ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

JAXA: જાપાની મૂન લેન્ડર સ્લિમ માટે ભગવાન બન્યું ભારતીય ચંદ્રયાન

JAXA: આપણા માટે ગર્વની વાત છે કે, ભારત હવે અંતરિક્ષમાં પણ બીજા દેશોને મદદ કરવા લાગ્યું છે. જાપાન એરોસ્પેસ અક્સપ્લોરેશન એજેન્સી (JAXA)નું ચંદ્રમાં લેંડર, સ્માર્ટ લેંડર ફોર ઈન્વેસ્ટિગેટિંગ મૂન (SLIM), 20 જાન્યુઆરીએ ચંદ્ર પર ઉતર્યું હતું. એજેન્સીએ ગુરૂવારે પુષ્ટી કરી...
08:28 AM Jan 27, 2024 IST | VIMAL PRAJAPATI
featuredImage featuredImage
JAXA
JAXA: આપણા માટે ગર્વની વાત છે કે, ભારત હવે અંતરિક્ષમાં પણ બીજા દેશોને મદદ કરવા લાગ્યું છે. જાપાન એરોસ્પેસ અક્સપ્લોરેશન એજેન્સી (JAXA)નું ચંદ્રમાં લેંડર, સ્માર્ટ લેંડર ફોર ઈન્વેસ્ટિગેટિંગ મૂન (SLIM), 20 જાન્યુઆરીએ ચંદ્ર પર ઉતર્યું હતું. એજેન્સીએ ગુરૂવારે પુષ્ટી કરી હતી કે, તેણે ચંદ્ર પર તેના મૂળ લેંડિંગ સ્થાનથી આશરે 55 મીટર પૂર્વમાં ઉતરાણ કર્યું હતું. એજન્સીએ તેનું લેન્ડિંગનું મુખ્ય મિશન 100 મીટરની ચોકસાઈ સાથે પૂર્ણ કર્યું.

ભારતે કરી જાપાનના ચંદ્રયાનની મદદ

મીડિયા રિપોર્ટ પ્રમાણે જાપાને ભારતના બીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-2ની મદદથી આ કર્યું, જેને ટેકનિકલી નિષ્ફળ માનવામાં આવે છે. પરંતુ જેનું ઓર્બિટર ભારત અને અન્ય દેશોના વાહનોને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખે છે. JAXAએ ગુરુવારે આ અંગે એક નિવેદન જાહેર કર્યું છે.

ઓર્બિટર ચંદ્રની મહત્વપૂર્ણ માહિતી આપી રહ્યું છે

ઇસરોના વૈજ્ઞાનિકોના જણાવ્યું અનુસાર ચંદ્રયાન-2એ 2019માં ભલે ચંદ્ર પર લેંડિંગ ના કર્યું હતું પરંતુ તેનું ઓર્બિટર છેલ્લા પાંચ વર્ષોથી ચંદ્રની મહત્વપૂર્ણ માહિતી આપી રહ્યું છે. ગયા વર્ષે ભારતે તેણે તેના અનુગામી ચંદ્રયાન-3ની સફળતાને આકાર આપવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

ઓર્બિટરમાંથી મળેલા ફોટોગ્રાફ્સનું વિશ્લેષણ કર્યું

આ બાબતે ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે શુક્રાવારે કહ્યું કે, ‘અમે ચંદ્રયાન-3 ના ઉતરાણની યોજના બનાવવા માટે ચંદ્રયાન-2 ઓર્બિટરમાંથી મળેલા ફોટોગ્રાફ્સનું વિશ્લેષણ કર્યું. આનાથી અમને ભૂતકાળમાં કરેલી ભૂલોનું પુનરાવર્તન ન કરવામાં મદદ મળી. તે અમને ભવિષ્યના ચંદ્ર મિશનના આયોજનમાં પણ મદદ કરશે.’

આ પણ વાંચો: અમેરિકામાં નાઇટ્રોજનથી પ્રથમ વખત મૃત્યુદંડ અપાયો, વાંચો સમગ્ર ઘટના

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
chandrayanchandrayan updatechandrayan-3Gujarati NewsInternational NewsJAXA