Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પુતિનના સ્વાસ્થ્યને લઇને મોટો ખુલાસો, આ ગંભીર બીમારીઓનો કરી રહ્યા છે સામનો

રશિયા-યુક્રેન યુદ્ધની સાથે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પણ દુનિયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે. ચર્ચાના બે કારણો છે, એક તરફ યુદ્ધમાં તેમનું આક્રમક વલણ અને બીજી તરફ તેમનું સ્વાસ્થ્ય. અલગ-અલગ અહેવાલો અનુસાર પુતિન ઘણી બીમારીઓથી પીડિત છે. આ જ કારણ છે કે તે ઘણા જાહેર કાર્યક્રમોથી પણ અંતર બનાવી રહ્યા છે. થોડા દિવસો પહેલા એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે વ્લાદિમીર પુતિન તેમના àª
પુતિનના સ્વાસ્થ્યને લઇને મોટો ખુલાસો  આ ગંભીર બીમારીઓનો કરી રહ્યા છે સામનો
Advertisement
રશિયા-યુક્રેન યુદ્ધની સાથે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પણ દુનિયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે. ચર્ચાના બે કારણો છે, એક તરફ યુદ્ધમાં તેમનું આક્રમક વલણ અને બીજી તરફ તેમનું સ્વાસ્થ્ય. અલગ-અલગ અહેવાલો અનુસાર પુતિન ઘણી બીમારીઓથી પીડિત છે. આ જ કારણ છે કે તે ઘણા જાહેર કાર્યક્રમોથી પણ અંતર બનાવી રહ્યા છે. થોડા દિવસો પહેલા એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે વ્લાદિમીર પુતિન તેમના સત્તાવાર નિવાસસ્થાનની સીડી પરથી નીચે પડી ગયા હતા.જેના કારણે તેમના હિપમાં પણ ઈજા થઈ હતી.
એક સાથે અનેક રોગોથી પીડિત છે પુતિન !
રશિયન રાજકીય વિશ્લેષક વેલેરી સોલોવીના જણાવ્યા અનુસાર, રશિયાના રાષ્ટ્રપતિ એક જ સમયે અનેક રોગોથી પીડિત છે. કેન્સર, પાર્કિન્સન્સ ડિસીઝ અને સ્કિઝોઅફેક્ટિવ ડિસઓર્ડર ઉપરાંત તેમને અન્ય કેટલીક બીમારીઓ પણ છે. આ જ કારણ છે કે તેની તબિયત ઝડપથી બગડી રહી છે. તેમની ખરાબ તબિયતની અસર યુક્રેન યુદ્ધ સાથે જોડાયેલા તેમના નિર્ણયો ઉપર પણ પડી રહી છે. તેમણે કહ્યું કે બીમારીના કારણે પુતિન યુદ્ધને લઈને યોગ્ય નિર્ણય લઈ શકતા નથી. પુતિનની ગેરહાજરીમાં પૂર્વ વડાપ્રધાન દિમિત્રી મેદવેદેવ અને રક્ષા મંત્રી સર્ગેઈ શોઇગુ મોટાભાગના નિર્ણયો લઈ રહ્યા છે.
રશિયન સરકાર તરફથી કોઇ સત્તાવાર નિવેદન નહીં 
 પુતિનની તાજેતરની તસવીરોના આધારે, કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમનો ચહેરો સૂજી ગયો છે, તેમના હાથ અને પગ ધ્રૂજી રહ્યા છે.આ સમસ્યાઓને છુપાવવા માટે પુતિન તેમના જાહેર દેખાવ દરમિયાન કોઇને કોઇ સપોર્ટનો સહારો લેતા હોય છે. એટલું જ નહીં, કેટલાક લોકોનો દાવો છે કે એક ફૂટેજમાં પુતિન ચર્ચમાં પોતાના હોઠ કરડતા જોવા મળે છે. તેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે અસાધ્ય રોગથી પણ પીડિત છે. જોકે, ક્રેમલિને પુતિનના સ્વાસ્થ્ય અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×