ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

China એ મિશન મૂન માટે અવકાશયાત્રીઓ બનાવ્યા ખાસ સ્પેસ સૂટ, જુઓ...

ચીનના આ Space suitએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે મિશન દ્વારા ચીન Moon ના દક્ષિણ ધ્રુવ પર પાણીની શોધ કરશે ચીનના મિશન Moon અંતર્ગત લગભગ 2 કિલો માટી લાવ્યા China Moon Mission Space suit : ચીને Moon ઉપર માનવ...
07:46 PM Oct 01, 2024 IST | Aviraj Bagda
China unveils lunar spacesuit for crewed moon mission

China Moon Mission Space suit : ચીને Moon ઉપર માનવ પરિક્ષણની તૈયારી કરી રહ્યું છે. ચીને આ મિશનની સફળતા માટે એક પગલું આણગળ વધાર્યું છે. China Manned Space Agency (CMSA) એ Astronaut માટે Space suit નું અનાવરણ કર્યું છે. આ Space suit સફેદ અને લાલ રંગનું છે. તો Moon ની સપાટીના તાપમાન, કિરણોત્સર્ગ તેમજ ધૂળનો સામનો કરવામાં સક્ષમ છે. તે ઉપરાંત Space suit ફ્લેક્સિબલ છે. તેના કારણે Astronaut ઓ Moon ની સપાટી પર કોઈપણ કાર્ય સરળતાથી પૂર્ણ કરી શકે છે. તો Moon ની સપાટી પર ઉતરવા માટે તૈયાર કરાયેલા આ સ્પેસસુટ પર લોંગ રેન્જ અને શોર્ટ રેન્જ કેમેરા લગાવવામાં આવ્યા છે.

ચીનના આ Space suitએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે

CMSA દ્વારા જાહેર કરવામાં આવેલા વિડિયોમાં, આ Space suit ઓપરેશન કન્સોલ અને ગ્લેર પ્રૂફ હેલ્મેટ વિઝર સાથે ફીટ પણ જોવા મળે છે. ચીનના Astronaut ઝાઈ ઝિગાંગ અને વાંગ યેપિંગ આ Space suit પહેરીને સીડીઓ ચઢવી અને નીચે નમવું કેટલું સરળ છે તે દર્શાવતા જોવા મળે છે. તો ચીનના આ Space suit એ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. સ્પેસએક્સના સીઈઓ ઈલોન મસ્કે આ વીડિયો શેર કરીને અમેરિકાના સ્પેસ પ્રોગ્રામની ધીમી પ્રક્રિયાની ટીકા કરી છે.

આ પણ વાંચો: Polaris Mission નો પ્રથમ વીડિયો સોશિયલ મીડિયા ઉપર કરાયો શેર, જુઓ....

મિશન દ્વારા ચીન Moon ના દક્ષિણ ધ્રુવ પર પાણીની શોધ કરશે

ચીન લાંબા સમયથી Moon ઉપર ખાસ પરિક્ષણ કરવા માગે છે. તેથી NASA નું કહેવું છે કે જો ચીનને Moon પર પાણી મળશે તો તે તેના પર દાવો કરશે. જોકે, ચીનનું કહેવું છે કે તે અન્ય દેશો સાથે પણ આ મામલે સહયોગ છે. Moon ની સપાટી પરથી માટી લાવવાનું મિશન ચાઇનાના માનવોને Moon પર મોકલવાના મિશનનો એક ભાગ હતું. આ પહેલા ચીન 2026 અને 2028 માં ચાંગ ઈ-7 અને ચાંગ ઈ-8 મિશન પણ લોન્ચ કરશે. આ મિશન દ્વારા ચીન Moon ના દક્ષિણ ધ્રુવ પર પાણીની શોધ કરશે. જે બાદ 2030 સુધીમાં ચીન Moon પર Astronaut ઓ મોકલવાની અને સંશોધન આધાર બનાવવાની તૈયારી કરી રહ્યું છે.

ચીનના મિશન Moon અંતર્ગત લગભગ 2 કિલો માટી લાવ્યા

આ વર્ષે ચીને Moon ના અંધારપટવાળા વિસ્તારમાં માટી લાવનાર વિશ્વનો પહેલો દેશ પણ બની ગયો છે. CNSA એ આ વર્ષે 3 મેના રોજ ચાંગે-6 મિશન લોન્ચ કર્યું હતું. જે 2 જૂને Moon ના અંધારપટ વિસ્તારમાં ઉતર્યું હતું અને ત્યાંથી સેમ્પલ લીધા બાદ 25 જૂને ચીનની ધરતી પર પરત ફર્યું હતું. ચીનના મિશન Moon અંતર્ગત લગભગ 2 કિલો માટી લાવ્યા છે. જે લગભગ 4 અબજ વર્ષ જૂની હોવાનું કહેવાય છે. એવું માનવામાં આવે છે કે Moon ના તે ભાગમાં જ્યાંથી માટી લાવવામાં આવી છે. ત્યાં બરફના રૂપમાં પાણી હાજર છે. આ જ કારણ છે કે ચીનના આ મિશને નાસાના અધિકારીઓને મુશ્કેલીમાં મૂકી દીધા છે.

આ પણ વાંચો: Solar Eclipse 2024 ભારતમાં આ તારીખે થશે, જાણો ક્યારે અને કેવી રીતે?

Tags :
China human moon missionChina moon landing spacesuitChina Moon Mission Space suitChina space agencyChina unveils lunar spacesuit for crewed moon missionElon Musk on ChinaGujarat First
Next Article