Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાનમાં મોટો આતંકવાદી હુમલો,3 ફાઈટર પ્લેન સળગાવ્યા, 3 આતંકવાદીઓ માર્યા ગયા

પાકિસ્તાનમાં ફરી એકવાર આતંકીઓએ પાકિસ્તાની એરફોર્સ બેઝ પર હુમલો કર્યો છે. પંજાબના મિયાવાલીમાં પાકિસ્તાન એરફોર્સ બેઝમાં આત્મઘાતી બોમ્બર સહિત છ ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ ઘૂસ્યા હતા. બંને તરફથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે. જેમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા છે. પાકિસ્તાનમાં...
પાકિસ્તાનમાં મોટો આતંકવાદી હુમલો 3 ફાઈટર પ્લેન સળગાવ્યા  3 આતંકવાદીઓ માર્યા ગયા

પાકિસ્તાનમાં ફરી એકવાર આતંકીઓએ પાકિસ્તાની એરફોર્સ બેઝ પર હુમલો કર્યો છે. પંજાબના મિયાવાલીમાં પાકિસ્તાન એરફોર્સ બેઝમાં આત્મઘાતી બોમ્બર સહિત છ ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ ઘૂસ્યા હતા. બંને તરફથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે. જેમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા છે.

Advertisement

પાકિસ્તાનમાં એરફોર્સ બેઝ પર હુમલો

પાકિસ્તાનમાં ફરી એકવાર આતંકીઓએ પાકિસ્તાની એરફોર્સ બેઝ પર હુમલો કર્યો છે. પંજાબના મિયાંવાલીમાં પાકિસ્તાન એરફોર્સ બેઝમાં આત્મઘાતી બોમ્બર સહિત છ ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ ઘુસ્યા છે. બંને તરફથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે અને તેનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં એરબેઝની અંદર જોરદાર જ્વાળાઓ દેખાઈ રહી છે. અત્યાર સુધીમાં એક હુમલાખોર માર્યો ગયો છે. તહરીક-એ-જેહાદ નામના સંગઠને આ હુમલાની જવાબદારી લીધી છે.

Advertisement

પાકિસ્તાન આર્મીએ નિવેદન જારી કર્યું

Advertisement

પાકિસ્તાન આર્મીએ આ હુમલાને લઈને એક નિવેદન જારી કર્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે, '4 નવેમ્બર, 2023 ના રોજ વહેલી સવારે પાકિસ્તાન એરફોર્સના મિયાંવાલી ટ્રેનિંગ એરબેઝ પર એક અસફળ આતંકવાદી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સૈનિકો દ્વારા તાત્કાલિક પ્રતિસાદ આપીને, કર્મચારીઓ અને સંપત્તિની સલામતીને સુનિશ્ચિત કરીને હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. સુરક્ષા જવાનોએ અસાધારણ હિંમત દાખવીને 3 આતંકીઓને બેઝમાં પ્રવેશતા પહેલા ઠાર માર્યા હતા, જ્યારે બાકીના 3 આતંકીઓને સૈનિકોએ ઘેરી લીધા હતા.

સેનાના નિવેદન અનુસાર,'જોકે, હુમલા દરમિયાન જમીન પર પહેલાથી જ ઉભેલા ત્રણ ફાઇટર પ્લેન અને એક ફ્યુઅલ બાઉઝરને નુકસાન થયું હતું.વિસ્તારને સંપૂર્ણ રીતે ખાલી કરાવવા માટે મોટાપાયે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

મુહમ્મદ કાસિમે મિયાંવાલી એરબેઝ પર હુમલાની જવાબદારી સ્વીકારી

તહરીક-એ-જેહાદ પાકિસ્તાનના પ્રવક્તા મુલ્લા મુહમ્મદ કાસિમે મિયાંવાલી એરબેઝ પર હુમલાની જવાબદારી સ્વીકારી છે અને દાવો કર્યો છે કે ઘણા આત્મઘાતી હુમલાખોરો પણ સામેલ છે. સ્થાનિક રહેવાસીઓએ સોશિયલ મીડિયા પર વિડિયો ફૂટેજ પોસ્ટ કરીને હુમલાની પુષ્ટિ કરી છે.આતંકવાદી જૂથે એવો પણ દાવો કર્યો છે કે તેણે બેઝ પર હાજર એક ટેન્કને નષ્ટ કરી દીધી છે.

હુમલાખોરો વિરુદ્ધ પાકિસ્તાની સેનાનું ઓપરેશન ચાલુ

એવું કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓએ મિયાવાલીમાં પાકિસ્તાન એરબેઝની વાડની દીવાલો પાર કરવા માટે સીડીનો ઉપયોગ કર્યો અને પછી અંદર ઘૂસીને હુમલો શરૂ કર્યો અને અનેક બોમ્બ બ્લાસ્ટ પણ કર્યા. આત્મઘાતી હુમલાખોરો વિરુદ્ધ પાકિસ્તાની સેનાનું ઓપરેશન ચાલુ છે અને બંને તરફથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે મિયાંવાલી એ જ એરબેઝ છે જ્યાં ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમની પાર્ટીના સમર્થકોએ હુમલો કર્યો હતો. આટલું જ નહીં પ્રદર્શનકારીઓએ એરબેઝની બહાર એક એરક્રાફ્ટના સ્ટ્રક્ચરને પણ આગ લગાવી દીધી હતી.

14 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા

આ પહેલા શુક્રવારે પણ દારમાં સુરક્ષાદળોને લઈ જઈ રહેલા બે વાહનો પર આતંકી હુમલો થયો હતો, જેમાં ઓછામાં ઓછા 14 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જ્યારે સુરક્ષા કાફલો ગ્વાદર જિલ્લાના પાસનીથી ઓરમારા તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી.

આ પણ વાંચો- China ને મોટો ફટકો… ભારતીય અર્થવ્યવસ્થાની ઝડપી ગતિ પર ફિદા UAE, કરશે 50 અબજ ડોલરનું રોકાણ!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.