SUNITA WILLAMS ને બચાવવા માટે NASA પાસે હવે ફક્ત 14 દિવસ બાકી! મોડું થયું તો...
SUNITA WILLAMS ને લઈને હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી બુચ વિલ્મોર જૂન મહિનામાં NASA માંથી SPACE માં ગયા હતા. પરંતુ પોતાના અવકાશયાનમાં ખામી સર્જાતાં તેઓ પરત ફરી શક્યા ન હતા. હવે તેમને લગતા સારા સમાચાર સામે આવી રહ્યા છે. જેના અનુસાર, SUNITA WILLAMS ને પાછા લાવવા માટે હવે NASA પાસે ફક્ત 14 દિવસ બાકી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો
NASA પાસે ફક્ત 14 દિવસ બાકી
SUNITA WILLAMS અને બુચ વિલ્મોર બંને અવકાશયાત્રીઓ તેમના બોઇંગ સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટમાં તકનીકી સમસ્યાઓના કારણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) થી પાછા ફરી શક્યા નથી. SUNITA WILLAMS અને તેમના સાથી અવકાશયાત્રી બૂચ વિલ્મોર જૂન મહિનામાં આઠ દિવસના મિશન માટે SPACE STATION માં પહોંચ્યા હતા. પરંતુ તેમના અવકાશયાનમાં કોઈ ટેક્નિકલ ખામી આવવાના કારણે તેઓ અટવાઈ ગયા હતા. હવે NASA પાસે તેમને પાછા લાવવા અને સમસ્યાને ઠીક કરવા માટે માત્ર 14 દિવસ બાકી છે કારણ કે આ પછી ક્રૂ-9 મિશન આવશે.
ક્રૂ-9 મિશન શરૂ થતાં આવશે સમસ્યા
આ મિશન બાદ સુનીતા અને તેના સાથીઓને બચાવવામાં વધુ મુશ્કેલીઓ આવશે. ક્રૂ-9 મિશન શરૂ થતાંની સાથે જ, તે ISS સાથે ડોક કરી શકે તે પહેલાં તેને ડોકિંગ પોર્ટ પરથી સ્ટારલાઇનરને દૂર કરવું પડશે. મળતી માહિતીના અનુસાર, ક્રૂ-9 મિશન 18 ઓગસ્ટ સુધીમાં લોન્ચ થઈ શકે છે.
આ પણ વાંચો : Bangladesh માં હિંસાએ ફરી જોર પકડયું, ભીષણ અથડામણમાં વધુ 27 લોકોએ ગુમાવ્યા જીવ