Gold Card: અમેરિકાએ ગ્રીન કાર્ડ વેચવા કાઢ્યા! જાણો કઇ રીતે કરી શકશો એપ્લાય
- ટ્રમ્પ દ્વારા હવે નાગરિકતા વેચવા કઢાઇ
- ટ્રમ્પ નાગરિકતા આપીને તેમાંથી પણ કમાણી કરશે
- એજન્ટને પૈસા આપવાને બદલે સીધા અમેરિકાને જ આપો
વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઓવલ ઓફિસમાં પત્રકારોને સંબોધિત કરતા કહ્યું કે, અમે ટુંક જ સમયમાં ગોલ્ડન કાર્ડ વેચવાની જાહેરાત કરીશું. આ ગ્રીનકાર્ડ જેવું જ ગોલ્ડકાર્ડ હશે. તેની કિંમત પાંચ મિલિયન ડોલર (આશરે 43 કરોડ રૂપિયા) હશે. આ કાર્ડ દ્વારા તમને ગ્રીનકાર્ડ જેવી જ સુવિધાઓ મળશે.
હાલ સમગ્ર વિશ્વની નજર અમેરિકા પર છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક બાજ એક ચોંકાવનારા નિર્ણયો લઇ રહ્યા છે. બીજી તરફ સમાચાર છે કે, ટ્રમ્પ સરકાર ઝડપથી ગોલ્ડ કાર્ડ યોજના શરૂ કરવા જઇ રહી છે. આ યોજના ગ્રીનકાર્ડની જેવી જ હશે. ગોલ્ડનકાર્ડ ધારકોને ગ્રીનકાર્ડ કરતા પણ વધારે સુવિધાઓ મળશે. તેનાથી અમેરિકી નાગરિકા પ્રાપ્ત કરવા માટેનો રસ્તો પણ ખુલશે.
આ પણ વાંચો : Gujarat નું ઈકોનોમિક હબ કહેવાતા અમદાવાદનો આજે 614મો સ્થાપન દિવસ
ટ્રમ્પે અધિકારીક રીતે કરી જાહેરાત
ટ્રમ્પની ઓવલ ઓફિસમાં પત્રકારોને સંબોધિત કરતા કહ્યું કે, અમે ટુંક જ સમયમાં ગોલ્ડન કાર્ડ વેચવાનું આયોજન કરી રહ્યા છીએ. આ ગ્રીનકાર્ડ જેવું જ હશે. તેની કિંમત પાંચ મિલિયન ડોલર હશે. આ કાર્ડ દ્વારા તમને ગ્રીનકાર્ડની સુવિધાઓ જેટલો જ અથવા થી તેના કરતા પણ વધારે લાભ મળશે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, આ યોજના આગામી બે અઠવાડીયામાં શરૂ થવા જઇ રહી છે. જેના માટે સંસદની મંજૂરીની પણ જરૂર નથી.
રશિયન લોકો પણ લઇ શકશે નાગરિકતા
ટ્રમ્પ પુછવામાં આવ્યું કે, આ ગોલ્ડ કાર્ડ દ્વારા રશિયાનાં પૈસાદાર લોકો પણ અમેરિકાની નાગરિકતા પ્રાપ્ત કરી શકે છે? જે અંગે ટ્રમ્પે કહ્યું કે, શક્યતા છે. હું કેટલાક રશિયન ઉદ્યોગપતિઓને જાણુ છું, જે ખુબ જ સારા છે. મને લાગે છે કે, તેઓ ગોલ્ડન કાર્ડ પ્રાપ્ત કરી શકે છે. ટ્રમ્પે કહ્યું કે, આ યોજનાને કારણે અમેરિકામાં પુષ્કળ પૈસા આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, ગોલ્ડનકાર્ડ માટે ખુબ જ પૈસા પણ ખર્ચવા પડશે અને ઘણો બધો ટેક્સ પણ ભરવો પડશે. આ યોજના ખુબ જ સફળ થશે. ટ્રમ્પે કહ્યું કે, આ યોજના દ્વારા 50 લાખ ડોલરની રોકડ રકમ પ્રાપ્ત કરી શકાય છે. ભારતીય રૂપિયામાં આ રકમ 43 કરોડ રૂપિયાની આસપાસ થાય છે.
આ પણ વાંચો : America : શિકાગોમાં ટળી એક મોટી વિમાન દુર્ઘટના, લેન્ડિંગ સમયે જ રન-વે પર આવી ગયું જેટ વિમાન
આ ગોલ્ડ કાર્ડ EB-5 નું સ્થાન લેશે
ટ્રમ્પ તંત્રમાં વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકે જણાવ્યું કે, ગોલ્ડ કાર્ડ એક પ્રકારનું ગ્રીનકાર્ડ જ હશે. ટ્રમ્પની નવી ગોલ્ડ કાર્ડ યોજના હાલના ઇબી 5 યોજનાનું સ્થાન લેશે. તેના દ્વારા પ્રવાસી રોકાણકારો અમેરિકામાં રોકાણ કરીને ગ્રીન કાર્ડ પ્રાપ્ત કરી શકશે. ગોલ્ડકાર્ડના નાણામાંથી અમેરિકામાં અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.
કઇ રીતે પ્રાપ્ત કરી શકાશે ગોલ્ડનકાર્ડ
ગોલ્ડન કાર્ડ પ્રાપ્ત કરવા માટે અમેરિકાની સરકાર દ્વારા અધિકારીક વેબસાઇટ બનાવવામાં આવશે. જેમાં નાગરિકતા મેળવવા માંગતા લોકોએ પોતાની તમામ માહિતી સાથે ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. જેમાં પોતાની સંપત્તિથી માંડીને તમામ માહિતી આપવાની રહેશે. ત્યાર બાદ અમેરિકન અધિકારીઓ દ્વારા તમામ માહિતીને ક્રોસ વેરિફાઇ કરીને ત્યાર બાદ તે વ્યક્તિને ગોલ્ડન કાર્ડ આપવું કે કેમ તે અંગે નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો : 2025 માં મેડ ઇન ઇન્ડિયા સેમીકંડક્ટર ચીપ બનીને થઇ જશે તૈયાર: વૈષ્ણવની મોટી જાહેરાત