Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિશ્વમાં ગરબીનો ચોંકાવનારો આંકડો, 455 મિલિયન લોકો મૂળભૂત જરૂરિયાતોથી વંચિત; ભારતમાં કેટલા?

ગરીબીનો ભયાનક ચહેરો: 1 અબજ લોકો ગરીબીમાં જીવતા! વિશ્વમાં ગરીબીનો કાળો સૂર્ય: સંયુક્ત રાષ્ટ્રના ચોંકાવનારા આંકડાઓ 455 મિલિયન લોકો મૂળભૂત જરૂરિયાતોથી વંચિત સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં ગરીબી વધુ ભયાનક United Nations : આજે 21મી સદીમાં જ્યા નવી ટેકનોલોજી વિકસી રહી છે,...
વિશ્વમાં ગરબીનો ચોંકાવનારો આંકડો  455 મિલિયન લોકો મૂળભૂત જરૂરિયાતોથી વંચિત  ભારતમાં કેટલા
  • ગરીબીનો ભયાનક ચહેરો: 1 અબજ લોકો ગરીબીમાં જીવતા!
  • વિશ્વમાં ગરીબીનો કાળો સૂર્ય: સંયુક્ત રાષ્ટ્રના ચોંકાવનારા આંકડાઓ
  • 455 મિલિયન લોકો મૂળભૂત જરૂરિયાતોથી વંચિત
  • સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં ગરીબી વધુ ભયાનક

United Nations : આજે 21મી સદીમાં જ્યા નવી ટેકનોલોજી વિકસી રહી છે, ત્યારે હજી દુનિયાના ઘણા દેશ ગરીબીના ડંખથી બહાર આવી શક્યા નથી. વિશ્વમાં હજુ પણ નોંધપાત્ર સંખ્યામાં ગરીબો છે. વિશ્વભરના ગરીબોને લઈને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ સાંભળીને તમે પણ ચોંકી જશો. સંયુક્ત રાષ્ટ્ર (United Nations) ના તાજેતરના આંકડાઓ અનુસાર, વિશ્વમાં 1 અબજથી વધુ લોકો આજે પણ ગરીબીમાં જીવી રહ્યા છે, જેમાંથી લગભગ અડધા બાળકો છે. આ લોકોમાં 40 ટકા એવા છે, જે અસ્થિર અથવા સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં વસે છે.

Advertisement

સંયુક્ત રાષ્ટ્રનો ગરીબી અંગેનો તાજેતરો રિપોર્ટ

સંયુક્ત રાષ્ટ્ર અને ઓક્સફર્ડ યુનિવર્સિટી (United Nations and Oxford University) એ તાજેતરમાં જાહેર કરેલા રિપોર્ટમાં જણાવ્યું કે 83 ટકા ગરીબ લોકો ગ્રામીણ વિસ્તારોમાં વસે છે, ખાસ કરીને સબ-સહારન આફ્રિકા અને દક્ષિણ એશિયામાં. આ રિપોર્ટ 'બહુપરીમાણીય ગરીબી સૂચકાંક' પરથી આધારિત છે, જે 10 મુખ્ય પરિમાણોને માપે છે, જેમાં આરોગ્ય, શિક્ષણ અને જીવનધોરણનો સમાવેશ થાય છે. વિશ્વના ઘણા દેશોમાં ગરીબી એક મોટો પ્રશ્ન છે, ખાસ કરીને આફ્રિકા અને દક્ષિણ એશિયામાં. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દર વર્ષે આ સમસ્યાઓનું આંકલન કરે છે અને ગરીબીના કાટમાળને દૂર કરવાની દિશામાં પ્રયાસો કરે છે.

ભારતમાં ગરીબી આંકડાનું શું છે સત્ય?

વિશ્વમાં ગરીબી એક ગંભીર મુદ્દો છે અને તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલા આંકડાઓ એ વાતને વધુ સ્પષ્ટ કરે છે. આ વર્ષે જાહેર કરાયેલા ગરીબી સૂચકાંકે 112 દેશના ડેટાનું વિશ્લેષણ કર્યું છે, જેમાં 6.3 અબજથી વધુ લોકોની વસ્તી આવરી લેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, વિશ્વમાં 1.1 અબજથી વધુ લોકો અત્યંત ગરીબીમાં જીવે છે, જેમાંથી લગભગ અડધા માત્ર 5 દેશોમાં રહે છે: ભારત (234 મિલિયન), પાકિસ્તાન (93 મિલિયન), ઇથોપિયા (86 મિલિયન), નાઇજીરીયા (74 મિલિયન), અને કોંગો (66 મિલિયન). આ રિપોર્ટમાં સૌથી દયાજનક હકીકત એ છે કે, આ ગરીબીમાં જીવતા લોકોમાંથી લગભગ અડધા, એટલે કે 58.4 કરોડ લોકો, 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે. તેમાંથી 317 મિલિયન લોકો સબ-સહારન આફ્રિકામાં રહે છે, જ્યારે 184 મિલિયન લોકો દક્ષિણ એશિયામાં રહે છે. આ સંખ્યા ગરીબીની ગંભીરતાને બલ આપે છે.

Advertisement

સંઘર્ષગ્રસ્ત દેશોમાં સ્થિતિ વધુ ખરાબ

સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના રિપોર્ટ મુજબ, કેટલાક દેશોમાં ગરીબી વધુ વકરતી જઈ રહી છે. ખાસ કરીને અફઘાનિસ્તાનમાં, ગરીબીનો સ્તર અત્યંત ઊંચો છે, અને ગરીબ બાળકોનું પ્રમાણ લગભગ 59 ટકાથી વધુ છે. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ જણાવ્યું છે કે આ વર્ષનો રિપોર્ટ ખાસ કરીને સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં ગરીબી પર ધ્યાન કેન્દ્રિત કરે છે, કારણ કે 2023માં બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી વધારે સંઘર્ષ જોવા મળ્યો હતો. આ સમયે યુદ્ધ અને કુદરતી આપત્તિઓને કારણે 117 મિલિયન લોકો વિસ્થાપિત થયા હતા, જે વૈશ્વિક સ્તરે સૌથી મોટી સંખ્યા છે. UNDP ના ડાયરેક્ટર પેડ્રો કોન્સીસોએ રિપોર્ટ રજૂ કરતાં જણાવ્યું કે, "આ પ્રથમ વખત છે કે વૈશ્વિક 'બહુપરીમાણીય ગરીબી સૂચકાંક' (MPI) ડેટાને સંઘર્ષ ડેટા સાથે જોડવામાં આવ્યું છે, જે આપણને દર્શાવે છે કે કેટલા લોકો એક સાથે ગરીબી અને સંઘર્ષનો સામનો કરી રહ્યા છે."

Advertisement

45 કરોડથી વધુ લોકો મૂળભૂત જરૂરિયાતો માટે સંઘર્ષ કરી રહ્યા છે

રિપોર્ટ અનુસાર સૌથી ચોંકાવનારી બાબત એ છે કે 455 મિલિયન લોકો જે બહુપરિમાણીય રીતે ગરીબ છે અને સંઘર્ષના વાતાવરણમાં જીવે છે, તેઓ પોષણ, પાણી અને સ્વચ્છતા, વીજળી અને શિક્ષણ જેવી મૂળભૂત જરૂરિયાતોથી ગંભીર વંચિત સાથે જીવે છે અને આ વંચિત સામાન્ય લોકો સુધી વિસ્તરે છે. ઓક્સફર્ડ ઇનિશિયેટિવના ડિરેક્ટર સબીના અલકીરે જણાવ્યું હતું કે, "MPI એ જાહેર કરી શકે છે કે કયા વિસ્તારો ગરીબ છે અને તે વિસ્તારોમાં ગરીબી નાબૂદીના પ્રયાસો કરી શકાય છે." તેમણે કહ્યું, “ઉદાહરણ તરીકે, બુર્કિના ફાસો લશ્કરી શાસન હેઠળ છે અને ત્યાં ઉગ્રવાદીઓ દ્વારા હુમલાઓ વધી ગયા છે. ત્યાં લગભગ બે તૃતીયાંશ વસ્તી ગરીબ છે.

આ પણ વાંચો:  Israel: યુદ્ધની ભૂમિ એવા લેબેનોનમાં ભારતે 33 ટન રાહત સામગ્રી મોકલી

Tags :
Advertisement

.