ચીનમાં નવા વાયરસે મચાવી તબાહી! અત્યાર સુધીમાં 170 લોકોના મોત, ઈમરજન્સી લાગુ
- નવા વાયરસે જુદા જુદા 18 દેશોમાં 7,834 લોકોને સંક્રમિત કર્યા
- સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મલ્ટીપલ વાયરસ અને મહમારીના રિપોર્ટથી ભરેલા
- ચીનમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી
- ઈમરજન્સીનો નિર્ણય દરેકની સહમતિથી લેવામાં આવ્યો
China Declared Emergency: આ નવા વાયરસે જુદા જુદા 18 દેશોમાં 7,834 લોકોને સંક્રમિત કર્યા છે, જેના પરિણામે 170 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા 170 લોકો માત્ર ચીનના જ છે.
ચીનમાં ઈમરજન્સી જાહેર
એવું લાગે છે કે, ચીનમાં ઇમરજન્સી લાદી દેવામાં આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મલ્ટીપલ વાયરસ અને મહમારીના રિપોર્ટથી ભરેલા છે. ચીનની હોસ્પિટલોમાં ફેલાતી બીમારીઓને કારણે એવું માનવામાં આવે છે કે, ચીનમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. હવે ચીનમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) ચેપ વધી રહ્યો છે, જે સ્વાસ્થ્ય સમસ્યાઓમાં વધારો કરી રહ્યો છે.
નવા વાયરસથી 18 દેશોમાં 7,834 લોકો થયા સંક્રમિત
સાયન્ટિફિક ઓર્ગેનાઈઝેશન મુજબ, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ચીનમાં નવા કોરોના વાયરસ મહામારીને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી તરીકે ગણી છે. WHOના મહાનિર્દેશક ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે જિનીવામાં જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બર, 2019ના રોજ ચીન દ્વારા પ્રથમ વખત ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી અને હવે આ નવા વાયરસથી 18 અલગ-અલગ દેશોમાં 7,834 લોકો સંક્રમિત થયા છે, જેના કારણે 170 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા 170 લોકો માત્ર ચીનના છે.
આ પણ વાંચો : અમેરિકા પર ISIS એ કર્યો આતંકવાદી હુમલો, ટ્રક ડ્રાઇવર શમશુદ્દીન હતો આતંકવાદી
અત્યાર સુધી 6 વખત ઈમરજન્સી લાદવામાં આવી છે
પબ્લિક હેલ્થ ઈમરજન્સી ઓફ ઈન્ટરનેશનલ કન્સર્ન (PHEIC), જે WHO ની એક કમિટી છે, તેણે અગાઉ ઈમરજન્સી અંગે એક બેઠક યોજી હતી. કમિટીના વડા ડિડિયર હાઉસિને કહ્યું કે, ઈમરજન્સીનો નિર્ણય દરેકની સહમતિથી લેવામાં આવ્યો છે. PHEIC નો અત્યાર સુધી 6 વખત ઉપયોગ કરવામાં આવ્યો છે.
ચીનમાં માનવ મેટાપ્યુમો વાયરસ વધી રહ્યો છે
ચીનમાં હ્યુમન મેટાપ્યુમો વાયરસ (HMPV)નુ સંક્રમણ વધી રહ્યું છે, જે સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી જાય છે. ફાઇનાન્શિયલ એક્સપ્રેસના જણાવ્યા અનુસાર, આ વાયરસ વર્ષ 2001માં મળી આવ્યો હતો, જે ઉત્તરીય ક્ષેત્રમાં 14 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં ફેલાઈ રહ્યો છે. વધતી જતી ઠંડીથી લોકો સંક્રમિત થઈ રહ્યા છે. નેશનલ ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એડમિનિસ્ટ્રેશને આ વાયરસ અંગે લેબ રિપોર્ટિંગ માટે પ્રક્રિયા શરૂ કરી છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, 16 થી 22 ડિસેમ્બરની વચ્ચે ચેપ ઝડપથી વધ્યો છે.
આ પણ વાંચો : મોડલને આવ્યો હતો તાવ, એક્સ રે જોઇને ડોક્ટરે કહ્યું ગમે ત્યારે થઇ જશે તમારુ મોત