NASA ના અવકાશયાત્રીઓએ ISS પર ક્રિસમસની ઉજવણી કરતા શરૂ થયો વિવાદ
- NASAના અવકાશયાત્રીઓએ ISS પર ક્રિસમસની કરી ઉજવણી, વિવાદ ઊભો
- NASA પર ક્રિસમસ વિવાદ: શું ખરેખર ISS પર મનાવી રહ્યા છે આ તહેવાર?
- NASAના અવકાશયાત્રીઓએ ISS પર ક્રિસમસની ઉજવણી, લોકોમાં શંકાઓ
- NASAની ISS પર ક્રિસમસ ઉજવણી: સોશિયલ મીડિયામાં ઉઠ્યો વિવાદ
- NASAએ ISS પર મોકલેલા ક્રીસમસ ગિફ્ટ્સ અને ખોરાકનો અનોખો અનુભવ
Sunita Williams Celebrate Christmas : આ વર્ષે NASA ના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી મિત્રો અવકાશમાં ક્રિસમસની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. તેમણે આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ISS) પર 23 ડિસેમ્બર, 2024ના રોજ પોતાના પરિવાર, મિત્રો અને નાસાની ટીમને “મેરી ક્રિસમસ”ની શુભેચ્છાઓ પાઠવી હતી. આ ખાસ ઉજવણીનો વીડિયો NASA એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો છે, જેમાં સુનિતા વિલિયમ્સ, ડોન પેટિટ, નિક હેગ અને બૂચ વિલ્મોર દેખાઇ રહ્યા છે. જોકે, આ ઉજવણીને લઇને સોશિયલ મીડિયા પર વિવાદ ઉભો થયો છે. શું છે વિવાદ આવો જાણીએ આ આર્ટિકલમાં...
સોશિયલ મીડિયા પર શંકા અને ષડયંત્રના દાવા
વીડિયો સામે આવતા જ કેટલાક યુઝર્સે શંકા વ્યક્ત કરી અને સોશિયલ મીડિયા પર આ અંગે સવાલો ઉઠાવ્યા હતા. કેટલાક લોકોએ પૂછ્યું કે, “શું આ અવકાશયાત્રીઓ સાન્ટા ટોપી અને ક્રિસમસ ડેકોરેશનનો સામાન ISS પર લઇને ગયા હતા, અથવા આ વસ્તુઓ ત્યાં જ તૈયાર કરવામાં આવી હતી?” કેટલાક યૂઝર્સે તો આને ‘મોટું ષડયંત્ર’ ગણાવ્યું અને દાવો કર્યો કે આ બધા ફોટા અને વીડિયો એ સ્ટુડિયોમાં બનાવવામાં આવ્યા છે. બીજી બાજુ, શું આ એજ લોકો છે કે જે જૂનમાં 8 દિવસ માટે ગયા હતા!'
To everyone on Earth, Merry Christmas from our @NASA_Astronauts aboard the International @Space_Station. pic.twitter.com/GoOZjXJYLP
— NASA (@NASA) December 23, 2024
વિવાદ બાદ NASA ની સ્પષ્ટતા
આ શંકાઓના જવાબમાં, NASAએ સ્પષ્ટતા કરી કે ISS પર તાજેતરમાં મોકલવામાં આવેલ ક્રિસમસ ડેકોરેશન, સ્પેશિયલ ગિફ્ટ્સ અને તહેવાર માટેના ભોજનને SpaceX દ્વારા નવેમ્બર અંતે મોકલવામાં આવ્યા હતા. NASAના જણાવ્યા અનુસાર, આ સામાન ISS પર પહોંચવાનો પ્રયાસ કરીને, અવકાશયાત્રીઓ માટે તહેવારોની મજા માણવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ISS પર મળેલા ખોરાક અને ક્રિસમસ ગિફ્ટ્સ
NASA દ્વારા શેર કરાયેલા વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે, ISS પર સવાર 7 અવકાશયાત્રીઓ અને કોસ્મોનોટ્સને જે મોકલવામાં આવ્યું હતું તે છે, હેમ, ટર્કી, શાકભાજી, પાઈ અને કૂકીઝ જેવા સ્વાદિષ્ટ વાનગીઓ. ઉપરાંત, ISS પર સાન્તા હેટ અને નાનો ક્રિસમસ ટ્રી પણ મોકલવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: અવકાશમાં વધુ સમય રહેવાથી Sunita Williams ની હાલત ખરાબ!