Kazakhstan plane crash : દુર્ઘટના પહેલા પ્લેનની અંદર શું ચાલી રહ્યું હતું? જુઓ Video
- કઝાકિસ્તાનમાં ભયાનક વિમાન દુર્ઘટના, 38ના મોત
- ગાઢ ધુમ્મસ અને ટેકનિકલ ખામી: વિમાન ક્રેશના કારણો
- મૃત્યુઆંકની પુષ્ટિ સાથે રાષ્ટ્રીય શોકની જાહેરાત
- ઇમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ અને દુર્ઘટના
- વાયરલ વીડિયો: પ્લેન અંદરના ચોંકાવનારા દ્રશ્યો
- અઝરબૈજાનના રાષ્ટ્રપતિએ રશિયા પ્રવાસ રદ કર્યો
- મુસાફરોના ચીસોથી ભરેલો દુર્ઘટનાનો વીડિયો વાયરલ
Kazakhstan plane crash Inside Video : કઝાકિસ્તાનના અક્તાઉ શહેરમાં એક ભયાનક વિમાન દુર્ઘટનામાં 38 લોકોના મૃત્યુ થયા છે. દુર્ઘટના ભારતીય સમય અનુસાર બપોરે 12:30 વાગ્યે થઈ હતી. અઝરબૈજાનની રાજધાની બાકુથી દક્ષિણ રશિયાના ચેચન્યાના ગ્રોઝની શહેર માટે ઉડાન ભરેલી ફ્લાઇટમાં 62 મુસાફરો અને 5 ક્રૂ મેમ્બર્સ હતા. અક્તાઉ શહેરથી માત્ર 3 કિલોમીટર દૂર પાયલોટને ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું, પરંતુ લેન્ડિંગ દરમિયાન પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં પ્લેનના બે ટુકડા થયા અને આગ લાગવાથી સ્થિતિ વધુ ખરાબ થઈ હતી.
પ્લેન ક્રેશ પહેલા અંદર શુ હતી સ્થિતિ?
દુર્ઘટનાનું મુખ્ય કારણ ગાઢ ધુમ્મસ હોવાનું મનાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્લેનના રૂટમાં ફેરફાર કરાયો હતો, જેના કારણે એરપોર્ટ નજીક તે અનેક વાર ચક્કર મારતું રહ્યું. પાયલોટે એર ટ્રાફિક કન્ટ્રોલ (ATC) પાસેથી ઇમરજન્સી લેન્ડિંગ માટે પરવાનગી માંગી હતી, પરંતુ ભારે ધુમ્મસને કારણે પરવાનગી ન મળતા પાયલોટે પોતે જ લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો. આ પ્રયાસ દરમિયાન પ્લેન ધરતી પર પડ્યું અને ક્રેશ થઇ ગયું. આ દુર્ઘટના થઇ તે પહેલાનો એક વીડિયો તાજેતરમાં સામે આવ્યો છે, જેમા મુસાફરોની ચીસોના અવાજ સાંભળવા મળ્યો હતો. વીડિયો જોઇને તે સમયે યાત્રીઓની સ્થિતિ કેવી હશે તેનો અંદાજો લગાવી શકાય છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, ક્રેશ થયા પહેલા વિમાનમાં ઓક્સિજન માસ્ક લટકતા હતા અને મુસાફરો મદદ માટે ચીસો પાડી રહ્યા હતા અને ક્રૂ મેમ્બર્સ સુચનાઓ આપી રહ્યા હતા.
अज़रबैजान एयरलाइंस के विमान के कज़ाकिस्तान में दुर्घटनाग्रस्त होने से पहले के अंतिम क्षणों को विमान में सवार एक यात्री ने कैद किया।#AzerbaijanAirlines #Kazakhstan #KazakhstanPlaneCrash #KazakhstanCrash pic.twitter.com/MrSWTxtWst
— MG Vimal - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) December 26, 2024
રાષ્ટ્રપતિએ જાહેર કર્યું રાષ્ટ્રીય શોક
અઝરબૈજાનની એરલાઈનનું એમ્બ્રેર 190 મોડલ પ્લેન આ દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવે આ ઘટના બાદ રાષ્ટ્રીય શોક જાહેર કર્યો અને પોતાની રશિયા યાત્રા રદ કરી હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ દુખ વ્યક્ત કર્યું. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં દુર્ઘટનાના ભયાનક દ્રશ્યો જોવા મળ્યા છે. ત્યારે પ્લેનની અંદરનો વીડિયો પણ વાયરલ થતા કઝાકિસ્તાન સરકારે આ દુર્ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.
આ પણ વાંચો: કઝાકિસ્તાનમાં પ્લેન ક્રેશમાં અત્યાર સુધી 45ના મોત, ક્રેશ લેન્ડિંગનો LIVE VIDEO