Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લેબનોનમાં પેજર હુમલાથી ભારત ચેતી ગયું! ચીની ઉપકરણો પર પ્રતિબંધની તૈયારી

લેબનોનમાં પેજર અટેકથી ભારત ચેતી ગયું ચીની ઉપકરણો પર પ્રતિબંધની તૈયારીમાં ભારત ભારતની સુરક્ષા, ચીની ઉપકરણો પર પ્રતિબંધ જે રીતે લેબનોન (Lebanon) માં પેજર અટેક (Pager Attack) કરવામાં આવ્યો તે પછી દુનિયભરના દેશ ચેતી ગયા છે. ખાસ કરીને ભારત...
લેબનોનમાં પેજર હુમલાથી ભારત ચેતી ગયું  ચીની ઉપકરણો પર પ્રતિબંધની તૈયારી
  • લેબનોનમાં પેજર અટેકથી ભારત ચેતી ગયું
  • ચીની ઉપકરણો પર પ્રતિબંધની તૈયારીમાં ભારત
  • ભારતની સુરક્ષા, ચીની ઉપકરણો પર પ્રતિબંધ

જે રીતે લેબનોન (Lebanon) માં પેજર અટેક (Pager Attack) કરવામાં આવ્યો તે પછી દુનિયભરના દેશ ચેતી ગયા છે. ખાસ કરીને ભારત કે જેના પડોશમાં ચીન (China) જેવો દુશ્મન દેશ છે જે આ પ્રકારની ભવિષ્યમાં કરે તો નવાઈ નથી. લેબનોનમાં થયેલા પેજર અટેક (Pager Attack) બાદ ભારત સરકાર દેશમાં ચાઈનીઝ નિર્મિત સર્વેલન્સ ઈક્વિપમેન્ટના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહી છે. સરકાર સ્થાનિક વિક્રેતાઓને પ્રોત્સાહન આપવા માટે સર્વેલન્સ માર્કેટમાં નવી માર્ગદર્શિકા ઝડપથી લાગુ કરવાની યોજના બનાવી રહી છે.

Advertisement

ભારત સરકાર જલ્દી જ લાવી રહી છે નવી નીતિ

પેજર વિસ્ફોટોના પગલે, ભારત સરકાર સપ્લાય ચેઇન પર ઊંડાણપૂર્વક તપાસ કરશે. જણાવી દઈએ કે 18 સપ્ટેમ્બરના રોજ ઈઝરાયેલે લેબનીઝ આતંકી સંગઠન હિઝબુલ્લાહના કાર્યકરોના હજારો પેજર અને મોબાઈલ ડિવાઈસને બ્લાસ્ટ કર્યા હતા. આમાં ઘણા લોકો માર્યા ગયા હતા. આ હુમલાઓ અગાઉ પેજર અને અન્ય ઉપકરણોમાં છુપાયેલા વિસ્ફોટકો વડે કરવામાં આવ્યા હતા. એક રિપોર્ટ અનુસાર, ભારત સરકારની નવી નીતિ 8 ઓક્ટોબરથી લાગુ થઇ શકે છે, જે ચીની કંપનીઓને બજારથી બહાર કરીને ભારતીય કંપનીઓને ફાયદો પહોંચાડશે. આ વર્ષે માર્ચ અને એપ્રિલમાં નોટિફિકેશન જારી કરવામાં આવ્યા હતા, પરંતુ લેબનોન વિસ્ફોટોને પગલે સુરક્ષા પર વધુ ધ્યાન આપવામાં આવતા આ માર્ગદર્શિકાનો ઝડપથી અમલ કરવામાં આવી રહ્યો છે.

CCTV કેમેરા અંગેની માર્ગદર્શિકાને ઝડપથી લાગુ કરવાની તૈયારી

સરકાર CCTV કેમેરા અંગેની માર્ગદર્શિકાને ઝડપથી લાગુ કરવાની તૈયારી કરી રહી છે. નવા નિયમો ફક્ત "વિશ્વસનીય સ્થાનો" પરથી કેમેરાના વેચાણ અને ખરીદીને મંજૂરી આપશે. રિપોર્ટમાં કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના એક નિષ્ણાતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે હાલમાં, CP પ્લસ, હિકવિઝન અને દહુઆ ભારતીય બજારના 60%થી વધુને નિયંત્રિત કરે છે. જ્યારે CP પ્લસ ભારતીય કંપની છે, ત્યારે હિકવિઝન અને દહુઆ ચીની કંપનીઓ છે. નવેમ્બર 2022 માં, યુએસ સરકારે હિકવિઝન અને દહુઆના ઉપકરણોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો, કારણ કે તેનાથી રાષ્ટ્રીય સુરક્ષા માટે "સ્વીકાર્ય ખતરો" ગણવામાં આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો:  મોસાદના હેડક્વાર્ટર પર મિસાઈલ હુમલાનો હિઝબુલ્લાએ કર્યો દાવો, ઈઝરાયેલમાં ખળભળાટ

Advertisement
Tags :
Advertisement

.