'વિશ્વની સૌથી મજબૂત અર્થવ્યવસ્થા છોડી રહ્યા છીએ', જો બાઈડનનો વિદાય સંદેશ
- "વિશ્વની સૌથી મજબૂત અર્થવ્યવસ્થા છોડી રહ્યા છીએ": જો બાઈડનનો દાવો
- જો બાઈડનનો વિદાય સંદેશ: 20 જાન્યુઆરીએ શાંતિપૂર્ણ સત્તા સ્થાનાંતરણનું વચન
- અમે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છોડી રહ્યા છીએ : જો બાઈડન
Joe Biden Speech : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) વિજય બાદ, જો બાઈડને વ્હાઈટ હાઉસના રોઝ ગાર્ડનમાંથી એક ખાસ સંબોધન કર્યું હતું. જો બાઈડને તેમના ભાષણમાં દેશવાસીઓને વિશ્વાસ આપ્યો કે તેમની સરકાર દેશને મજબૂત અર્થવ્યવસ્થા તરીકે છોડી સત્તાથી દૂર થઇ રહી છે. બાઈડને તેમની ટીમને આગામી 74 દિવસના સમયમાં મક્કમ કામ કરવાની અપીલ કરી હતી. તેમણે 20 જાન્યુઆરીએ સત્તાના શાંતિપૂર્ણ સ્થાનાંતરણની ખાતરી આપી અને કહ્યું કે હાર માનવી એ સહજ પ્રકિયાનો એક ભાગ છે. તેમના ભાષણને સમાપ્ત કરતા, બાઈડેને કહ્યું કે ક્યારેક પાછળ રહેવું જરૂરી છે, પરંતુ હાર માનવું ક્યારેય ક્ષમાપાત્ર નથી.
વિશ્વની સૌથી મજબૂત અર્થવ્યવસ્થા છોડી રહ્યા છીએ : જો બાઈડન
પોતાના જાહેર સંબોધનમાં જો બાઈડને દેશવાસીઓને આગળ વધવા પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો હતો. બાઈડને વિશ્વાસ જાળવવાનું કહ્યું અને ચૂંટણીમાં હાર સ્વીકારવી એ લોકશાહીના પાયાનો એક ભાગ છે. દેશના જુદા જુદા ભાગોમાં ચૂંટણી પરિણામો પર મિશ્ર લાગણીઓ સ્વીકારતા તેમણે કહ્યું કે ચૂંટણી એ વિવિધ વિચારધારાઓની હરીફાઈ હોય છે. બાઈડને તેમની કેબિનેટ અને ટીમના સમર્પણની પ્રશંસા કરી અને તેમને છેલ્લા 74 દિવસમાં દરેક દિવસનો સંપૂર્ણ ઉપયોગ કરવા વિનંતી કરી.
#WATCH | Washington, DC: US President Joe Biden says "For over 200 years, America has carried out the greatest experiment in self-government in the history of the world. The people vote and choose their own leaders, and they do it peacefully. In a democracy, the will of the… pic.twitter.com/tqvfiAlmfn
— ANI (@ANI) November 7, 2024
તેમણે કહ્યું કે અમે વિશ્વની સૌથી મજબૂત અર્થવ્યવસ્થા છોડી રહ્યા છીએ. તેમના વિદાય સંદેશમાં, બાઈડને મુશ્કેલ સમયમાં તાકાત જાળવી રાખવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, "ત્યાં અવરોધો છે, પરંતુ છોડવું અક્ષમ્ય છે." બાઈડને સમર્થકોને તેમના સપનાનું અમેરિકા હાંસલ કરવા માટે પ્રયત્નશીલ રહેવા જણાવ્યું હતું. તેમણે એ પણ યાદ અપાવ્યું કે વ્યક્તિ પડકારોને કેવી રીતે પાર કરે છે તેમાં વાસ્તવિક પાત્ર જોવા મળે છે.
#WATCH | Washington, DC: US President Joe Biden says "I also hope we can lay to rest the question about the integrity of the American electoral system. It is honest, it is fair, and it is transparent. It can be trusted, win or lose...On January 20th, we'll have a peaceful… pic.twitter.com/rCyQQyDGyR
— ANI (@ANI) November 7, 2024
શાંતિથી સત્તા છોડવાનું વચન આપ્યું
બાઈડને 20 જાન્યુઆરીએ સત્તાના શાંતિપૂર્ણ હસ્તાંતરણનું વચન આપ્યું અને ચૂંટણી અધિકારીઓ પ્રત્યે આદર વ્યક્ત કરતા કહ્યું હતું કે આ અધિકારીઓ, જેમાંથી ઘણા પ્રેમથી દેશની સેવા કરે છે, તેઓ લોકશાહીના સાચા રક્ષક છે. બાઈડને અમેરિકનોનો આભાર માનીને પોતાનું સંબોધન સમાપ્ત કર્યું. તેમણે આગળની હરોળમાં બેઠેલી તેમની પૌત્રીને ફ્લાઈંગ કિસ આપી અને કહ્યું, "ભગવાન તમારું અને અમેરિકાનું ભલું કરે."
આ પણ વાંચો: અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે હંમેશા રહે છે 'Football' બેગ, જાણો તેમાં શું છે