Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Russia : iPhone માટે ઈજ્જત દાવ પર! પુરુષો અને મહિલાઓએ ઉતાર્યા તમામ કપડા

iPhone માટે ઇજ્જત દાવ પર નાઈટ ક્લબમાં શરમજનક સ્પર્ધા રશિયાના બંકરમાં અશ્લીલ સ્પર્ધા રશિયામાં iPhone માટે પુરુષો અને મહિલાઓએ ઉતાર્યા કપડા Russia : રશિયામાં એક નાઈટ ક્લબમાં (night club in Russia) વિચિત્ર સ્પર્ધા (bizarre contest) નું આયોજન કરવામાં આવ્યું...
russia   iphone માટે ઈજ્જત દાવ પર  પુરુષો અને મહિલાઓએ ઉતાર્યા તમામ કપડા
  • iPhone માટે ઇજ્જત દાવ પર
  • નાઈટ ક્લબમાં શરમજનક સ્પર્ધા
  • રશિયાના બંકરમાં અશ્લીલ સ્પર્ધા
  • રશિયામાં iPhone માટે પુરુષો અને મહિલાઓએ ઉતાર્યા કપડા

Russia : રશિયામાં એક નાઈટ ક્લબમાં (night club in Russia) વિચિત્ર સ્પર્ધા (bizarre contest) નું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વ્યક્તિઓએ એક iPhone મોબાઈલ જીતવા માટે પોતાની ઇજ્જત દાવ પર લગાવી દીધી હતી. દક્ષિણ-પૂર્વ આસ્ટ્રાખાન વિસ્તાર (Astrakhan region) માં એક બંકરમાં આ 'સ્ટ્રિપ્ટીઝ' સ્પર્ધા (Stripties Competition) યોજાઈ હતી. આ સ્પર્ધામાં જે પણ વિજેતા બને તેને iPhone મળવાનો હતો. આ સ્પર્ધા જીતવા માટે પુરુષો અને મહિલાઓએ પોતાની ઇજ્જત દાવ પર લગાવી દીધી હતી અને પોતાના તમામ કપડાં ઉતારી દીધા હતા.

Advertisement

iPhone જીતવા માટે કપડા ઉતાર્યા

સ્પર્ધાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેમાં 22 વર્ષની એક યુવતી ખુશીથી iPhone જીતવા માટે કપડાં ઉતારતી દેખાઈ રહી છે. રશિયન સત્તાવાળાઓને આ ઘટના અંગે જાણ થતા તેમણે કાર્યવાહી કરી હતી. તેમણે નાઈટ ક્લબ પર દરોડા પાડ્યા અને સ્પર્ધામાં ભાગ લેનારા 4 લોકો અને આયોજકોની ધરપકડ કરી હતી. આ સ્પર્ધામાં ભાગ લેનારી એક છોકરીએ કહ્યું કે, "મેં જે પણ કર્યું તેના માટે મને ખૂબ જ પસ્તાવો થઇ રહ્યો છે. મેં ખોટું કામ કર્યું છે અને હું બિલકુલ સામાન્ય નહોતી. મને ખૂબ જ શરમ આવી રહી છે કે મેં આવું કામ કર્યું. મેં જે કર્યું તેના માટે હું મારા દુશ્મનને પણ જવાબદાર ઠેરવવા માંગતી નથી. હું દરેકની નિષ્ઠાપૂર્વક માફી માંગુ છું."

Advertisement

ઘટનાની થઇ ખૂબ નિંદા

આ ઘટના જ્યારે પબ્લિકમાં સામે આવી ત્યારે લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો જે સ્વાભાવિક પણ હતો. આ ઘટના પર લોકોએ આયોજકોથી લઇને જે લોકોએ તેમા ભાગ લીધો હતો તે તમામ પર ટીકા કરી હતી. આસ્ટ્રાખાન પ્રદેશના ગવર્નર ઇગોર બાબુશકિએ પણ આ ઘટનાની નિંદા કરી હતી અને કહ્યું કે, "બંકર નાઈટ ક્લબમાં જે બન્યું તે આપણી સૌની બેઇજ્જતી છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, "જ્યારે આપણા હજારો સાથીઓ અને દેશવાસીઓ પોતાનો જીવ જોખમમાં મૂકી રાષ્ટ્રની રક્ષા માટે લડી રહ્યા છે, ત્યારે કેટલાક લોકો પોતાની શરમ અને અંતરાત્માને ગુમાવી બેઠા છે." આ સમગ્ર ઘટના લોકોમાં આઘાત અને શરમજનક લાગણી ઉત્પન્ન કરતી છે, અને ઇજ્જત અને જીવનને દાવ પર લગાવવાની સ્પર્ધા કેવી રીતે માનસિકતાના પતન તરફ દોરી જાય છે તે દર્શાવે છે.

આ પણ વાંચો:  પરણિત પ્રેમિકાએ પ્રેમીને હોટલના રૂમમાં બોલાવી સંબંધ બાંધ્યો અને લોહીલુહાણ કરી નાખ્યો...

Advertisement

Tags :
Advertisement

.