Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિશ્વના નકશામાંથી લેબનોનનું નામ કાઠવા આતુર ઇઝરાયેલ; કર્યો હવે ખતરનાક હુમલો, 400થી વધુના મોત

લેબનોનમાં ઇઝરાયેલના મોટા હવાઇ હુમલા ઇઝરાયેલના લેબનોન પર મોટા પાયે હવાઇ હુમલા  400થી વધુના મોત Israel-Lebanon War : ઇઝરાઇલના લેબનોન પર કરવામાં આવેલા હવાઇ હુમલાઓમાં 400થી વધુ લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે, જેમાં 90થી વધુ મહિલાઓ...
વિશ્વના નકશામાંથી લેબનોનનું નામ કાઠવા આતુર ઇઝરાયેલ  કર્યો હવે ખતરનાક હુમલો  400થી વધુના મોત
  • લેબનોનમાં ઇઝરાયેલના મોટા હવાઇ હુમલા
  • ઇઝરાયેલના લેબનોન પર મોટા પાયે હવાઇ હુમલા
  •  400થી વધુના મોત

Israel-Lebanon War : ઇઝરાઇલના લેબનોન પર કરવામાં આવેલા હવાઇ હુમલાઓમાં 400થી વધુ લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે, જેમાં 90થી વધુ મહિલાઓ અને બાળકો સામેલ છે. આ હુમલાઓ 2006ના ઇઝરાયેલ-હિઝબુલ્લાહ યુદ્ધ પછી સૌથી ઘાતક માનવામાં આવે છે. લેબનીઝ અધિકારીઓના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 492 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે, જેમાં 35 બાળકો અને 58 મહિલાઓનો સમાવેશ થાય છે. 1,645 લોકો ઘાયલ છે અને હજારો નાગરિકો દક્ષિણ લેબનોન તરફ સ્થળાંતર કરી રહ્યા છે. ઇઝરાયેલે નાગરિકોને પૂર્વ અને દક્ષિણ લેબનોનના વિસ્તારો ખાલી કરવા ચેતવણી પણ આપી છે.

Advertisement

હુમલામાં 492 લોકોના મોત

આજે દુનિયાભરમાં જાણે યુદ્ધનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યા હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઈઝરાયેલ અને લેબનોન સામસામે આવી ગયા છે. લેબનોન પર ઇઝરાયેલના હુમલાએ દુનિયાને વિશ્વયુદ્ધ તરફ દોરી રહી હોય તેવુ લાગી રહ્યું છે. ઇઝરાયેલે સોમવારે સવારે લગભગ એક કલાક સુધી હિઝબુલ્લાહના સ્થાનો પર 150 થી વધુ રોકેટ છોડ્યા હતા. સોમવારે કરવામાં આવેલા હવાઇ હુમલામાં 492 લોકોના મોત નિપજ્યા છે, જેમાં બાળકો, મહિલાઓ, અને ડોકટરોનો પણ સમાવેશ થાય છે. આ હુમલા બાદ ઇઝરાયેલે 30 સપ્ટેમ્બર સુધી “સ્પેશિયલ હોમ ફ્રન્ટ સિચ્યુએશન” જાહેર કરીને પોતાના દેશમાં ઈમરજન્સી લગાવી દીધી છે. આ પગલાં હિઝબુલ્લાહ પર કરવામાં આવેલા હવાઇ હુમલાઓ બાદ લેવામાં આવ્યા છે. આ હુમલાઓમાં હિઝબુલ્લાહના વરિષ્ઠ કમાન્ડર અલી કરાકીના મોતની અફવા પણ છે, જોકે સત્તાવાર પુષ્ટી હજી સુધી થઇ નથી. આ હુમલાના કારણે લોકો પોતાનો જીવ બચાવવા માટે આમ-તેમ દોડવા લાગ્યા હતા. રસ્તાઓ પર મૃતદેહો પડેલા છે અને હોસ્પિટલ ઘાયલ લોકોથી ભરેલા છે.

હુમલા પર નેતન્યાહુએ શું કહ્યું?

હિઝબુલ્લાહ પર હુમલા બાદ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે ઈઝરાયેલ ખતરાની રાહ જોતું નથી, પરંતુ તેને અગાઉથી રોકે છે. વળી, ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાન્ટે ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ વિરુદ્ધ સેનાના હવાઈ હુમલા પછી લોકોને શાંત રહેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે લેબનોન પર હુમલા તેજ કરવામાં આવ્યા છે.

Advertisement

અમેરિકાએ સૈન્ય બળ વધારવાનો કર્યો નિર્ણય

એજન્સી અનુસાર, લેબનોનમાં ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ દળો વચ્ચે વધી રહેલા સંઘર્ષને ધ્યાનમાં રાખીને અમેરિકા પશ્ચિમ એશિયામાં વધારાના સૈનિકો મોકલી રહ્યું છે, જેનાથી પ્રાદેશિક યુદ્ધ વધુ ભડકવાનું જોખમ વધી રહ્યું છે. અમેરિકી રક્ષા મંત્રાલયે સોમવારે આ જાણકારી આપી. પેન્ટાગોન (ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ) પ્રેસ સેક્રેટરી મેજર જનરલ પેટ રાયડરે કેટલા વધારાના સૈનિકો મોકલવામાં આવશે અથવા તેઓને શું કામ સોંપવામાં આવશે તે અંગે કોઈ વિગતો આપી ન હતી. અમેરિકાના હાલમાં આ ક્ષેત્રમાં લગભગ 40,000 સૈનિકો છે. નવી જમાવટ લેબનોનની અંદર ઇઝરાયેલી દળો દ્વારા કરવામાં આવેલા મોટા હુમલાઓને અનુસરે છે, જેમાં સેંકડો લોકો માર્યા ગયા છે.

Advertisement

આ પણ વાંચો:   Israel Hezbollah War : લેબનોન પર ઇઝરાયેલનો મોટો હુમલો, 100 થી વધુ લોકોના મોત

Tags :
Advertisement

.