Jammu Kashmir terror attack: રશિયાએ પોતાના નાગરિકોને પાકિસ્તાન નહીં જવા સલાહ આપી
- પહેલગામમાં થયેલા આતંકી હુમલા રશિયાની મોટી જાહેરાત
- ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ
- રશિયાના દૂતાવાસે પોતાના નાગરિકોને પાક ન જવાની સલાહ આપી
Russian Citizens Advisory:જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા(Pahalgam terror attack) બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ છે. આ દરમિયાન પાકિસ્તાન સ્થિત રશિયાના દૂતાવાસે પોતાના નાગરિકોને પાકિસ્તાન નહીં જવા ચેતવણી આપી છે. દૂતાવાસે નાગરિકોને કહ્યું છે કે હાલમાં પાકિસ્તાનની યાત્રા ના કરો. રશિયાના દૂતાવાસે એક નિવેદનમાં તેના(Russian Citizens Pakistan Travel Advisory) નાગરિકોને કહ્યું છે કે, હાલમાં ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવભરી સ્થિતિ છે.
રશિયાએ પોતાના નાગરિકોને પાકિસ્તાન નહીં જવા સલાહ આપી
પાકિસ્તાન સ્થિત રશિયન દૂતાવાસે એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટ લખીને પોતાના નાગરિકોને ચેતવણી આપી છે. જેમાં કહ્યું છે કે, ભારતમાં પહેલગામ હૂમલા બાદ બંને દેશોના અધિકારીઓ વચ્ચે આક્રમક નિવેદનો શરૂ થયાં છે.આવા માહોલમાં પાકિસ્તાનની યાત્રા ના કરે. જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ના થાય ત્યાં સુધી નાગરિકોએ પાકિસ્તાનની યાત્રા કરતાં રોકાઈ જવું જોઈએ.
અગાઉ પુતિને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે વાત કરી હતી
અગાઉ રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ અને વડાપ્રધાન મોદીના નામે મોકલેલા પોતાના સંદેશમાં પહલગામ હૂમલાની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે, અપરાધને ક્યારેય ન્યાયની રીતે ઉચિત ના ઠેરવી શકાય. દોષિતોને સજા મળશે. પુતિને આતંકવાદ સાથે લડવા માટે ભારત સાથે ઉભા રહેવા અને સહયોગ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમણે કહ્યું હતું કે, આ હૂમલામાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું.