Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Eid-Ul-Fitr 2025: સાઉદી અરબમાં ઈદનો ચાંદ દેખાયો, ભારતમાં ક્યારે કરાશે ઈદની ઉજવણી

સાઉદી અરેબિયામાં રમઝાન ભારત કરતા એક દિવસ વહેલા એટલે કે 1 માર્ચે શરૂ થયો હતો. આ જ કારણ છે કે ભારતમાં ઈદનો તહેવાર સાઉદી અરેબિયાના એક દિવસ પછી 31 માર્ચે ઉજવવામાં આવશે.
eid ul fitr 2025  સાઉદી અરબમાં ઈદનો ચાંદ દેખાયો  ભારતમાં ક્યારે કરાશે ઈદની ઉજવણી
Advertisement
  • મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર તહેવારની કરાશે ઉજવણી
  • સાઉદી અરેબિયામાં ભારત કરતા એક દિવસ વહેલા કરાશે ઉજવણી
  • સાઉદી અરેબિયાએ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી

સાઉદી અરેબિયામાં શનિવારે ઈદનો ચાંદ જોવા મળ્યો છે. આ તહેવાર 30 માર્ચે સાઉદીમાં ઉજવવામાં આવશે. ભારતમાં ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર સાઉદી અરેબિયાના એક દિવસ પછી ઉજવવામાં આવશે. ચાંદ દેખાયા બાદ સાઉદી અરેબિયાએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે રવિવારે ઈદ-ઉલ-ફિત્ર ઉજવવામાં આવશે.

સાઉદી અરેબિયામાં રમઝાન વહેલો શરૂ થયો

સાઉદી અરેબિયામાં, રમઝાન ભારત કરતાં એક દિવસ વહેલો શરૂ થયો, એટલે કે 1 માર્ચે. આ જ કારણ છે કે ભારતમાં ઈદનો તહેવાર સાઉદી અરેબિયાના એક દિવસ પછી 31 માર્ચે ઉજવવામાં આવશે. દર વખતે સાઉદી અરેબિયામાં ઈદનો ચાંદ ભારતમાં એક દિવસ પહેલા દેખાય છે. જોકે, ઈદ ક્યારે ઉજવાશે તે સંપૂર્ણપણે ચાંદ જોવા પર આધાર રાખે છે.

Advertisement

દેશભરના બજારોમાં ગતિવિધિઓ વધી હતી

રમઝાન મહિનાના અંત પછી દસમા મહિના શવ્વાલની પહેલી તારીખે ઈદ ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજાને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવે છે, ઈદગાહમાં નમાજ અદા કરવામાં આવે છે અને મીઠી સેવૈયાં સાથે વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. ઈદ-ઉલ-ફિત્રના કારણે દેશભરના બજારોમાં ધમાલ મચી ગઈ છે. લોકો બેકરી, કન્ફેક્શનરી, રેડીમેડ ગાર્મેન્ટ અને ક્રોકરીની દુકાનોમાં જોરશોરથી ખરીદી કરી રહ્યા છે. વેપારીઓ કહે છે કે બેકરીની દુકાનો પર ખરીદદારોની લાંબી કતારો જોવા મળે છે.

Advertisement

આ પણ વાંચોઃ Myanmar માં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1 ની તીવ્રતા, અત્યાર સુધીમાં 3 વખત ધરતી ધ્રુજી

ઈદના દિવસે, એક મહિના સુધી ઉપવાસ કર્યા પછી, લોકો આખો દિવસ ખાવા-પીવાનું શરૂ કરે છે, મસ્જિદોમાં ખાસ નમાઝ અદા કરવામાં આવે છે, વડીલો નાના બાળકોને ઈદી આપે છે અને લોકો એકબીજાના ઘરે જાય છે. દિલ્હી-મુંબઈ સહિત દેશના ઘણા રાજ્યોમાં ઈદ-ઉલ-ફિત્રના તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી થાય તે માટે વહીવટીતંત્રે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે.

આ પણ વાંચોઃ Earthquake: મ્યાનમારમાં બચાવ કામગીરી માટે ભારતે NDRF ની ટીમો મોકલી, PMએ કહ્યું, હંમેશા સાથે ઉભા છીએ

Tags :
Advertisement

Related News

featured-img
સ્પોર્ટ્સ

Diogo Jota Died : ફૂટબોલ જગતમાં શોકનો માહોલ! પોર્ટુગલના ફેમસ ખેલાડીનું કાર અકસ્માતમાં મોત

featured-img
Top News

Gandhinagar : રાજ્ય સરકાર દ્વારા સૌપ્રથમ વાર ‘રિંગ ફેન્સિંગ ડિજિટલ વૉલેટ ટ્રાન્સફર’ સિસ્ટમ અમલી

featured-img
Top News

VADODARA : સાવલીની નારપુરા ગ્રામ પંચાયત રાજ્યમાં શ્રેષ્ઠ પંચાયત તરીકે નવાજિત

featured-img
સ્પોર્ટ્સ

Shubman Gillએ તોડ્યો વિરાટ કોહલીનો મહાન રેકોર્ડ, આવું કરનાર પહેલો ભારતીય બન્યો

featured-img
ગુજરાત

Gandhinagar : સેક્ટર 1માં બાળકના મોતને લઈને વિરોધ, સેક્ટર ૧ થી ૩૦ ડ્રેનેજ ની કામગીરી ચાલુ: કમિશ્નર

featured-img
Top News

MONSOON SESSION : સાંસદના ચોમાસુ સત્ર પૂર્વે 19 જુલાઇએ સર્વપક્ષીય બેઠકનું આયોજન

×

Live Tv

Trending News

.

×