Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લંચ અને કોફી બ્રેકમાં પણ સેક્સ કરો, વ્લાદિમીર પુતિને કેમ આવું વિચિત્ર નિવેદન આપ્યું

રશિયામાં સતત જન્મદર ઘટી રહ્યો છે યુદ્ધના કારણે લાખો યુવાનો દેશ છોડી ચુક્યા છે રશિયામાં હાલ યુદ્ધ કરતા પણ વસ્તી સૌથી મોટો પ્રશ્ન નવી દિલ્હી : રશિયન સ્વાસ્થય મંત્રી ડૉ. યેવગેની શસ્તોપાલોવે વસ્તી વધારવા માટે વિચિત્ર સલાહો આપવાની શરૂઆત...
03:43 PM Sep 17, 2024 IST | KRUTARTH JOSHI
Vladimir putin

નવી દિલ્હી : રશિયન સ્વાસ્થય મંત્રી ડૉ. યેવગેની શસ્તોપાલોવે વસ્તી વધારવા માટે વિચિત્ર સલાહો આપવાની શરૂઆત કરી છે. તેમણે કહ્યું કે, કામમાં અતિશય વ્યસ્ત હોવું બાળકો પેદા કરવાનું યોગ્ય બહાનું નથી. રશિયન લોકોએ પોતાની

આ પણ વાંચો : બાંગ્લાદેશમાં હિદુઓ પર થયેલા હુમલાને લઈને કેનેડાની સંસદમાં થઈ ચર્ચા

રાષ્ટ્રપતિ સતત ઘટી રહેલી વસ્તીના કારણે પરેશાન

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દેશની સતત ઘટી રહેલી વસ્તી અને જન્મદર અંગે ખુબ જ ચિંતિત છે. રિપોર્ટ અનુસાર તે અંગે તેમણે રશિયનોને લંચ અને કોફી બ્રેક દરમિયાન પણ સેક્સ કરવા માટેની સલાહ આપી છે. આ પહેલ એવા સમયે કરવામાં આવી છે જ્યારે રશિયામાં પ્રજનન દર હાલ પ્રતિ મહિલા લગભગ 1.5 બાળકો છે, જે સ્થિર જનસંખ્યા જાળવવા માટે જરૂરી 2.1 કરતા ખુબ જ ઓછું છે. આ ઉપરાંત યુક્રેન સામે ચાલી રહેલા યુદ્ધને જોતા 10 લાખ કરતા વધારે યુવાનોએ દેશ છોડી દીધો છે.

આ પણ વાંચો : Sex Permission માટે પુતિનની મંજૂરી, બાળક પેદા કરો અને લઇ જાવ 9.40 લાખ

રશિયન સ્વાસ્થય મંત્રીએ પણ ચિંતા વ્યક્ત કરી

રશિયન સ્વાસ્થય મંત્રી ડૉ. યેવગેની શાસ્તોપાલોવે વસ્તી વધારવાની આ ભલામણનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, કામમાં ખુબ જ વ્યસ્ત હોવું બાળકો પેદા કરવા માટેનું યોગ્ય બહાનું નથી. હેલ્થ મિનિસ્ટરે કહ્યું કે, લોકો ઇચ્છે તો પરિવાર વધારવા માટે રજાઓનો લાભ ઉઠાવી શકે છે. જીવન ખુબ જ ઝડપથી વિતિ જાય છે માટે બાળકો જરૂર પેદા કરો. એક રિપોર્ટરે તેમને પુછ્યું કે, 12-14 કલાક કામ કરનારા લોકો બાળકો પેદા કરવા માટે સમય કઇ રીતે કાઢશે? જેના જવાબમાં તેમણે કહ્યું કે, તેઓ પોતાના બ્રેક ટાઇમનો ઉપયોગ કરી શકે છે.

આ પણ વાંચો : ન્યૂયોર્કના મેલવિલેમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતનો વિરોધ

સતત ઘટી રહેલા જન્મ દરના કારણે પુતિનની ચિંતા વધી

વ્લાદિમીર પુતિન દેશની ઘટી રહેલી વસ્તી પર તેની પહેલા પણ ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે, રશિયન લોકોને બચાવવા અમારી સૌથી મોટી રાષ્ટ્રીય પ્રાથમિકતા છે. રશિયાનું ભાગ્ય તેના પર નિર્ભર કરે છે કે આપણામાંથી કેટલા લોકો રહેશે. આ રાષ્ટ્રીય પ્રશ્ન છે. આંકડા જણાવે છે કે, રશિયાનો જન્મ દર 1999 પછીથી સતત ઘટી રહ્યો છે. જુનમાં જીવિત જન્મોની સંખ્યા 1 લાખ કરતા પણ નીચે આવી ગઇ. આ ભારે ઘટાડાએ મોસ્કોમાં વસ્તી અંગે ચિંતા વધારી દીધી છે. રશિયાની સરકાર એજન્સી રોસસ્ટેટના અનુસાર દેશમાં જન્મ દર ખુબ જ ઓછો જોવા મળી રહ્યો છે. ગત્ત વર્ષના આ જ સમયગાળામાં જાન્યુઆરી અને જુન 2024 વચ્ચે 16000 ઓછા બાળકોનો જન્મ થયો છે.

આ પણ વાંચો : US : Donald Trump પર હુમલો કરતા પહેલા Ryan Routh એ ઘડ્યું હતું ભયાનક કાવતરું...

 

Tags :
baby BIRTH RATEbirthBirth rate drop in RussiaGujarat FirstrussiaVladimir Putin
Next Article