Iran : હિજાબ વિવાદમાં એક મહિલા થઇ નગ્ન! રસ્તા વચ્ચે કાર પર ચઢીને કર્યો વિરોધ
- Iran માં એકવાર ફરી હિજાબનો વિવાદ!
- ઈરાનમાં મહિલાએ નગ્ન થઇને વિરોધ નોંધાવ્યો
- મશહદમાં મહિલાનો અનોખો વિરોધ, પોલીસ વાહન પર નગ્ન થઇને ચઢી ગઇ
- નવા કડક બિલ વચ્ચે ઈરાનમાં મહિલાઓનો તીવ્ર વિરોધ
- ઈરાનમાં હિજાબ વિવાદને લઈને ફરી અનોખો વિરોધ
Iranian woman protests naked : ઈરાનમાં કટ્ટરવાદી નીતિઓ સામે મહિલાઓનો વિરોધ અટકી રહ્યો નથી, અને હિજાબ વિવાદ ફરી ઉગ્ર બન્યો છે. તાજેતરમાં મશહદ શહેરમાં એક મહિલાએ વિરોધનો અનોખો અંદાજ અપનાવ્યો, જે ચર્ચાનો વિષય બની ગયો છે. અહેવાલ મુજબ, આ મહિલા કોઈ પણ ડર વિના પોલીસ વાહન સામે ઉભી રહી, અને તે પછી બોનેટ પર નગ્ન હાલતમાં ચડી ગઈ અને વિન્ડશિલ્ડ પર બેસી ગઈ, જેના કારણે ત્યાં ભારે હંગામો મચી ગયો. આ દરમિયાન નજીકમાં કેટલાક લોકો હથિયારો સાથે પણ જોવા મળ્યા, જેનાથી પરિસ્થિતિ વધુ તંગ બની હતી.
મહિલાનો નગ્ન વીડિયો સામે આવ્યો
ઈરાનના મશહદ શહેરની આ ઘટનાનો વીડિયો અત્યારે ખૂબ ચર્ચામાં આવ્યો છે, જેમાં એક મહિલા સંપૂર્ણપણે કપડાં વગર પોલીસ વાહન પર ચડીને ઉગ્ર વિરોધ નોંધાવી રહી છે. વીડિયોમાં મહિલાના આજુબાજુ માર્ગ પર પસાર થતા લોકો અને કારના હોર્ન વગાડવાના અવાજો સ્પષ્ટ સંભળાય છે. સાથે જ, નજીકમાં પાર્ક કરેલી કારમાં બેઠેલી મહિલાની આસપાસ કેટલાક શસ્ત્રધારી લોકો પણ જોવા મળ્યા હતા, જે ઘટનાને વધુ ચોંકાવનારી બનાવે છે. વીડિયોમાં મહિલા નગ્ન હોવાના કારણે અમે તમને તે બતાવી શકતા નથી. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, એક પુરુષે જે પોતાને મહિલાનો પતિ હોવાનો દાવો કરે છે, તેણે જણાવ્યું કે હાલ તે સુરક્ષિત છે અને તેની સંભાળ લેવામાં આવી રહી છે. મહિલાના નગ્ન થઈને વિરોધ નોંધાવવાનું કોઇ ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી, પરંતુ સોશિયલ મીડિયામાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે ઈરાનના કડક મહિલાઓ માટેના ડ્રેસ કોડના વિરોધમાં આ પગલું ભરવામાં આવ્યું હતું.
ઈરાનમાં હિજાબ વિરોધ પ્રદર્શન અને કડક નિયમો
ઈરાનમાં હિજાબ અને મહિલાઓની સ્વતંત્રતા સામેના કડક નિયમોનો વિરોધ અગાઉ પણ જોવા મળ્યો છે. 2022માં, 22 વર્ષની મહસા અમીનીનું પોલીસ કસ્ટડીમાં મોત થયા બાદ સમગ્ર દેશમાં મહિલાઓ રસ્તા પર ઉતરી હતી, ત્યારે ઈરાને આ વિરોધ હિંસક રીતે દબાવી દીધો અને ઘણા વિરોધીઓને કઠોર સજા આપી. 2023ના નવેમ્બરમાં, તેહરાનની યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ રિસર્ચમાં એક વિદ્યાર્થીનીએ હિજાબના કડક નિયમો સામે વિરોધ નોંધાવતા પોતાના કપડાં ઉતારી દીધા હતા. તાજેતરમાં, ઈરાન સરકારે નવું બિલ રજૂ કર્યું છે, જેમાં જાહેરમાં મહિલાઓના પોશાક અને વર્તન પર વધુ નિયંત્રણ મૂકવામાં આવ્યા છે, અને અયોગ્ય કપડાં પહેરનારની પૂછપરછ વિના ધરપકડ કરી શકાશે.
આ પણ વાંચો : અંડરવેરમાં ફરતી યુવતીનું શું થયું? જાણીને તમે પણ ચોંકી જશો