મેલોનીની યુરોપને સલાહ : 'અમેરિકા પર નિર્ભર રહેવાનું બંધ કરો!'
- ટ્રમ્પની જીત પછી યુરોપ માટે નવા પડકાર
- મેલોનીનો યુરોપને સંદેશ: 'અમેરિકા તરફ જોવાનું બંધ કરો'
- યુરોપને પોતાની સક્ષમતા વધારવા મેલોનીની સલાહ
- ટ્રમ્પની 'અમેરિકા ફર્સ્ટ' નીતિ સામે યુરોપના નેતાઓની ચિંતા
- યુરોપીય નેતાઓને ટ્રમ્પની સત્તા પરત ફેરવાતા ચિંતા
Giorgia Melonis advice to Europe : અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવારની જીત બાદ દુનિયાભરના સમીકરણો બદલાવા લાગ્યા છે. ટ્રમ્પની જીત બાદ ઈટાલીના વડાપ્રધાને યુરોપિયન યુનિયનને સલાહ આપી છે કે તેઓ અમેરિકા તરફ જોવાનું બંધ કરે અને પોતાને સક્ષમ બનાવવા પર ધ્યાન આપે. મેલોનીએ શુક્રવારે જણાવ્યું હતું કે યુરોપને હવે ટેરિફ, વેપાર સ્પર્ધા અને સંરક્ષણના ક્ષેત્રોમાં પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
યુરોપે બેલેન્સ બનાવવા પર ધ્યાન આપવું પડશે : ઈટાલી PM મેલોની
ન્યૂઝ એજન્સી રોયટર્સના રિપોર્ટ અનુસાર, હંગેરીની રાજધાનીમાં મીડિયા સાથે વાત કરતા મેલોનીએ કહ્યું કે હવે એ ન પૂછો કે અમેરિકા તમારા માટે શું કરી શકે છે, પૂછો કે યુરોપ પોતાના માટે શું કરી શકે છે. હવે યુરોપે બેલેન્સ બનાવવા પર ધ્યાન આપવું પડશે. મેલોનીએ કહ્યું કે અમે જાણીએ છીએ કે અમે શું કરી રહ્યા છીએ, હવે અમારી સામે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ખરેખર આપણે સંસ્થાના સભ્ય દેશોના ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા માગીએ છીએ કે નહીં. શું આપણે આપણી જરૂરિયાતોને સંતોષતા સાધનો બનાવવા માટે સાથે મળીને કામ કરી શકીએ કે કેમ તેના પર આપણે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. મીટિંગ દરમિયાન, ઇટાલિયન અધિકારીઓએ પણ EU GDP ના 2 ટકાના નાટો ખર્ચ લક્ષ્યાંકને પહોંચી વળવા માટેના તેમના કોલને પુનરોચ્ચાર કર્યું.
રૂઢિચુસ્ત ઓળખ માટે મેલોની જાણીતી
ટ્રમ્પની સત્તામાં વાપસી યુરોપિયન યુનિયન માટે એક મોટો પડકાર છે કારણ કે તેમના પાછલા કાર્યકાળથી ટ્રમ્પે અમેરિકન હિતોને પ્રાથમિકતા આપવા અને યુરોપિયન દેશોમાંથી નાટોમાં વધુ યોગદાન આપવાની વાત કહી છે. યુરોપિયન યુનિયનના નેતાઓ એવા સમયે બુડાપેસ્ટમાં બેઠક કરી રહ્યા છે જ્યારે અમેરિકામાં ટ્રમ્પના સત્તામાં પરત ફર્યા બાદ સમગ્ર યુરોપ એકતા બતાવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. તેની બે સૌથી મોટી શક્તિઓ જર્મની અને ફ્રાન્સ રાજકીય રીતે નબળા છે. ઇટાલીના વડાપ્રધાન મેલોની તેમના રૂઢિચુસ્ત ઓળખ માટે જાણીતી છે.
ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ
2022 સુધીમાં તેમની રાઈટ વિંગ સરકારની સ્થિરતાને જોતાં, તેમને ટ્રમ્પ વહીવટીતંત્રના મજબૂત ભાગીદાર તરીકે જોવામાં આવે છે. ટ્રમ્પની જીત બાદ યુરોપિયન યુનિયનના નેતાઓમાં ચિંતા વધવાનું સૌથી મોટું કારણ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ છે. તેમના અગાઉના કાર્યકાળ દરમિયાન, ટ્રમ્પે સતત નાટોના અન્ય સભ્યોને નાટોના ખર્ચના લક્ષ્યાંકો પૂરા કરવા કહ્યું છે. પરંતુ ઇટાલી આ લક્ષ્ય હાંસલ કરવાથી દૂર છે.
આ પણ વાંચો: અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે હંમેશા રહે છે 'Football' બેગ, જાણો તેમાં શું છે