US News: સ્વતંત્રતા દિવસની ભારતીયો દ્વારા ભવ્ય ઉજવણી
- ભારતીયો દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી
- આ સમારોહમાં જય ભારત ગ્રુપ સહભાગી બન્યું
- રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર યોગી પટેલની ઉપસ્થિતિ
- 300થી વધારે ભારતીયો જોડાયા અને ધ્વજ યાત્રા યોજાઇ
US News: અમેરિકા (US News) ના નોરવોકમાં વસતા ભારતીયો દ્વારા 15 ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં 300થી વધારે ભારતીયો જોડાયા અને ધ્વજ યાત્રા કાઢવામાં આવી હતી. રિપબ્લીકન પાર્ટીના નેતા અને ઉદ્યોગપતિ યોગી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
વિદેશમાં પણ ભારતીય પરંપરા યથાવત
ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના પ્રમુખ અને લેબોન હોસ્પીટાલીટી ગૃપના ચેરમેન યોગી પટેલ અને જય ભારત ગ્રુપના સહયોગથી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોથી લઈને વડીલો હાજર રહ્યા હતા. અંદાજે 300થી વધારે ભારતીયો આ સમારોહમાં સહભાગી થયા હતા. કોરોનાના સમયથી મદદ કરતું જય ભારત ગ્રુપ ખાસ સહભાગી બન્યુ હતું. આ કાર્યક્રમ નોરવોક હેલ્થ સેન્ટર ખાતે યોજાયો હતો. જેમાં હાજર રહેલ તમામ વડીલોને ભોજન કરાવવામાં આવ્યું હતું અને યુવાનોએ તેમના આશીર્વાદ મેળવ્યા હતા.
આ પણ વાંચો----Canada : ટોરન્ટોમાં લહેરાયો સૌથી મોટો તિરંગો, Video જોઈ ગદગદ થઈ જશો!
કોણ છે યોગી પટેલ?
અમેરિકામાં છેલ્લા 20 વર્ષથી રહેતા યોગી પટેલ મૂળ સુરતના છે અને વિદેશમાં રહીને કેમિકલ એન્જિયર બન્યા હતા. રિઅલ એસ્ટેટથી માંડીને હોટેલ એન્ડ મોટેલ ઈન્ડસ્ટ્રીઝમાં તેમણે આગવી ઓળખ પ્રાપ્ત કરી છે, તો કોમર્શિયલ બિલ્ડીંગ એક્ટિવીટીમાં પણ તેમનું મોટુ નામ માનવામાં આવે છે. હાલમાં જ તેમને આર્ટેસિયા ખાતેથી કાઉન્સીલમેન તરીકેના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. યોગી પટેલ છેલ્લા ઘણા સમયથી સામાજિક સેવા સાથે પણ સંકળાયેલા છે અને વિવિધ હોદ્દાઓ પર માનદ સેવા પુરી પાડી રહ્યા છે.
યોગી પટેલ રિપબ્લિકન પાર્ટી સાથે સંકળાયેલા છે
વિદેશમાં પણ રાજકીય રીતે અગ્રેસર હોવાનું ગર્વ યોગી પટેલ અનુભવી રહ્યા છે. તેઓ છેલ્લા પાંચ વર્ષથી રિપબ્લિકન પાર્ટી સાથે સંકળાયેલા છે અને એક્ટિવ ઈન્ડિયન તરીકે તેમની નોંધ પાર્ટીમાં લેવાયા બાદ તેમની પર આ વર્ષ માટે કાઉન્સીલ મેન તરીકેની જવાબદારી આપવાનું મન પાર્ટીએ બનાવી લીધુ છે.
આ પણ વાંચો----PM Giorgia Meloni એ પીએમ મોદી સાથે તસવીર શેર કરી સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી