Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પૃથ્વી તરફ વાયુ વેગે આવી રહ્યા છે ખતરનાક Asteroids! વૈજ્ઞાનિકોએ આપી આ ભયનાક ચેતવણી

પૃથ્વી તરફ આવી રહ્યા છે ખતરનાક Asteroids! વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી શું એસ્ટરોઇડ ટકરાશે પૃથ્વી સાથે? પૃથ્વી પર આવી શકે છે ભૂકંપ અને તોફાન છેલ્લા કેટલાક દિવસોમાં પૃથ્વી (Earth) પર Asteroids ની ગતિવિધિમાં નોંધપાત્ર વધારો થયો છે. વૈજ્ઞાનિકો (Scientists) એ...
12:29 PM Sep 23, 2024 IST | Hardik Shah
Asteroid is coming towards Earth

છેલ્લા કેટલાક દિવસોમાં પૃથ્વી (Earth) પર Asteroids ની ગતિવિધિમાં નોંધપાત્ર વધારો થયો છે. વૈજ્ઞાનિકો (Scientists) એ ચેતવણી (Warned) આપી છે કે આવી ઘટનાઓ પૃથ્વી પર ભૂકંપ (Earthquakes) અને તોફાન (Storms) જેવી કુદરતી આપદાઓ તરફ દોરી શકે છે. આજના દિવસમાં બે મોટા Asteroids ખૂબ જ તેજ ગતિએ પૃથ્વીની તરફ વધી રહ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે, તેમની પૃથ્વી સાથે અથડામણ થવાની શક્યતા ખૂબ ઓછી છે, પરંતુ તેમની નજીકથી પસાર થવાથી પૃથ્વી પર અસરકારક ઘટનાઓની સંભાવના છે.

વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

એસ્ટરોઇડને લાંબા સમયથી પૃથ્વી માટે ખતરો માનવામાં આવે છે. કહેવાય છે કે જો કોઈ Asteroid પૃથ્વી સાથે અથડાશે તો તબાહી સર્જાશે. મળી રહેલી માહિતી અનુસાર, પૃથ્વી તરફ બે Asteroid તેજ ગતિએ આવી રહ્યા છે. ત્યારે હવે વૈજ્ઞાનિકોએ જાણકારી આપી છે કે, 24 સપ્ટેમ્બરની રાત્રે આ બંને Asteroids પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થશે. આ બે Asteroids પૈકી એક છે 2024 RO11, જેનો કદ લગભગ 120 ફૂટનો છે અને તે પૃથ્વીની નજીક લગભગ 4,580,000 mphની ઝડપે આગળ વધી રહ્યો છે. બીજું Asteroid છે 2020 GE, જેનો કદ 26 ફૂટનો છે અને તે પૃથ્વી પાસેથી 410,000 માઇલના અંતરેથી પસાર થશે. આ અંતર પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતરને ધ્યાનમાં લેતાં થોડી વધારે છે. નાસાની જેટ પ્રોપલ્શન લેબ આ Asteroids પર નજર રાખી રહી છે. જોકે બંને Asteroid પૃથ્વી માટે કોઈ ખતરો નથી, લોકો ખાસ દૂરબીન વડે તેમની ઝલક જોઈ શકે છે. આવતીકાલે પણ 25મી સપ્ટેમ્બરની રાત્રે, એક એસ્ટરોઇડ 2024 RK7 પૃથ્વીની નજીકથી પસાર થશે અને તેનો વ્યાસ લગભગ 100 ફૂટ છે.

Asteroid શું છે?

Asteroid ધાતુઓ અને ખનિજોનું મિશ્રણ છે અને તેઓ ગ્રહોની આસપાસ ફરે છે. જ્યારે કેટલાક Asteroid પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે, ત્યારે તેમને ઉલ્કાઓ કહેવામાં આવે છે. આ સૌરમંડળના અવશેષો છે, જેની રચના લગભગ 4.6 અબજ વર્ષ પહેલાં થઈ હતી. મોટાભાગના Asteroid ગુરુના પટ્ટામાં છે, જ્યાં ગુરુત્વાકર્ષણ તેમને ગ્રહો બનવાથી રોકે છે. લોકો ખાસ ટેલિસ્કોપ દ્વારા આ Asteroids ની ઝલક જોઈ શકે છે અને વૈજ્ઞાનિકો આ ઘટનાઓ પર નજર રાખી રહ્યા છે.

આ પણ વાંચો:  સ્પેસ ટૂરિઝમમાં આવી નવી ક્રાંતિ; પ્રથમ ખાનગી Spacewalk થયું પૂર્ણ, જાણો તેની ખાસ વાત

Tags :
2020 GE asteroid proximity2024 RO11 asteroid detailsAsteroid impact warningAsteroid near-miss EarthAsteroid watch telescopeasteroidsAsteroids causing natural disastersAsteroids close encounter with Earthasteroids Earth hitAsteroids near Earth 2024Asteroids passing Earth in SeptemberEarthEarth approaching asteroidsEarthquake and storm predictionsEarthquakesGujarat FirstHardik ShahNASA asteroid trackingNASA Jet Propulsion LaboratoryPotential asteroid impactsScientistsSpace debris near Earthstorms
Next Article
Home Shorts Stories Videos