California Plane Crash: અમેરિકામાં પ્લેન ક્રેશ થતા 2નાં કરૂણ મોત
- અમેરિકાના કેલિફોર્નિયામાં એક પ્લેન ક્રેશ
- કોમર્શિયલ બિલ્ડિંગ સાથે અથડાયું હતું
- 11લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે
California Plane Crash:અમેરિકાના સધર્ન કેલિફોર્નિયામાં એક પ્લેન ક્રેશ (California Plane Crash)થયું છે. ગુરુવારે (2 જાન્યુઆરી) બપોરે સધર્ન કેલિફોર્નિયામાં એક સિંગલ-એન્જિન પ્લેન એક કોમર્શિયલ બિલ્ડિંગ સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે. જેમાં 18 ઘાયલ હોવાનું કહેવાય છે. ફુલર્ટન પોલીસ વિભાગના પ્રવક્તા ક્રિસ્ટી વેલ્સે કહ્યું કે કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ થઈ અને કેટલાકને ગંભીર ઈજાઓ થઈ. 10 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને 8ને ઘટનાસ્થળે સારવાર આપીને રજા આપવામાં આવી હતી.
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને પ્લેનની ઓળખ સિંગલ એન્જિન વેન આરવી-10 તરીકે કરી હતી
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને પ્લેનની ઓળખ સિંગલ એન્જિન વેન આરવી-10 તરીકે કરી હતી. ઓરેન્જ કાઉન્ટીનું પ્રતિનિધિત્વ કરતા યુ.એસ.ના પ્રતિનિધિ લૂ કોરેઆએ ટ્વિટર (અગાઉનું ટ્વિટર) પર શેર કર્યું હતું કે વિમાન ફર્નિચર મેન્યુફેક્ચરિંગ બિલ્ડિંગ સાથે અથડાયું હતું. ડિઝનીલેન્ડથી લગભગ 6 માઈલ દૂર આવેલા ફુલર્ટન મ્યુનિસિપલ એરપોર્ટ પાસે આ અકસ્માત થયો હતો.
Video Captures Plane Crash Into Fullerton Warehouse, 1 Dead, 15 Injured
Shocking video shows the moment a small plane crashed into a commercial warehouse in Fullerton, California. Police have confirmed at least one person was killed and 15 others injured in the incident.… pic.twitter.com/STOxpnmenV
— News is Dead (@newsisdead) January 3, 2025
આ પણ વાંચો -ચીનમાં નવા વાયરસે મચાવી તબાહી! અત્યાર સુધીમાં 170 લોકોના મોત, ઈમરજન્સી લાગુ
ટેક ઓફ થયાના એક મિનિટ પછી ક્રેશ થયું
ફુલર્ટન પોલીસના પ્રવક્તા ક્રિસ્ટી વેલ્સે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે 2:09 વાગ્યે (સ્થાનિક સમય) પોલીસને ફુલર્ટન, ઓરેન્જ કાઉન્ટીમાં અકસ્માત અંગે ચેતવણી આપવામાં આવી હતી. આ પછી ફાયર બ્રિગેડ અને પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો અને આસપાસની દુકાનો ખાલી કરાવી હતી. આગને કારણે એક વેરહાઉસને નુકસાન થયું છે, જેમાં સિલાઈ મશીન અને કપડાંનો સ્ટોક રાખવામાં આવ્યો હતો.
Small plane crashes into commercial warehouse in Fullerton, California. pic.twitter.com/mbsl467JMl
— TheHero 🦅 🇺🇸 (@The_Hero_10) January 2, 2025
આ પણ વાંચો -પાકિસ્તાનના PM શાહબાઝ શરીફનું નિવેદન, કહ્યું, 'તાલિબાનને કચડ્યા વિના આગળ ન વધી શકીએ'
ફ્લાઈટ-ટ્રેકિંગ વેબસાઈટ ફ્લાઈટઅવેરના જણાવ્યા અનુસાર, ચાર સીટવાળું, સિંગલ-એન્જિન પ્લેન ટેકઓફ કર્યાના એક મિનિટ પછી ક્રેશ થયું હતું. આ ઘટના સાથે જોડાયેલ એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પ્લેનનો કાટમાળ છત પર સળગતો જોવા મળી રહ્યો છે.