સાપ્તાહિક 2 કરોડ કમાનાર વ્યક્તિની તેની પુત્રી સાથે મધદરિયે મોત થઈ
22 લોકોને લઈને yacht દરિયાકાંઠેથી નીકળી
પોલીસ Bayesian yachtના કેપ્ટનની પૂછપરછ કરી રહી
yacht માં સવાર 12 લોકો દરિયામાં રજા માણવા નીકળ્યા
Mike Lynch and his daughter: UK ના ઉદ્યોગપતિ Mike Lynch અને તેમની પુત્રી હેન્નાના મૃતદેહ ઇટાલીને અડીને આવેલા ભૂમધ્ય ટાપુ Sicily ના દરિયાકાંઠે ભીષણ તોફાન વચ્ચે ડૂબી ગયેલીBayesian yachtમાંથી મળી આવ્યા છે. ગત દિવસોમાં Italy માં ભારે પવનને કારણે Bayesian yacht દરિયામાં પલટી ગઈ હતી. ત્યારથી રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહ્યા છે. જોકે આ ઘટનામાં 15 લોકોને જીવતા બચાવી લેવાયા હતાં. જ્યારે 7 લોકો ગુમ થયા હતાં. જેમાંથી 5 ના મૃતદેહ મળી આવ્યા છે. 3 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને 2 મૃતદેહ હજુ પણ પાણીમાં છે.
22 લોકોને લઈને yacht દરિયાકાંઠેથી નીકળી
19 ઓગસ્ટના રોજ ખરાબ હવામાન વચ્ચે 22 લોકોને લઈને Bayesian yacht Sicily ના દરિયાકાંઠેથી નીકળી હતી. ત્યારે મઘજરિયે આ ઘટના બની હતી. તો જે 7 લોકો લાપતા હતાં, તેમાંથી ચાર UKના નાગરિકો, બે અમેરિકન અને એક કેનેડિયનનો સમાવેશ થાયો હતો. UK ના જે ચાર લોકો ગુમ થયા હતા તેમાં tech tycoon Mike Lynch અને તેમની પુત્રીનો સમાવેશ થાયો હતો. આ ઉદ્યોગસાહસિક અઠવાડિયામાં 1,80,35,172 પાઉન્ડ કમાય છે. જોકે Bayesian yacht માં જ્યારે આ ઘટના બની હતી, ત્યારબાદ તેમની પત્નીને સહીસલામાત બચાવી લેવામાં આવી હતી.
આ પણ વાંચો: US : ભારતીય ડોક્ટરનો કાંડ જાણી તમે પણ ચોંકી જશો, મળ્યા 13,000 થી પણ વધુ અશ્લિલ વીડિયો...
World News
Mom of baby rescued from capsized superyacht the Bayesian describes how she saved little girl from wreck#news #worldnews #momslife #Rescued #Superyaht #MikeLinch
A brave British mom who made it out alive after a superyacht sank off the coast of Italy said she used… pic.twitter.com/1dlfmWqxo6— Awesome People (@Awesomepeopleuk) August 20, 2024
પોલીસ Bayesian yacht ના કેપ્ટનની પૂછપરછ કરી રહી
અધિકારીઓએ જણાવ્યું કે આજે બે મૃતદેહ મળી આવ્યા હતા. તેઓ તૂટેલી Bayesian yacht ની કેબિનની અંદર ગાદલા પર ફસાયેલા હતાં. તો લાપતા થયેલા દંપતીના મૃતદેહ પણ મળી આવ્યા છે. પરંતુ તેઓને બહાર કાઢી શકાયા ન હતાં. અને લાપતા થયેલા 7 લોકોમાંથી અત્યાર સુધીમાં 5 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જે પૈકી બે બ્રિટિશ અને બે અમેરિકન નાગરિકોની ઓળખ થઈ નથી. તે ઉપરાંત પોલીસ ક્રેશ થયેલા Bayesian yacht ના કેપ્ટન 51 વર્ષીય જેમ્સ કટફિલ્ડની પૂછપરછ કરી રહી છે. તે ઉપરાંત બચાવ કાર્યમાં ફાયર ફાઈટર, હેલિકોપ્ટર, પોલીસ અને ડાઈવર્સની મદદ લેવામાં આવી રહી છે.
yacht માં સવાર 12 લોકો દરિયામાં રજા માણવા નીકળ્યા
તો 2012 માં પણ આવી જ ઘટના બની હતી. જ્યારે એક જહાજ ખડક સાથે અથડાયું હતું. જેના કારણે 33 લોકોના મોત થયા છે. પરંતુ આ વખતે ભારે તોફાન વચ્ચે Bayesian yacht પોર્ટિસેલો નજીક ધસી આવી હતી. Bayesian yacht પર UK નો ધ્વજ હતો. Bayesian yacht 56 મીટર લાંબી હતી. Bayesian yachtમાં સવાર 12 લોકો એવા મુસાફરો હતા જેઓ દરિયામાં રજા માણવા નીકળ્યા હતાં. Bayesian yacht માં 10 લોકોનો સ્ટાફ હતો. તેમાંથી 8 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ એક લક્ઝરી Bayesian yacht હતી, જે દરિયામાં મહત્તમ 15 નોટ પ્રતિ કલાકની ઝડપે દોડી શકતી હતી.