Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ચોરીની સજા આ કેવી રીતે હોઇ શકે ? જુઓ Video

ચોરીના આરોપમાં કેટલા વર્ષની સજા મળી શકે છે ? તમે કહેશો 1 વર્ષ જેલ કે પછી 2 વર્ષ જેલ. પરંતુ અમે તમને જણાવી દઇએ કે, એક શખ્સને મોતની સજા મળી આપવામાં આવી છે. જીહા, ચોરીના આરોપમાં 68 વર્ષના એક વ્યક્તિને હાથ...
10:10 AM Sep 06, 2023 IST | Hardik Shah

ચોરીના આરોપમાં કેટલા વર્ષની સજા મળી શકે છે ? તમે કહેશો 1 વર્ષ જેલ કે પછી 2 વર્ષ જેલ. પરંતુ અમે તમને જણાવી દઇએ કે, એક શખ્સને મોતની સજા મળી આપવામાં આવી છે. જીહા, ચોરીના આરોપમાં 68 વર્ષના એક વ્યક્તિને હાથ અને મોં બાંધીને દરિયામાં ફેંકી દેવામાં આવ્યો હતો. દરિયામાં ફેંકતા પહેલા તેની સાથે મારામારી પણ કરવામાં આવી હતી. સમગ્ર કેસનો વીડિયો સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વ્યક્તિનું ડૂબી જવાથી મોત થયું છે.

આ મામલે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી. ઘટના 17 જુલાઈની જણાવવામાં આવી રહી છે. 'ડેઇલી મેઇલ'ના અહેવાલ મુજબ, આ ઘટના કેરેબિયન સમુદ્રમાં બની હતી, જ્યારે 68 વર્ષીય વ્યક્તિની ઓળખ વેનેઝુએલાના ડ્રગ ડીલર રેનાલ્ડો ફુએન્ટેસ તરીકે કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અનુસાર રેનાલ્ડો ફુએન્ટેસ પર કોકેઈનના કન્સાઈનમેન્ટની ચોરી કરવાનો આરોપ છે. આ પછી, કેટલાક ગુનેગારોએ રેનાલ્ડો ફ્યુએન્ટેસનું અપહરણ કર્યું અને તેને કેરેબિયન સમુદ્રમાં જહાજ પર લઈ ગયા. અહીં પહેલા તેની સાથે મારપીટ કરવામાં આવી, પછી તેના હાથ અને મોં બાંધીને તેને દરિયામાં ફેંકી દેવામાં આવ્યો. વીડિયોમાં રેનાલ્ડો ફુએન્ટેસ ભયભીત દેખાય છે. પાણીમાં ફેંકાયા બાદ તે દરિયામાં ડૂબકી મારતો જોવા મળે છે. તેના અપહરણકર્તાઓની કોઈ ઓળખ થઈ શકી નથી.

જણાવી દઇએ કે, વીડિયોના બેકગ્રાઉન્ડમાં કહેવામાં આવી રહ્યું છે કે વીડિયો બનાવનાર સતર્ક રહે અને ઘટનામાં સામેલ કોઈપણ વ્યક્તિનો ચહેરો ન દેખાય. પત્રકાર રાફેલ ટોલેંટિનોએ સોમવારે ડોમિનિકન રિપબ્લિકના દૈનિક મોર્નિંગ શો 'એસ્ટો નો એસ રેડિયો' પર ખુલાસો કર્યો હતો કે, ફુએન્ટેસે નકલી ઓળખ કાર્ડ બનાવ્યું હતું અને તે મિગુએલ ફુલકાર નામથી ડોમિનિકન રિપબ્લિકમાં રહેતો હતો. ફ્યુએન્ટેસ ડોમિનિકન શહેર બોનાઓમાં તેની પુત્રીની સંભાળ રાખતા વકીલને ડેટ કરી રહ્યો હતો. ફુએન્ટેસ મૂળ વેનેઝુએલાના સુક્રેનો હતો. તેની પૂર્વ પત્ની સાથે તેને ત્રણ બાળકો હતા. ફુએન્ટેસ બોનાઓ, બ્યુનોસ એરેસમાં ડ્રગ્સનો વેપાર ચલાવતો હોવાની જાણ કરવામાં આવી હતી. ડ્રગ્સ તસ્કરો સાથેના ગેરકાયદેસર વ્યવહારને કારણે તેને 'તાલિબાન' તરીકે પણ ઓળખવામાં આવતું હતું.

આ પણ વાંચો - USA માં રહેતા ભારતીય માતા-પિતાથી બાળકો થઈ શકે છે વિખૂટા, જાણો શું છે કારણ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Caribbean Seacocaine Drug lordElderly Tied Tossed Into Sea For Stealingpunishment for theftseastealing gang cocaine shipmentviral video
Next Article