ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમેરિકાની ચૂંટણી જીતવા Donald Trump નો અનોખો અંદાજ, સમર્થકો માટે બનાવી French Fries

McDonald's માં ટ્રમ્પનો અનોખો અંદાજ રાષ્ટ્રપતિ ચૂંટણી પૂર્વે લગાવ્યો ફ્રેન્ચ ફ્રાઈઝનો તડકો સમર્થકો માટે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવતા Donald Trump Donald Trump making french fries : અમેરિકાની આગામી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર Donald Trump હાલમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક...
09:53 AM Oct 21, 2024 IST | Hardik Shah
Donald Trump
  • McDonald's માં ટ્રમ્પનો અનોખો અંદાજ
  • રાષ્ટ્રપતિ ચૂંટણી પૂર્વે લગાવ્યો ફ્રેન્ચ ફ્રાઈઝનો તડકો
  • સમર્થકો માટે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવતા Donald Trump

Donald Trump making french fries : અમેરિકાની આગામી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર Donald Trump હાલમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક પ્રચાર કરી રહ્યા છે. 78 વર્ષીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ Donald Trump, જેઓ ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ સામે રાષ્ટ્રપતિ પદ માટેની રેસમાં છે, જેઓ પ્રચાર દરમિયાન McDonald's ની મુલાકાતે પહોંચ્યા હતા. આ પ્રવાસ દરમિયાન તેમણે લોકો માટે ખાસ અંદાજમાં ફ્રેન્ચ ફ્રાઈઝ પીરસી હતી, જેની ચર્ચા આજે તમામ મીડિયા પ્લેટફોર્મ પર થઇ રહી છે.

McDonald’sમાં ટ્રમ્પનો અનોખો અંદાજ

Donald Trump રવિવારે પેન્સિલવેનિયામાં પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે તેમણે McDonald’s ની મુલાકાત લીધી હતી. આ દરમિયાન Trumpનું વિલક્ષણ ચરિત્ર ફરીવાર સામે આવ્યું. McDonald's,માં તેઓ સફેદ શર્ટ અને લાલ ટાઈ સાથે કાળો અને પીળો એપ્રોન પહેરીને લોકો માટે બટાકાની ફ્રાઈઝ બનાવતા અને પીરસતા જોવા મળ્યા. જે લોકો માટે આશ્ચર્યજનક અને રમુજી સાબિત થયું હતું. જણાવી દઇએ કે, ટ્રમ્પ આ પહેલા કમલા હેરિસના "મધ્યમ વર્ગની પૃષ્ઠભૂમિ"ના દાવાને પડકારવા માટે પેન્સિલવેનિયાના ફિસ્ટરવિલે-ટ્રેવોઝમાં મેકડોનાલ્ડ્સ ખાતે રોકાયા હતા. તમને જણાવી દઈએ કે, પોતાના ચૂંટણી પ્રચારમાં કમલા હેરિસે પોતાના જૂના કોલેજ દિવસોને યાદ કરતા કહ્યું હતું કે, વોશિંગ્ટનની હોવર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે તે કેશ રજિસ્ટરમાં કામ કરતી હતી અને મેકડોનાલ્ડ્સમાં ફ્રાઈસ બનાવતી હતી. જોકે એક અહેવાલ મુજબ, ટ્રમ્પે વારંવાર દાવો કર્યો છે કે હેરિસે ક્યારેય મેકડોનાલ્ડ્સમાં કામ કર્યું નથી. "મેકડોનાલ્ડ્સમાં કામ કરવું એ તેમના રેઝ્યૂમેનો એક મોટો ભાગ હતો. તે કેટલું મુશ્કેલ કામ હતું," ટ્રમ્પે પેન્સિલવેનિયાના ફિસ્ટરવિલેમાં રેસ્ટોરન્ટમાં કહ્યું. "તેણીએ ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી અને કહ્યું કે તે ગરમીમાં પરેશાન થઈ જતી હતી. હું કહું છું કે, તેણીએ ક્યારેય મેકડોનાલ્ડ્સમાં કામ કર્યું નથી."

લોકોમાં ઉત્સાહ અને French Friesની મજા

Trump માત્ર રેસ્ટોરન્ટની મુલાકાત લેવા માટે જ ન હોતા આવ્યા, પરંતુ તેમણે લોકો માટે French Fries પણ તૈયાર કરી હતી. તેમણે ડ્રાઈવ-થ્રુ વિન્ડો દ્વારા કેટલાક લોકોને French Fries આપી હતી. આ સમય દરમિયાન, લોકોમાં Trumpને જોઈને ઉમળકો અને ઉત્સાહ છલકાયો હતો. Trumpના સમર્થકો તેમને જોઈને ખુશ થઈ ગયા, અને તેમની આ અનોખી શૈલીને ખૂબ વખાણી. French Fries પીરસવાની આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા છે. દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે, "મને આ કામ ગમે છે. મને અહીં ખૂબ જ મજા આવે છે." "હું હંમેશા મેકડોનાલ્ડ્સમાં કામ કરવા માંગતો હતો," તેમણે તેમના સત્તાવાર X (અગાઉ ટ્વિટર) એકાઉન્ટ પર પોસ્ટ કરેલા વીડિયોમાં જણાવ્યું હતું. આ પહેલા અમેરિકાના રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ફરી કહ્યું છે કે તેઓ ઇમિગ્રન્ટ્સને આવકારે છે, પરંતુ તે શરતે કે તેઓ કાયદેસર રીતે આવે. ગેરકાયદેસર વસાહતીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ વર્ષે ઓગસ્ટ સુધીમાં, વિશ્વભરમાં 2.75 મિલિયન ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ગેરકાયદેસર રીતે પ્રવેશવા બદલ પકડવામાં આવ્યા હતા, જે ગયા વર્ષે 3.2 મિલિયન હતા.

આ પણ વાંચો:  વિશ્વમાં ગરબીનો ચોંકાવનારો આંકડો, 455 મિલિયન લોકો મૂળભૂત જરૂરિયાતોથી વંચિત; ભારતમાં કેટલા?

Tags :
Chef Donald TrumpDonald TrumpDonald Trump in McDonaldDonald Trump making french friesDonald Trump NewsFrench FriesGujarat FirstHardik Shah
Next Article