Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતના PM થી લઇને ચીન અને અમેરિકાના રાષ્ટ્રપતિ સુધી, જાણો વિશ્વના નેતાઓને કેટલો મળે છે પગાર

ટ્રમ્પને વાર્ષિક અંદાજે $569,000 પગાર તરીકે મળશે, જેમાં વિવિધ પ્રકારના ભથ્થાં પણ સામેલ છે. આ સાથે એ પણ જાણવું જરૂરી છે કે જો અમેરિકાના રાષ્ટ્રપતિનું પેકેજ આટલું છે તો અન્ય દેશોના વડાઓને કેટલો પગાર મળે છે?
ભારતના pm થી લઇને ચીન અને અમેરિકાના રાષ્ટ્રપતિ સુધી  જાણો વિશ્વના નેતાઓને કેટલો મળે છે પગાર
Advertisement
  • દુનિયાના નેતાઓને કેટલો મળે છે પગાર?
  • ડોનાલ્ડ ટ્રમ્પને કેટલાક દેશોની સરખામણીએ મળશે ઓછો પગાર
  • દુનિયાના નેતાઓને કેટલો મળે છે પગાર સોશિયલ મીડિયામાં ચર્ચા

World's Leader Salary : અમેરિકા જેવા શક્તિશાળી દેશને હવે તેમના નવા રાષ્ટ્રપતિ મળી ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એ કમલા હેરિસને હરાવી અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા જઇ રહ્યા છે. ત્યારે હવે તેમની નીતિઓ કેવી હશે અને તે અમેરિકા સહિત અન્ય કેટલા દેશને ફાયદાકારક હશે તે વિશે ચર્ચાઓ ખૂબ થઇ રહી છે. આ સિવાય એક અન્ય ચર્ચા પણ ખૂબ થઇ રહી છે. તેમને કેટલો પગાર મળશે તેની હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થઇ રહી છે.

Advertisement

અમેરિકાના રાષ્ટ્રપતિને વાર્ષિક કેટલો પગાર મળે છે?

અહેવાલો છે કે ટ્રમ્પને વાર્ષિક અંદાજે $569,000 પગાર તરીકે મળશે, જેમાં વિવિધ પ્રકારના ભથ્થાં પણ સામેલ છે. આ સાથે એ પણ જાણવું જરૂરી છે કે જો અમેરિકાના રાષ્ટ્રપતિનું પેકેજ આટલું છે તો અન્ય દેશોના વડાઓને કેટલો પગાર મળે છે? ખાસ વાત એ છે કે ટ્રમ્પને કેટલાક અન્ય દેશોની સરખામણીમાં ઓછો પગાર મળશે. કેટલાક અન્ય દેશોના વડાઓના પગાર સાંભળી તમે ચોંકી જશો. જણાવી દઇએ કે, અમેરિકાના રાષ્ટ્રપતિને વાર્ષિક 400,000 ડોલરનો પગાર મળે છે. આ સિવાય ભથ્થું પણ અલગથી આપવામાં આવે છે. કોંગ્રેસ દ્વારા વર્ષ 2001માં આ પગાર નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારપછી તેમાં કોઈ ફેરફાર થયો નથી. જો કે અમેરિકન પ્રેસિડેન્ટની આવક સિંગાપોરના વડાપ્રધાન કરતા ઘણી ઓછી છે. બીજી તરફ ભારતના વડાપ્રધાનને દર મહિને 1.66 લાખ રૂપિયા પગાર મળે છે. આ સાથે, તેમને ઘણા પ્રકારના ભથ્થા પણ મળે છે, જેમાં ઘર, ટેલિફોન અને આવવા-જવાના ખર્ચનો સમાવેશ થાય છે.

Advertisement

દેશોના વડાઓવાર્ષિક પગાર પેકેજ
ભારતના વડા પ્રધાન1992000 રૂપિયા
અમેરિકાના રાષ્ટ્રપતિ400 હજાર ડોલર
સિંગાપોરના વડા પ્રધાનલગભગ $1.6 મિલિયન
ચીનના રાષ્ટ્રપતિ22,000 ડોલર
હોંગકોંગના ચીફ એક્ઝિક્યુટિવઆશરે 695000 ડોલર
કુવૈતના રાષ્ટ્રપતિ165 મિલિયન ડોલર
મોનાકો રાજ્યના વડા52 મિલિયન ડોલર

અમેરિકી રાષ્ટ્રપતિને ભથ્થારૂપે કેટલા ડોલર મળે છે?

Advertisement

જો કે, અમેરિકન રાષ્ટ્રપતિના વળતર પેકેજમાં ઘણા ભથ્થાઓનો સમાવેશ થાય છે. તેમને કપડાં અને અન્ય ભથ્થાંમાં $50,000, મનોરંજન ભથ્થાં માટે $19,000, સત્તાવાર મુસાફરી માટે $100,000 નોન-ટેક્સેબલ અને $100,000 વ્હાઇટ હાઉસની સજાવટ માટે મળે છે. આ તમામ સાથે, તેમનું વાર્ષિક પેકેજ $569,000 જેટલું આવે છે. જો આપણે વૈશ્વિક નેતાઓના પગારની વાત કરીએ તો અમેરિકન રાષ્ટ્રપતિનો પગાર સરેરાશ છે. જ્યારે સિંગાપોરના વડાપ્રધાન આ યાદીમાં ટોપ પર છે.

આ પણ વાંચો: Canada : બ્રામ્પટન મંદિર પર હુમલા બાદ હિંદુઓમાં રોષ, પૂજારીએ એક થવા કરી હાંકલ

Tags :
Advertisement

Trending News

.

×