ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર લેશે પાકિસ્તાનની મુલાકાત, જાણો 10 વર્ષ પછી જવાનું કારણ

વિદેશ મંત્રી એસ જયશંકર પાકિસ્તાન જશે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેશે બંને દેશોના ખરાબ સંબંધો વચ્ચે જયશંકર કરશે પાકિસ્તાનની મુલાકાત S Jaishankar Pakistan Visit : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર લાંબા સમય બાદ પાકિસ્તાનની મુલાકાતે જઈ રહ્યા...
05:15 PM Oct 04, 2024 IST | Hardik Shah
S Jaishankar Pakistan Visit

S Jaishankar Pakistan Visit : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર લાંબા સમય બાદ પાકિસ્તાનની મુલાકાતે જઈ રહ્યા છે, જ્યાં તેઓ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેશે. 10 વર્ષ પછી કોઈ ભારતીય વિદેશ મંત્રી (Indian foreign minister) પાકિસ્તાન જઈ રહ્યા છે. આ બેઠક 15-16 ઓક્ટોબર, 2024ના રોજ ઈસ્લામાબાદમાં યોજાવાની છે. ભારતે લાંબા વિચાર-વિમર્શ બાદ આ સમિટમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે, અને વિદેશ મંત્રાલયે આ માહિતીની પુષ્ટિ કરી છે.

તણાવની વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાત

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ હોવા છતાં, ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર (S Jaishankar) ટૂંક સમયમાં પાકિસ્તાનની મુલાકાતે જઈ રહ્યાં છે. આ પ્રસંગે તેઓ ઈસ્લામાબાદમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની 15-16 ઓક્ટોબરે યોજાનારી બેઠકમાં ભાગ લેશે. જણાવી દઇએ કે, SCO સમિટનો ઉદ્દેશ્ય એ છે કે આર્થિક અને સુરક્ષા ક્ષેત્રે સહકાર વધે. SCO નું શિખર સંમેલન આ વર્ષના ઓક્ટોબર મહિનામાં જ આયોજિત થવા જઈ રહ્યું છે અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની બેઠક પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાવા જઈ રહી છે. 15-16 ઓક્ટોબરે યોજાનારી આ સમિટમાં ભાગ લેવા માટે વિવિધ દેશોને આમંત્રણ મોકલવામાં આવ્યા હતા. તેથી એસ જયશંકર પાકિસ્તાન જશે.

પાકિસ્તાને PM ને આમંત્રણ આપ્યું

વાસ્તવમાં, ગત ઓગસ્ટના અંતમાં, પાકિસ્તાને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને SCO બેઠકમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાની પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું હતું કે, આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જો કે તે પછી ભારત તરફથી આ બેઠકમાં કોણ ભાગ લેશે તે જાહેર કરવામાં આવ્યું નથી. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી SCOની બેઠકમાં ભાગ નહીં લે. તેમના સ્થાને વિદેશ મંત્રી એસ જયશંકર બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

SCO નું મહત્વ શું છે?

SCO સમિટ પહેલા મંત્રી સ્તરની મંત્રણા અને વરિષ્ઠ અધિકારીઓની બેઠકોના અનેક રાઉન્ડ યોજાશે. તે સભ્ય દેશો વચ્ચે નાણાકીય, આર્થિક, સામાજિક-સાંસ્કૃતિક અને માનવતાવાદી સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. જણાવી દઈએ કે SCO એ ભારત, ચીન, રશિયા, પાકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનું એક પ્રભાવશાળી આર્થિક અને સુરક્ષા જૂથ છે.

આ પણ વાંચો:  ત્રીજા વિશ્વયુદ્ધની આહટ વચ્ચે જાપાનમાં બીજા વિશ્વયુદ્ધના સમયનો બોમ્બ અચાનક ફૂટ્યો, 80થી વધુ ફ્લાઈટ્સ રદ

Tags :
Gujarat FirstHardik ShahIndian Foreign Minister S Jaishankar will visit Pakistanjaishankars jaishankar pakistans jaishankar pakistan Visits jaishankar SCO SUMMITs.jaishankarSCOSCO SummitSushma Swaraj visit after 10 yearswill participate in Shanghai Cooperation Organisation SCO meetingWorld Latest News
Next Article