Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉ.કોરિયા સરકારનું વિચિત્ર ફરમાન, સંતાનોના નામ બોંબ, ગન અને સેટેલાઇટ પરથી રાખવા આદેશ

ઉત્તર કોરિયામાં એક વિચિત્ર આદેશ બહાર પાડવામાં આવ્યો છે. ઉત્તર કોરિયાના અધિકારીઓએ માતા-પિતાને તેમના બાળકોના નામ  બોમ્બ, બંદૂક અને સેટેલાઇટના નામથી રાખવા  આદેશ કર્યો છે. આ નામોમાં દેશભક્તિ રહેલી હોવાનું ઉત્તર કોરિયા સરકારનું માનવું છે. વાસ્તવમાં ઉત્તર કોરિયા સરકાર તે નામોના ઉપયોગ પર નિયંત્રણ લાવવા માંગે છે જેને તેઓ ખુબજ નરમ સમજે છે.  અગાઉ સામ્યવાદી સરકારે દક્ષિણ કોરિયાની જેમ લà«
ઉ કોરિયા સરકારનું વિચિત્ર ફરમાન  સંતાનોના નામ બોંબ  ગન અને સેટેલાઇટ પરથી રાખવા આદેશ
ઉત્તર કોરિયામાં એક વિચિત્ર આદેશ બહાર પાડવામાં આવ્યો છે. ઉત્તર કોરિયાના અધિકારીઓએ માતા-પિતાને તેમના બાળકોના નામ  બોમ્બ, બંદૂક અને સેટેલાઇટના નામથી રાખવા  આદેશ કર્યો છે. આ નામોમાં દેશભક્તિ રહેલી હોવાનું ઉત્તર કોરિયા સરકારનું માનવું છે. વાસ્તવમાં ઉત્તર કોરિયા સરકાર તે નામોના ઉપયોગ પર નિયંત્રણ લાવવા માંગે છે જેને તેઓ ખુબજ નરમ સમજે છે.  અગાઉ સામ્યવાદી સરકારે દક્ષિણ કોરિયાની જેમ લોકોને A Ri (લવ્ડ વન) સુ મી (સુપર બ્યુટી) જેવા સુંદર નામોનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. પરંતુ હવે સરકારે આદેશ આપ્યો છે કે આવા નામ ધરાવતા લોકોએ વધુ દેશભક્તિ અને વૈચારિક નામો રાખવા પડશે.
જેઓ પાલન નહીં કરે તેમને દંડ કરવામાં આવશે
સરમુખત્યાર કિમ જોંગ ઈચ્છે છે કે માતા-પિતા તેમના બાળકોના આવા નામ રાખે અને જે આ આદેશનું પાલન નહીં કરે તેને દંડ કરવામાં આવશે. આ નામોમાં Pok II (બોમ્બ), ચુંગ સિમ (વફાદારી) અને Ui સોંગ (ઉપગ્રહ)નો સમાવેશ થાય છે. રેડિયો ફ્રી એશિયા સાથે વાત કરતા એક નાગરિકે કહ્યું, 'લોકો ફરિયાદ કરી રહ્યા છે કે સત્તાવાળાઓ લોકો પર સરકાર જે ઇચ્છે તે નામ આપવા દબાણ કરી રહ્યા છે. છેલ્લા મહિનાથી લોકોને નોટિસ આપવામાં આવી રહી છે. તેમની પાસે નામ બદલવા માટે આ વર્ષના અંત સુધીનો સમય છે.
ક્રાંતિકારી ધોરણોને પૂર્ણ કરવા નામનો રાજકીય અર્થ જરૂરી ગણાવ્યો 
નાગરિકોને આદેશમાં કહેવામાં આવ્યું છે કે ક્રાંતિકારી ધોરણોને પૂર્ણ કરવા માટે તેમના નામનો રાજકીય અર્થ હોવો જોઈએ. સરકારના આ આદેશથી વાલીઓ નારાજ છે અને નામ બદલવામાં સંકોચ અનુભવી રહ્યા છે. નાગરિકોએ એવો પ્રશ્ન ઉઠાવ્યો છે કે, વ્યક્તિને પોતાનું નામ રાખવાની સ્વતંત્રતા કેવી રીતે ન હોય. ઉત્તર કોરિયાના અધિકારીઓનું કહેવું છે કે તેમના દેશના નાગરિકોના નામ દક્ષિણ કોરિયાના નામ જેવા ન હોવા જોઈએ. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.