જેમ્સ કેમેરોન જલ્દી જ લઇને આવી રહ્યા છે Avatar ફિલ્મનો ત્રીજો ભાગ, જુઓ એક ઝલક
- જેમ્સ કેમેરોન જલ્દી જ લઇને આવી રહ્યા છે ‘Avatar’ ત્રીજો ભાગ
- પેન્ડોરાની નવી દુનિયામાં જોવા મળશે એક નવી જાતિઓ
- નિર્માતાઓએ ત્રીજા ભાગ ‘Avatar: Fire and Ash’ની તૈયારીઓ શરુ કરી
હોલિવૂડના પ્રસિદ્ધ દિગ્દર્શક જેમ્સ કેમેરોન, જેમણે પોતાની સુપરહિટ ફ્રેન્ચાઇઝી ‘Avatar’ દ્વારા વિશ્વભરમાં જબરદસ્ત લોકપ્રિયતા મેળવી છે, તેઓ હવે પોતાના આગામી ભાગ ‘Avatar: Fire and Ash’ સાથે દર્શકોને ફરીથી પેન્ડોરાની દુનિયામાં યાત્રા પર લઈ જવા માટે તૈયાર છે. થોડા સમય પહેલાં, કેમેરોન દ્વારા ચાહકો સાથે પેન્ડોરાની નવી દુનિયાની એક ઝલક શેર કરવામાં આવી, જેના દ્વારા ચાહકોમાં ઉત્સાહની લહેર ફેલાઈ છે. ડિઝનીએ પણ કેટલીક નવી તસવીરો જાહેર કરી છે, જેમાં પેન્ડોરાની નવી જાતિઓ, નવા લાઈન્ડસ્કેપ્સ અને અદભુત દ્રશ્યો જોવા મળે છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ છે, અને ચાહકો આ ફિલ્મ માટે ઉત્સુક બન્યા છે.
‘Avatar 3’નો પહેલો લુક
‘Avatar’ અને ‘Avatar: The Way of Water’ની સફળતા બાદ હવે નિર્માતાઓએ ત્રીજા ભાગ ‘Avatar: Fire and Ash’ની તૈયારીઓ શરુ કરી છે, જેને જેમ્સ કેમેરોન અને જોન લેન્ડો સંયુક્ત રીતે પ્રોડ્યુસ કરી રહ્યા છે. ડિઝનીએ ત્રીજા ભાગ માટે થીમ જાહેર કરી છે અને પેન્ડોરાની નવી દુનિયાની એક અનોખી ઝલક ચાહકો સાથે શેર કરી છે. પેન્ડોરાની આ નવી દુનિયા અદભુત દ્રશ્યો નવી નાવી જાતી અને લીલીછમ એલિયન જગતના દ્રશ્યોની તસવીરો દર્શાવવામાં આવી છે. આ સુંદર દ્રશ્યોની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વ્યાપક રીતે વાયરલ થઈ રહી છે. આ તસવીરો દ્વારા દર્શાવવાની કોશિશ કરવામાં આવી છે કે આગામી ભાગમાં પેન્ડોરાની દુનિયાને વધુ વિશાળ અને વૈવિધ્યસભર બનાવવામાં આવી રહી છે.
ત્રીજા ભાગનું અનોખું કન્સેપ્ટ અને રિલીઝ ડેટ
‘Avatar: Fire and Ash’ માટેના આ અનોખા કન્સેપ્ટ આર્ટનું પ્રથમ વિઝ્યુઅલ રોટન ટોમેટોઝ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ તસવીરોમાં સમુદ્રના દ્રશ્યો, નવી દુનિયા, અને બલૂન જેવી વિવિધ નવી ચીજવસ્તુઓ દર્શાવવામાં આવી છે. આ અનોખી ઝલક અને કન્સેપ્ટ આર્ટ દ્વારા નિર્માતાઓએ સંકેત આપ્યો છે કે આ ત્રીજો ભાગ પેન્ડોરાની નવી દુનિયામાં નવી સંસ્કૃતિઓને લઈને આવશે, જે દર્શકોને વધુ ગહન અનુભૂતિ આપશે. ફિલ્મના પ્રોડક્શન ટીમે જાહેરાત કરી છે કે આ ત્રીજો ભાગ 19 ડિસેમ્બર, 2025ના રોજ રિલીઝ કરવામાં આવશે. આ તારીખે ચાહકો પેન્ડોરાની અનોખી સફર પર કઈ રીતે આગળ વધે છે, તે જોઇ શકશે.
બે નવી સંસ્કૃતિઓ અને આગનો પ્રતીકાત્મક અર્થ
જેમ્સ કેમેરોનના તાજેતરના નિવેદન મુજબ, ‘Avatar: Fire and Ash’માં પેન્ડોરાની દુનિયામાં બે નવી સંસ્કૃતિઓ રજૂ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે આ ત્રીજા ભાગમાં આગનું પ્રતીકાત્મક મહત્વ છે, અને આ સંસ્કૃતિમાં આગના પ્રતીકનો મહત્વપૂર્ણ ભાગ હશે. કેમેરોનના અનુસાર, આ આગ એ સમૃદ્ધ વારસો અને પેન્ડોરાની સંસ્કૃતિના પંરપરા દર્શાવવાનો પ્રયાસ છે. જણાવી દઇએ કે, 2022માં રિલીઝ થયેલી ‘Avatar: The Way of Water’ને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું, અને તે વર્ષની એક ખૂબ મોટી હિટ સાબિત થઈ હતી. હવે ‘Avatar: Fire and Ash’ની જાહેરાત સાથે જ દર્શકોમાં આ આગામી ભાગને લઈને જબરદસ્ત ઉત્સુકતા જોવા મળે તો નવાઈ નથી.
આ પણ વાંચો: Bigg Boss 18 માં લાગશે ગ્લેમરનો તડકો? મેકર્સ વધુ એક વાઈલ્ડ કાર્ડ લાવવાની કરી રહ્યા છે તૈયારી!