France : 220 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા તબાહી, 1 હજારથી વધુ મોતની આશંકા; અનેક લાપતા
- ફ્રાન્સના મેયોટમાં 'ચિડો' વાવાઝોડાનો કહેર
- 1 હજારથી વધુ મોતની આશંકા, અનેક લાપતા
- 220 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા તબાહી
- ભયંકર વાવાઝોડાના કારણે હજારો મકાન નષ્ટ
- 3 લાખની વસતી ધરાવતો ગરીબ ટાપુ છે મેયોટ
- ફ્રાન્સના PM ફ્રેંકોઈસ બાયરુએ યોજી બેઠક
France : ફ્રાન્સના મેયોટ પ્રદેશમાં ચક્રવાત 'ચિડો'એ ભારે તબાહી મચાવી છે. અહેવાલો અનુસાર, આ દુર્ઘટનામાં મોતનો આંકડો 1,000 સુધી પહોંચી શકે છે. આ માહિતી એક સરકારી અધિકારીએ રવિવારે આપી હતી. મેયોટના પ્રીફેક્ટ ફ્રાન્કોઇસ-ઝેવિયર બ્યુવિલે જણાવ્યું કે, "મને લાગે છે કે અનેક લોકોના મોત થયા છે, અને શક્ય છે કે આ સંખ્યા 1,000 સુધી પહોંચી શકે." તેમણે કહ્યું કે, શનિવારે હિંદ મહાસાગરના ટાપુઓ પર આવી ઉષ્ણકટિબંધીય વાવાઝોડાના ત્રાટકવાની સાથે જ થયેલા વિનાશને કારણે કોઇ ચોક્કસ આંકડા આપવા અત્યંત મુશ્કેલ છે.
ચિડો ચક્રવાતની ભયાવહ અસર
ફ્રાન્સના મેયોટ પ્રદેશમાં ચક્રવાત 'ચિડો'ના કારણે 220 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાયા હતા, જેના પરિણામે વિસ્તારમાં ભારે તબાહી મચી છે. અધિકારીઓએ રવિવારે પૃષ્ટિ કરી કે, મેયોટમાં ઓછામાં ઓછા 11 લોકોનું મૃત્યુ થયું છે, અને આ સંખ્યા વધવાની શક્યતા છે. મેયોટ, જે આફ્રિકાના કિનારે દક્ષિણ-પૂર્વ હિંદ મહાસાગરમાં આવેલો છે, જે ફ્રાન્સનો સૌથી ગરીબ ટાપુ પ્રદેશ અને યુરોપીયન યુનિયનનો સૌથી ગરીબ વિસ્તાર માનવામાં આવે છે.
Chido Cyclone : ફ્રાન્સના મેયોટમાં 'ચિડો' વાવાઝોડાનો કહેર | Gujarat First
ફ્રાન્સના મેયોટમાં 'ચિડો' વાવાઝોડાનો કહેર
1 હજારથી વધુ મોતની આશંકા, અનેક લાપતા
220 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા તબાહી
ભયંકર વાવાઝોડાના કારણે હજારો મકાન નષ્ટ
3 લાખની વસતી ધરાવતો ગરીબ ટાપુ છે મેયોટ
ફ્રાન્સના… pic.twitter.com/zx4FKOILuI— Gujarat First (@GujaratFirst) December 16, 2024
મકાનો અને વૃક્ષોને ભારે નુકસાન
સ્થાનિક રહેવાસીઓએ આપેલી માહિતી અનુસાર, ચિડો ચક્રવાતને કારણે મકાનોને નુકસાન થયું હતું. આ સાથે વૃક્ષો ઉખડી ગયા હતા અને હોડીઓ પલટી અથવા ડૂબી ગઇ હતી. મેયોટમાં ફ્રેન્ચ હવામાન સેવાની માહિતી અનુસાર, આ ચક્રવાતી પવનોએ અનેક મકાનોને નુકસાન પહોંચાડ્યું હતું. 800 કિલોમીટર દૂર આફ્રિકાના પૂર્વ કિનારે સ્થિત આ ટાપુ પર લગભગ 3 લાખ લોકો વસે છે, અને કેટલાક વિસ્તારોમાં તો પૂરેપૂરો નાશ થઇ ગયો છે.
ફ્રાંસના રાષ્ટ્રપતિનું નિવેદન
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને જણાવ્યું કે, તેઓ આ ઘટના પર સતત નજર રાખી રહ્યા છે અને સ્થિતિ જલ્દી જ સુધરે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ છે.
આ પણ વાંચો: હિજાબ વિના ગાવું ઈરાની ગાયિકા Parastoo Ahmadi ને મોંઘું પડ્યું