Junko Furuta Case : 17 વર્ષની છોકરી પર 100 છોકરાઓએ ક્રૂરતાની હદ વટાવી, 400 વખત ગુજાર્યો દુષ્કર્મ
- Junko Furuta ની હ્રદયવિદારક કથા
- 44 દિવસમાં 400થી વધુ વખત દુષ્કર્મ: જુન્કો ફુરોટા પર નિર્દયતાની તમામ હદો પાર
- Junko Furuta એક નિર્દોષ છોકરીની કહાની બની નરક
- જાપાનના જુન્કો ફુરોટા પર ક્રૂરતા અને દુષ્કર્મ
- જુન્કો ફુરોટા કેસ: નિર્દોષ છોકરી પર 400 વખત દુષ્કર્મ
- જુન્કો ફુરોટાની ક્રૂરતામાં રોજ નવી હદ પાર
Junko Furuta : છેલ્લાં કેટલાંક વર્ષોથી આપણે અનેક એવા ચોંકાવનારા કિસ્સાઓ સાંભળ્યા છે, જેમાં નિર્દોષ છોકરીઓ આરોપીઓની હવસનો શિકાર બની છે. નિર્ભયા કેસ હોય કે કોલકાતાના ડોક્ટરનો કેસ, આવી ઘટનાઓએ સમાજમાં ગુસ્સો અને ઉદ્વેગ પેદા કર્યો હતો. લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા અને ન્યાયની માગણી કરી. પરંતુ આજે જે વાત અમે કરવા જઈ રહ્યા છીએ, તે આ બધાથી પણ વધુ ભયાનક અને ક્રૂરતાથી ભરેલી છે. આ ઘટના છે જાપાનના સૈતામા શહેરની જ્યા 17 વર્ષની જુન્કો ફુરોટા (Junko Furuta) ની, જેના પર 44 દિવસમાં 400થી વધુ વખત દુષ્કર્મ થયો અને તેનું જીવન નરકમાં ફેરવાઈ ગયું.
જુન્કો ફુરોટા: એક સપના જોનારી યુવતી
જુન્કો ફુરોટા (Junko Furuta) એક સામાન્ય પરંતુ પ્રતિભાશાળી અને સુંદર છોકરી હતી. તે સ્કૂલમાં ભણવામાં હોશિયાર હતી અને તેનું સપનું હતું કે શિક્ષણ પૂરું કરીને પોતાની કમાણીથી ટ્રિપ પર જવું. આ માટે તેણે પાર્ટ-ટાઈમ જોબ શરી કરી હતી. પરંતુ એક રાતે, જ્યારે તે કામ પરથી ઘરે પરત ફરી રહી હતી, તેનું જીવન કાયમ માટે બદલાઈ ગયું. રસ્તામાં 16-17 વર્ષના બે છોકરાઓ મળ્યા, જેમણે તેને ખોટી ખાતરી આપી કે તેઓ તેની સુરક્ષા માટે છે. તેમણે જુન્કોને એક ખાલી ઘરમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યો અને નિર્દયતાની શરૂઆત કરી.
હજી પણ ક્રૂરતાનો અંત ન આવ્યો
આ ઘટના પછી, આરોપીઓએ જુન્કોને તે જ ઘરમાં કેદ કરી દીધી. તેમણે તેના પરિવારને ફોન કરાવીને જૂઠું કહેવડાવ્યું કે તે સુરક્ષિત અને ખુશ છે. પરંતુ આ તો માત્ર શરૂઆત હતી. તેમણે પોતાના મિત્રોને બોલાવીને જુન્કો પર વારંવાર દુષ્કર્મ કરવાનું શરૂ કર્યું. એક આરોપી તેને પોતાના ઘરે લઈ ગયો અને પરિવારને કહ્યું કે તે તેની ગર્લફ્રેન્ડ છે. જોકે, તેના પરિવારને થોડા દિવસોમાં શંકા ગઈ અને તેમને સમજાયું કે કંઈક ખોટું ચાલી રહ્યું છે, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.
અમાનવીય અત્યાચારની હદ
44 દિવસના આ સમયગાળામાં, 100થી વધુ છોકરાઓએ જુન્કો પર 400થી વધુ વખત દુષ્કર્મ ગુજાર્યો. શરૂઆતમાં તેને થોડું ખાવાનું આપવામાં આવ્યું, પરંતુ પછી ક્રૂરતા એ હદે વધી કે તેને વંદા ખાવા માટે અપાયા અને પોતાનું પેશાબ પીવા માટે દબાણ કરાયું. તેને દારૂ અને સિગારેટ પીવડાવવામાં આવી. ઘણી વખત તેને કપડાં વિના છત પર સુવડાવી દેવાતી. તેના શરીરના સંવેદનશીલ ભાગોમાં તીક્ષ્ણ વસ્તુઓ નાખવામાં આવી, જેના કારણે તેને ગંભીર ચેપ લાગ્યો. આ અત્યાચારથી તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેના શરીરમાં કીડા પડવા લાગ્યા, પરુ નીકળવા લાગ્યું અને દુર્ગંધ ફેલાવા લાગી.
મૃત્યુની ભીખ અને અંત
જુન્કોની સ્થિતિ એટલી દયનીય થઈ ગઈ કે તે આરોપીઓ પાસે મૃત્યુની ભીખ માંગવા લાગી. તેના શરીરની દુર્ગંધથી આરોપીઓએ તેને હવે હાથ પણ નહોતા લગાવતા, પરંતુ તેને છોડવાનું પણ નહોતા માંગતા. એક દિવસ, જુગારમાં હાર્યા પછી એક આરોપીએ તેનો ગુસ્સો જુન્કો પર ઉતાર્યો. તેણે તેને એટલો માર માર્યો કે તેનું મૃત્યુ થઈ ગયું. આ પછી, આરોપીઓએ તેના મૃતદેહને પ્લાસ્ટિકની થેલીમાં બંધ કરીને દાટી દીધો.
સત્યનો પર્દાફાશ
આ ઘોર અપરાધ પછી પણ આરોપીઓની હિંસક વૃત્તિ શાંત ન થઈ. તેમણે અન્ય છોકરીઓને પણ શિકાર બનાવવાનું ચાલુ રાખ્યું. પરંતુ એક દિવસ પોલીસે તેમને પકડી લીધા. પૂછપરછ દરમિયાન, એક આરોપી ગુંચવાઈ ગયો અને ભૂલથી જુન્કોની વાર્તા કહી નાખી. પોલીસે તેના મૃતદેહને ખોદીને બહાર કાઢ્યો અને તેના પરિવારને જાણ કરી. આ સમાચારથી તેની માતાની માનસિક હાલત બગડી ગઈ, અને પિતાની સ્થિતિ પણ ખરાબ થઈ ગઈ.
ન્યાયની ઉપહાસ્યતા
આ ઘટનાનું સૌથી ચોંકાવનારું પાસું એ હતું કે આટલી નિર્દયતા આચરનાર આરોપીઓને સગીર ગણીને માત્ર થોડા વર્ષની સજા આપવામાં આવી. સજા પૂરી થતાં તેઓને મુક્ત કરવામાં આવ્યા અને તેમની ઓળખ ગુપ્ત રાખવામાં આવી. જોકે, એક મેગેઝિને તેમના નામ અને ચહેરાઓ જાહેર કર્યા, જેનાથી સમાજમાં ફરી ચર્ચા શરૂ થઈ. આ કેસ આજે પણ માનવતા પર કલંક રૂપે યાદ કરાય છે.
આ પણ વાંચો : બ્રાઝિલની Pornstar નું શૂટિંગ સમયે બાલ્કનીથી પડી જતા મોત