ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

ભારતને મળશે 26 રાફેલ એરક્રાફ્ટ, ફ્રાન્સ સાથે 63000 કરોડની ડિફેન્સ ડીલને મળશે મંજૂરી

સંરક્ષણ મંત્રાલય આ મહિને ભારતીય નૌકાદળ માટે 26 રાફેલ એમ ફાઈટર જેટ ખરીદવા માટે 63,000 કરોડ રૂપિયાના સંરક્ષણ સોદાને અંતિમ સ્વરૂપ આપશે.
01:25 PM Apr 09, 2025 IST | Hardik Prajapati
featuredImage featuredImage
France,Defence Deal, Rafale M Aircraft, Gujarat First

New Delhi: આગામી અઠવાડિયામાં વડાપ્રધાનના નેતૃત્વ હેઠળની કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) ફ્રાન્સ સાથે 63000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી આપશે. આ ડીલ અંતર્ગત 26 રાફેલ એરક્રાફ્ટ ભારતને મળશે. આ ડીફેન્સ ડીલમાં ભારતને 22 સિંગલ-સીટર અને ચાર ટ્વીન-સીટર જેટ પણ મળશે. આ સાથે જ ફ્લીટ મેન્ટેનન્સ, લોજિસ્ટિક્સ સપોર્ટ, કર્મચારીઓની તાલીમ અને ઓફસેટ જવાબદારીઓ પણ ફ્રાન્સ નિભાવશે. આ સોદામાં નૌકાદળના કર્મચારીઓ માટે તાલીમનો પણ સમાવેશ થાય છે.

સમગ્ર ઓર્ડર 2031 સુધીમાં થશે પૂર્ણ

ડિફેન્સ ડીલ પર હસ્તાક્ષર થયાના લગભગ 4 વર્ષ પછી રાફેલ એમ જેટની ડિલિવરી મળશે. ભારતીય નૌકાદળને 2029ના અંત સુધીમાં પ્રથમ બેચ મળવાની અપેક્ષા છે, જ્યારે સમગ્ર ઓર્ડર 2031 સુધીમાં પૂર્ણ થશે. આ અદ્યતન ફાઇટર જેટ ભારતના એરક્રાફ્ટ કેરિયર INS વિક્રમાદિત્ય અને INS વિક્રાંતથી સંચાલિત કરવામાં આવશે. નવા રાફેલ એરક્રાફ્ટ જૂના થઈ રહેલા MiG-29K કાફલાને બદલશે.

આ પણ વાંચોઃ  સિરસા ડેરા પ્રમુખ રામ રહીમ ફરી જેલમાંથી બહાર આવ્યો, છેલ્લા સાત વર્ષમાં 13મી વખત પેરોલ મળ્યા

રાફેલ હશે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ

રાફેલ ખાસ કરીને એરક્રાફ્ટ કેરિયર-આધારિત કામગીરી માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે અને તેમાં મજબૂત લેન્ડિંગ ગિયર, એરેસ્ટર હુક્સ અને શોર્ટ ટેક-ઓફ બટ એરેસ્ટેડ રિકવરી (STOBAR) કામગીરી માટે મજબૂત ફ્રેમ છે. આ પદ્ધતિનો ઉપયોગ વિમાનવાહક જહાજો પર વિમાનને ઉતરાણ કરવા અને પરત કરવા માટે થાય છે. ભારતની દરિયાઈ જરૂરિયાતોને અનુરૂપ બનાવેલા આ જેટ વિમાનો મીટીયોર, એક્સોસેટ અને સિસ્ટેમ ડી ક્રોસિયર ઓટોનોમ લોંગ પોર્ટે (SCALP) જેવા અદ્યતન મિસાઇલો વહન કરવામાં સક્ષમ છે. તેના એક્ટિવ ઈલેક્ટ્રોનિકલી સ્કેન્ડ એરે (AESA) રડાર અને સ્પેક્ટ્રા ઈલેક્ટ્રોનિક વોરફેર સ્યુટ સાથે, રાફેલ M સુધારેલ લક્ષ્ય શોધ, સ્ટીલ્થ, ટકી રહેવાની ક્ષમતા ઘરાવે છે. તેની ફાયટિંગ રેન્જ 1850 કિમીથી વધુ છે. તે લાર્જ ઓપરેશન માટે એર રિફ્યુલિંગની ક્ષમતાથી સજ્જ છે.

3 સ્કોર્પિયન-ક્લાસ સબમરીનની યોજના

રાફેલ એરક્રાફ્ટ ઉપરાંત ભારત માઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) અને ફ્રાન્સના નેવલ ગ્રુપ સાથે મળીને પ્રોજેક્ટ-75 હેઠળ 3 સ્કોર્પિયન-ક્લાસ સબમરીન બનાવવાની પણ યોજના ધરાવે છે. આ સબમરીન ભારતની પાણીની અંદરની લડાઈ ક્ષમતાને મજબૂત બનાવશે અને નૌકાદળની લાંબા ગાળાની ખરીદી યોજનાઓને પૂરક બનાવશે, જેનાથી દેશની સંરક્ષણ ક્ષમતાઓમાં વધુ વધારો થશે.

આ પણ વાંચોઃ  માતાઓ ચિંતા ન કરો, બિંદાસ્ત નોકરી કરો! હવે સરકાર રાખશે તમારા બાળકની સંભાળ...

Tags :
000 croreActive Electronically Scanned Array (AESA) Radaraircraft carriersCabinet Committee on Security (CCS)Defence DealElectronic WarfareExocet MissileFighter Jet Range (1850 km)fighter jetsFranceFrench Naval GroupGujarat FirstGUJARAT FIRST NEWSIndiaIndian NavyINS VikramadityaINS VikrantMazagon Dock Shipbuilders Limited (MDL)Meteor MissileMiG-29K ReplacementNaval Personnel TrainingOffset ResponsibilitiesRafale M AircraftRs 63SCALP MissileScorpion-class SubmarinesShort Take-Off But Arrested Recovery (STOBAR)submarines