Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકના નવા આર્મી ચીફ આસીમ મુનીરે બતાવ્યા તેવર, કહ્યું હુમલો થશે તો ભારત સામે લડવા માટે છીએ તૈયાર

પાકિસ્તાનના નવ નિયુક્ત આર્મી ચીફ આસીમ મુનીર પણ પૂર્વ જનરલ બાજવાના પગલે ચાલીને  ભારત સામે ઝેરી ઓકી રહ્યા છે.. શનિવારે પોતાની પ્રથમ એલઓસીની મુલાકાત દરમ્યાન જનરલ અસીમ મુનીરે બડાઈ મારતા કહ્યું હતું કે જો તેમના પર હુમલો કરવામાં આવે તો તેઓ ભારત સાથે યુદ્ધ માટે તૈયાર છે. મુનીરે કહ્યું કે તાજેતરમાં જ ગિલગિટ બાલ્ટિસ્તાન અને જમ્મુ-કાશ્મીર પર ભારતીય નેતૃત્વ તરફથી બેજવાબદાર નિવેદનો આવ્યàª
પાકના નવા આર્મી ચીફ આસીમ મુનીરે બતાવ્યા તેવર  કહ્યું હુમલો થશે તો ભારત સામે લડવા માટે છીએ તૈયાર
પાકિસ્તાનના નવ નિયુક્ત આર્મી ચીફ આસીમ મુનીર પણ પૂર્વ જનરલ બાજવાના પગલે ચાલીને  ભારત સામે ઝેરી ઓકી રહ્યા છે.. શનિવારે પોતાની પ્રથમ એલઓસીની મુલાકાત દરમ્યાન જનરલ અસીમ મુનીરે બડાઈ મારતા કહ્યું હતું કે જો તેમના પર હુમલો કરવામાં આવે તો તેઓ ભારત સાથે યુદ્ધ માટે તૈયાર છે. મુનીરે કહ્યું કે તાજેતરમાં જ ગિલગિટ બાલ્ટિસ્તાન અને જમ્મુ-કાશ્મીર પર ભારતીય નેતૃત્વ તરફથી બેજવાબદાર નિવેદનો આવ્યા છે.

મુુનીરે શું બણગાં ફૂંક્યા ?
જનરલ મુનીરે ધમકી આપી હતી કે પાકિસ્તાનની સશસ્ત્ર દળો તેમની જમીનના એક-એક ઈંચની રક્ષા કરશે. જો અમારા પર યુદ્ધ લાદવામાં આવે તો અમે લડવા તૈયાર છીએ. મુનીરે એલઓસી પર પાકિસ્તાની સેનાની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જનરલ મુનીરે 24 નવેમ્બરે જનરલ કમર જાવેદ બાજવાનું સ્થાન લીધું છે, જેઓ ત્રણ વર્ષની સેવા બાદ નિવૃત્ત થયા હતા

LOCની વર્તમાન સ્થિતિ વિશે પૂછપરછ કરી 
બાજવા ત્રણ વર્ષ સેના પ્રમુખ તરીકે સેવા આપ્યા બાદ નિવૃત્ત થયા હતા.સરહદી વિસ્તારોની મુલાકાત દરમિયાન, આર્મી ચીફ જનરલ મુનીરે સેના પાસેથી એલઓસીની વર્તમાન સ્થિતિ વિશે પૂછપરછ કરી. તેમણે અધિકારીઓ અને સૈનિકો સાથે વાતચીત કરી અને તેમના ઉચ્ચ મનોબળની પ્રશંસા કરી. તેમણે સેનાને સતર્ક રહેવાની સૂચના પણ આપી .. 
તેમણે જમ્મુ-કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાન અંગે ભારતીય અધિકારીઓના તાજેતરના કેટલાક નિવેદનો વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે જો ભારત કોઈપણ પ્રકારની ભૂલ કરે છે તો પાકિસ્તાન જડબાતોડ જવાબ આપવા તૈયાર છે. તેમણે કહ્યું કે ભારતને તેના ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.