NASAમાં ડોનાલ્ડ ટ્રમ્પનું કોસ્ટ કટિંગ, ભારતીય મૂળના DEI ચીફ નીલા રાજેન્દ્રને કર્યા બરતરફ
- ફેડરલ ડીપાર્ટમેન્ટ બાદ નાસામાં Donald Trump નું કોસ્ટ કટિંગ
- ડાયવર્સિટી ઈક્વિટી એન્ડ ઈન્ક્લુઝન (DEI) ના વડા નીલા રાજેન્દ્રને બરતરફ કર્યા
- સરકારી એજન્સીઓમાં ચાલતા વિવિધ કાર્યક્રમો પણ ડોનાલ્ડ ટ્રમ્પે બંધ કર્યા છે
America: અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump અત્યારે મોટાપાયે કોસ્ટ કટિંગ કરી રહ્યા છે. તેમણે વિવિધ ફેડરલ ડીપાર્ટમેન્ટમાં મોટાપાયે છટણી કરી છે. તેમજ સરકારી એજન્સીઓમાં ચાલતા વિવિધ કાર્યક્રમો બંધ કર્યા છે. હવે ટ્રમ્પના નિશાના પર નાસા છે. તેમણે કરેલા આદેશ બાદ નાસાએ ભારતીય મૂળના DEI ચીફ Neela Rajendra ને બરતરફ કર્યા છે.
પહેલા બદલી પછી છટણી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મોટા પાયે ફેડરલ કર્મચારીઓને છટણી કરી રહ્યા છે. હવે ટ્રમ્પે નાસાના અધિકારીઓ અને કર્મચારીઓને બરતરફ કરવાનો આદેશ જારી કર્યો છે. આ પછી, NASA એ ભારતીય મૂળના ડાયવર્સિટી ઈક્વિટી એન્ડ ઈન્ક્લુઝન (DEI) ના વડા નીલા રાજેન્દ્રને બરતરફ કર્યા. અગાઉ Donald Trump ના આદેશ બાદ નાસાએ Neela Rajendra નો હોદ્દો બદલીને ઓફિસ ઓફ ટીમ એક્સેલન્સ એન્ડ એમ્પ્લોયી સક્સેસના વડા બનાવ્યા હતા પરંતુ આખરે તેમણે પોતાની નોકરી ગુમાવી જ પડી.
છટણી કરવા માટે નવો વિભાગ બનાવ્યો
ટ્રમ્પના આદેશ બાદ નાસાએ 10 માર્ચે એક નવો વિભાગ બનાવ્યો. જેમાં NASA ના કર્મચારીઓને કહેવામાં આવ્યું હતું કે નીલા રાજેન્દ્ર હવે ટીમ એક્સેલન્સ એન્ડ એમ્પ્લોયી સક્સેસ ઓફિસના વડા બનશે. નવી ભૂમિકા સંભાળ્યા પછી, રાજેન્દ્રએ લિંક્ડઈન પર લખ્યું હતું કે, નાસા ખાતે નવા રચાયેલા કાર્યાલયના વડા તરીકેનું તેમનું કાર્ય મુખ્યત્વે સાથે મળીને વિશેષ કાર્યો કરવાની આપણી ક્ષમતાને બહાર લાવવાનું છે. જો કે એપ્રિલની શરૂઆતમાં ટ્રમ્પના કડક પગલાં બાદ Neela Rajendra ને બરતરફ કરવામાં આવ્યા. ટ્રમ્પે સરકારી એજન્સીઓના અનેક કાર્યક્રમો બંધ કરી દીધા છે. એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે આવા કાર્યક્રમોએ અમેરિકનોને જાતિ, રંગ અને લિંગના આધારે વિભાજિત કર્યા છે.
જેટ પ્રોપલ્શન લેબોરેટરીનો ઈમેલ
આ ઈમેલ નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં પ્રયોગશાળામાં કામ કરતા કર્મચારી નીલા રાજેન્દ્રને બરતરફ કરવાની સૂચના આપવામાં આવી હતી. નાસા જેપીએલના ડિરેક્ટર લૌરી લેશિન દ્વારા મોકલવામાં આવેલા ઈમેલમાં ઉલ્લેખ છે કે, Neela Rajendra હવે જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં કામ કરતા નથી. અમારી સંસ્થામાં તેમણે જે ઊંડી છાપ છોડી છે તેના માટે અમે ખૂબ આભારી છીએ. અમે તેમને શુભકામનાઓ પાઠવીએ છીએ.
આ પણ વાંચોઃ Aliens અંગે CIAની સિક્રેટ ફાઈલ વાયરલ, ધરતી પર પાંચ એલિયન્સ આવ્યા હોવાનો દાવો