરી છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટે
ચીને બેલિસ્ટીક મિસાઇલનો મારો ચલાવ્યો હોવાનો તાઇવાનનો દાવો
તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે ચીને ગુરુવારે તાઈવાન નજીકના સમુદ્રમાં સંખ્યાબંધ  બેલેસ્ટિક મિસાઈલો છોડી છે.  ચીન તાઈવાનને સમુદ્રમાં ઘેરીને પોતાની સૈન્ય કવાયત કરી રહ્યું છે. તાઇવાને તેને "પ્રાદેશિક શાંતિને જોખમમાં મૂકતું વિવેકપૂર્ણ પગલું" તરીકે વર્ણવ્યું છે. 
ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)એ પણ મિસાઈલ છોડવામાં આવી હોવાની પુષ્ટિ કરી છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાનની મુલાકાતથી ગુસ્સે ભરાયેલા ચીને તાઈવાનને ધમકી આપવા માટે મંગળવારથી રવિવાર સુધી લાઈવ ફાયર લશ્કરી કવાયતની જાહેરાત કરી હતી.
પિંગટન ટાપુ પર ઇન્ટરનેશનલ ન્યૂઝ એજન્સીના પત્રકારે જણાવ્યું કે તેણે આકાશમાં ઘણી નાની મિસાઈલો ઉડતી જોઈ હતી. મિસાઇલોએ સફેદ ધુમાડો છોડ્યો અને જોરદાર ધડાકો થયો. પત્રકારે જણાવ્યું હતું કે તે મિસાઇલોની ઓળખ કરી શક્યા નથી, પરંતુ તેમને નજીકના લશ્કરી થાણાઓ પરથી છોડવામાં આવ્યા હતા.
તાઇવાનની સેનાએ પણ પુષ્ટિ કરી નથી કે મિસાઇલો ક્યાં પડી હતી અથવા તે ટાપુ ઉપરથી પસાર થઇ હતી કે કેમ.
ચીન તાઈવાનની આસપાસના ઘણા વિસ્તારોમાં સૈન્ય કવાયત કરી રહ્યું છે. કેટલાક વિસ્તારો તાઇવાનના દરિયાકાંઠે માત્ર 20 કિલોમીટર દૂર છે. આ સૈન્ય કવાયત રવિવાર સુધી ચાલુ રહેશે. 
Advertisement

Tags :
Advertisement

.