ત્રીજા વિશ્વ યુદ્ધનું ફૂંકાઈ ગયું બિગુલ? HEZBOLLAH ના ઘાતક હુમલાથી ISRAEL માં EMERGENCY જાહેર!
- HEZBOLLAH એ આજે ઇઝરાયેલ પર અત્યાર સુધીનો સૌથી મોટો જવાબી હુમલો કર્યો
- સેંકડો ડ્રોન્સ દ્વારા ઇઝરાયેલના મહત્વપૂર્ણ સ્થળોને નિશાન બનાવાયું
- ઇઝરાયેલી રક્ષા મંત્રી યેવ ગાલાંટે સમગ્ર દેશમાં EMERGENCY જાહેર કરી
HEZBOLLAH એ હવે આખરે પોતાનો બદલો લેવાની શરૂઆત કરી દીધી છે. લેબનીઝ આતંકી જૂથ HEZBOLLAH એ આજે ઇઝરાયેલ પર અત્યાર સુધીનો સૌથી મોટો જવાબી હુમલો કર્યો છે. જૂથે સેંકડો ડ્રોન્સ દ્વારા ઇઝરાયેલના મહત્વપૂર્ણ સ્થળોને નિશાન બનાવ્યું છે. જો કે આ હુમલામાં ઇઝરાયેલને કયાં સુધી અને કેટલું નુકસાન થયું છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી, પરંતુ ઇઝરાયેલી રક્ષા મંત્રી યેવ ગાલાંટે સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કર્યું છે, જે આ હુમલાની તીવ્રતા દર્શાવે છે. હવે આ યુદ્ધએ ભયંકર સ્વરૂપ લેતા આખા વિશ્વની નજર ISEAEL ઉપર છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો
ISRAEL અને HEZABOLLAH વચ્ચેનો તણાવ ચરમસીમાએ
હમલાના શરૂઆતમાં જ, હિઝબુલ્લાહ સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે - આ હુમલો બેરૂતમાં તેમના ટોચના કમાન્ડર ફુઆદ શુકરની હત્યાનો બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો. હિઝબુલ્લાહે જાહેર કર્યું કે "મહત્વપૂર્ણ ઇઝરાયેલી સૈન્ય સ્થાન" તેમજ "કેટલાંક બેરેક અને આયર્ન ડોમ પ્લેટફોર્મ"ને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, હિઝબુલ્લાહે કહ્યું કે તેઓએ મોટી સંખ્યામાં ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. હુમલાના જવાબમાં, ઇઝરાયેલી સેનાએ લેબનોન પર વહેલી સવારે હવાઈ હુમલો કર્યો હતો, જેમાં હિઝબુલ્લાહના અનેક સ્થાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હવાઈ હુમલાઓના કારણે લેબનોનમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ઇઝરાયેલી સેનાએ આ હુમલા સાથે શિયા મિલિશિયા હિઝબુલ્લાહના ઘણા ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા. આ તમામ ઘટનાઓના કારણે હિઝબુલ્લાહ અને ઇઝરાયેલી વચ્ચેનો તણાવ વધુ તીવ્ર બન્યો છે.
ISRAEL રક્ષા મંત્રાલયે સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કર્યું
હમાસના ઇઝરાયેલ પર થયેલા હુમલાની પાછળ હવે હિઝબુલ્લાએ પણ આ પ્રકારનો મોટો હુમલો કર્યો છે. ઇઝરાયેલી રક્ષા મંત્રાલયે સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરી દીધું છે. ઈઝરાયેલી રક્ષા મંત્રીએ ઘોષણા કરી હતી કે સમગ્ર ઇઝરાયેલ હિઝબુલ્લાહના આ હુમલાને લઈને વધુ સજાગ રહેશે અને વિપરીત પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેશે.
આ પણ વાંચો : Telegram ના CEO અને સ્થાપક Pavel Durov ની અચાનક પેરિસ એરપોર્ટથી કરાઈ ધરપકડ, રશિયા-યુક્રેન યુદ્ધ સાથે...