Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આંતકવાદીઓને જન્મ આપનાર પાકિસ્તાનને હવે રોટી માટા પડ્યા ફાફા

આજે વિશ્વના તમામ દેશ વિકાસની વાત કરી રહ્યા છે, ત્યારે દુનિયાનો એકમાત્ર દેશ પાકિસ્તાન કે જે હંમેશાથી આંતકવાદની જ ભાષાનું ઉચ્ચારણ કરતું આવ્યું છે. આંતકવાદને જન્મ આપનાર પાકિસ્તાનમાં આજે કંગાળ થઇ રહ્યું છે. જીહા, આજે ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં રોટી માટે સરકારને ફાફા મારવા પડી રહ્યા છે. પાકિસ્તાન સતત ગરીબી તરફ આગળ વધી રહ્યો છે. જે દરે એક પછી એક વસ્તુઓની અછત અહીં જોવા મળી રહી છે અને
આંતકવાદીઓને જન્મ આપનાર પાકિસ્તાનને હવે રોટી માટા પડ્યા ફાફા
આજે વિશ્વના તમામ દેશ વિકાસની વાત કરી રહ્યા છે, ત્યારે દુનિયાનો એકમાત્ર દેશ પાકિસ્તાન કે જે હંમેશાથી આંતકવાદની જ ભાષાનું ઉચ્ચારણ કરતું આવ્યું છે. આંતકવાદને જન્મ આપનાર પાકિસ્તાનમાં આજે કંગાળ થઇ રહ્યું છે. જીહા, આજે ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં રોટી માટે સરકારને ફાફા મારવા પડી રહ્યા છે. પાકિસ્તાન સતત ગરીબી તરફ આગળ વધી રહ્યો છે. જે દરે એક પછી એક વસ્તુઓની અછત અહીં જોવા મળી રહી છે અને મોંઘવારી વધી રહી છે તે જોતા એમ કહી શકાય કે જો પાકિસ્તાન સરકાર નક્કર પગલાં નહીં ભરે તો ટૂંક સમયમાં અહીં પણ શ્રીલંકા જેવી સ્થિતિ જોવા મળી શકે છે. 
પાકિસ્તાનના માર્કેટમાં લોટની અછત
નવું વર્ષ 2023 શરૂ થઈ ગયું છે ત્યારે આ નવા વર્ષમાં ભારતના પડોશી દેશ પાકિસ્તાનની શ્રીલંકા જેવી સ્થિતિ થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. જ્યાં મોંઘવારીનો સપ રોજ સામાન્ય નાગરિકોને ડંખ મારી રહ્યો છે. મોંઘવારી દિવસેને દિવસે આસમાનને આંબી રહી છે. અહીં લોકોને પાયાની સુવિધાઓ પણ નથી મળી રહી. વળી વિદેશી હૂંડિયામણનું ભંડાર પણ અહીં ઘટી રહ્યું છે. પાકિસ્તાનને એક પછી એક અનેક આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. દેશમાં વીજ કટોકટીની સમસ્યા હજુ પૂરી નથી થઈ કે હવે વેપાર ખાધ પણ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગઈ છે. મહત્વનું છે કે, પાકિસ્તાનમાં હવે લોટની અછત વર્તાઇ રહી છે. લોકો માર્કેટમાં લોટ લેવા જાય છે પરંતુ તેમને તે નથી મળી રહ્યો. સ્થિતિ એવી ઉભી થિ છે કે એક પેકેટ લોટ માટે લોકોને મોટી રકમ આફવી પડી રહી છે. મળી રહેલી માહિતી અનુસાર, આ એક પેકેટ માટે તેમને 2 હજારથી વધુ રૂપિયા ચુકવવાની ફરજ પડી રહી છે. છેલ્લા બે અઠવાડિયામાં લોટની કિંમતમાં પ્રતિ પેકેટ 300 રૂપિયાનો વધારો નોંધાયો છે.
નોનવેજના ભાવ પહોંચ્યા આસમાને
પાકિસ્તાનમાં ચિકન અને માંસના આસમાનને આંબી જતા ભાવે તેને સામાન્ય માણસની પહોંચની બહાર કરી દીધો છે. એક રિપોર્ટ અનુસાર આ સમયે પાકિસ્તાનમાં ચિકનની કિંમત 650 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. જો સ્થિતિમાં સુધારો નહીં થાય તો આગામી દિવસોમાં તેની કિંમત 800 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. વળી, અહીં એલપીજી ગેસના ભાવમાં પણ ઘણો વધારો થયો છે. અહીં કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે 10,000 પાકિસ્તાની રૂપિયા ચૂકવવા પડે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનમાં વધતી મોંઘવારી એવી છે કે લોકો ઈંધણની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને પ્લાસ્ટિકની થેલીઓમાં એલપીજી સ્ટોર કરી રહ્યા છે.
સરકારની નીતિઓને કારણે આવ્યું સંકટ
મળી રહેલી માહિતી અનુસાર, ઉર્જા સંકટને ધ્યાનમાં રાખીને લોકોએ ગેસ સિલિન્ડરનો સંગ્રહ કરવાનું શરૂ કરી દીધું છે. આ સિવાય હવે ખાદ્ય સંકટ પણ ઘેરાવા લાગ્યું છે. ડોન અખબાર અનુસાર, દેશના ઘણા ભાગોમાં ઘઉંનું સંકટ ઉભું થયું છે. જેનો અર્થ છે કે આવનારા દિવસોમાં પાકિસ્તાનમાં રોટલીની અછત સર્જાઈ શકે છે. જો કે કેન્દ્ર સરકારે ખાતરી આપી છે કે ઘઉંની આયાત કરવામાં આવી રહી છે. ઇસ્લામાબાદમાં 40 લોટ મિલોનો દૈનિક વપરાશ 20 કિલો ઘઉંની 38,000 બેગ છે, પરંતુ મિલોને પૂરતા પ્રમાણમાં ઘઉં નથી મળી રહ્યા અને દરરોજ 17,000 બેગની અછત જોવા મળી રહી છે. પાકિસ્તાનના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મંત્રી તારિક બશીર ચીમાએ ઘઉંના સંકટ માટે રાજ્યોને જવાબદાર ઠેરવ્યા છે અને કહ્યું છે કે તેમની સરકાર રાજ્યોને તેમની માંગ મુજબ ઘઉંનો પુરવઠો આપશે. તેમણે ઘઉંના કાળાબજાર સાથે સંડોવાયેલા લોકોને પણ આડે હાથ લીધા છે. તેમણે સંકટ માટે પંજાબ સરકારને જવાબદાર ઠેરવી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.