Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તુર્કી અને સીરિયામાં વિનાશક ભૂકંપના કારણે મોતનો આંકડો પહોંચ્યો 15 હજારને પાર, ભારત સતત કરી રહ્યું છે મદદ

તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપથી સમગ્ર વિશ્વ હચમચી ઉઠ્યું છે. અહીં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં 15,000થી વધુ લોકોના મોત થયા હોવાનો અહેવાલ છે. સંકટની આ ઘડીમાં ભારત આગળ આવીને મદદ કરી રહ્યું છે. ભારતે ભૂકંપ પીડિતોની મદદ કરી રહ્યું છે. ભારત સરકાર દ્વારા માત્ર તુર્કી અને સીરિયાને મેડિકલ મદદ પુરી પાડવામાં આવી રહી નથી, પરંતુ NDRFની એક ટીમને રાહત અને બચાવ માટે à
તુર્કી અને સીરિયામાં વિનાશક ભૂકંપના કારણે મોતનો આંકડો પહોંચ્યો 15 હજારને પાર  ભારત સતત કરી રહ્યું છે મદદ
તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપથી સમગ્ર વિશ્વ હચમચી ઉઠ્યું છે. અહીં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં 15,000થી વધુ લોકોના મોત થયા હોવાનો અહેવાલ છે. સંકટની આ ઘડીમાં ભારત આગળ આવીને મદદ કરી રહ્યું છે. ભારતે ભૂકંપ પીડિતોની મદદ કરી રહ્યું છે. ભારત સરકાર દ્વારા માત્ર તુર્કી અને સીરિયાને મેડિકલ મદદ પુરી પાડવામાં આવી રહી નથી, પરંતુ NDRFની એક ટીમને રાહત અને બચાવ માટે મોકલવામાં આવી છે. 
તુર્કીમાં 12 હજારથી વધુ તો સીરિયામાં લગભગ 3 હજાર લોકોના મોત
સોમવારે બે જોરદાર ભૂકંપ બાદ તુર્કી-સીરિયામાં મૃતકોની સંખ્યા વધીને 15,000થી વધુ થઈ ગઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર તુર્કીમાં ઓછામાં ઓછા 12,391 લોકો માર્યા ગયા છે, જ્યારે સીરિયામાં 2,992 લોકો માર્યા ગયા છે. આ આંકડો હજુ પણ વધવાની શક્યતા છે કારણ કે ખરાબ હવામાન અને તીવ્ર ઠંડી બચાવ અને રાહત કામગીરીમાં અવરોધ ઉભી કરી રહી છે અને ઘણી જગ્યાએ બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી છે. દરમિયાન, તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને સ્વીકાર્યું છે કે ભૂકંપ પછી રાહત અને બચાવ કાર્યમાં 'ખામીઓ' હતી. તેમણે સ્વીકાર્યું કે, તેમની સરકારને દક્ષિણ તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપના પ્રારંભિક પ્રતિભાવમાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.
ભારત તરફથી ઓપરેશન દોસ્ત ફ્રોમ ઈન્ડિયા
તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપના કારણે હજારો લોકો બેઘર બન્યા છે, ઘણા આજે પણ પોતાના સ્વજનને શોધી રહ્યા છે તો ઘણા હવે આગળ ભવિષ્ય શું તે ચિંતા કરતા જોવા મળી રહ્યા છે. આ સંકટમાં ભારત તરફથી ઓપરેશન દોસ્ત ફ્રોમ ઈન્ડિયા અંતર્ગત રાહત અને બચાવ અભિયાન માનવતાના ધોરણે ચલાવવામાં આવી રહ્યું છે. તુર્કીના નુરદાગી વિસ્તારમાં ભૂકંપના કારણે કાટમાળ નીચે દટાયેલા લોકોની મદદ માટે ભારતીય ટીમ સતત કામ કરી રહી છે. અહીં NDRFની 3 ટીમો, ખાસ પ્રશિક્ષિત શ્વાન ટુકડીઓ સાથે, લોકોને મદદ કરી રહી છે, તેમને તબીબી સંભાળ પૂરી પાડી રહી છે. લોકોની મદદ માટે ભારતીય સેનાએ તુર્કીના નામે આર્મી ફિલ્ડ હોસ્પિટલ પણ બનાવી છે. ભૂકંપમાં ઘાયલ થયેલા લોકોને અહીં સારવાર આપવામાં આવી રહી છે. આ દરમિયાન વિદેશ રાજ્ય મંત્રી મુરલીધરે કહ્યું છે કે ભારત તુર્કીના લોકોને શક્ય તમામ મદદ આપવા તૈયાર છે.
Advertisement

સાચા મિત્રો જરૂરતમાં એકબીજાને મદદ કરે છે : તુર્કી રાજદૂત
ભારત દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશન દોસ્ત પર તુર્કીના રાજદૂત ફિરત સનેલે કહ્યું કે, આ દર્શાવે છે કે ભારત અને તુર્કી વચ્ચે મિત્રતા છે. ઓપરેશન દોસ્ત ખૂબ જ મહત્વપૂર્ણ ઓપરેશન છે, તે બંને દેશો વચ્ચેની મિત્રતા દર્શાવે છે. આ એક સાંકેતિક ઓપરેશન છે, તે પહેલાથી જ સાબિત કરી ચુક્યું છે કે અમે મિત્રો છીએ, અમારા સંબંધો ખૂબ ઊંડા છે. મિત્રો હંમેશા એકબીજાને મદદ કરે છે. મને યાદ છે કે બે વર્ષ પહેલા 2021 માં, તુર્કીએ કોવિડ દરમિયાન તબીબી સહાય માટે બે વિમાન ઉડાવ્યા હતા. હવે બે વર્ષ બાદ જ્યારે તુર્કીમાં આવો ભયંકર ભૂકંપ આવ્યો છે ત્યારે ભારતે મદદનો હાથ લંબાવ્યો છે. સાચા મિત્રો જરૂરતમાં એકબીજાને મદદ કરે છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.