Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharat: યુરોપના અર્થતંત્ર માટે Bharat બન્યું દેવદૂત, આ દેશો કરી રહ્યા છે વાહવાહી

Bharat: ભારતની અત્યારે વિશ્વ કક્ષાએ સારી એવી ઓળખ થઈ ગઈ છે. ભારત વિશ્વના અન્ય દેશોને પોતાની બનતી તમામ મદદ કરવા લાગ્યું છે. યુરોપના એક સંશોધન સંસ્થાને એવો દાવો કર્યો છે કે, છેલ્લા 13 મહિનામાં ભારતે G-7 નેતૃત્ત્વ ધરાવતા ગઠબંધન દેશોને...
bharat  યુરોપના અર્થતંત્ર માટે bharat બન્યું દેવદૂત  આ દેશો કરી રહ્યા છે વાહવાહી

Bharat: ભારતની અત્યારે વિશ્વ કક્ષાએ સારી એવી ઓળખ થઈ ગઈ છે. ભારત વિશ્વના અન્ય દેશોને પોતાની બનતી તમામ મદદ કરવા લાગ્યું છે. યુરોપના એક સંશોધન સંસ્થાને એવો દાવો કર્યો છે કે, છેલ્લા 13 મહિનામાં ભારતે G-7 નેતૃત્ત્વ ધરાવતા ગઠબંધન દેશોને જે પેટ્રોલિયમ નિકાસ કરી છે, તેમાંથી એક તૃતીયાંશ રશિયાથી આયાત કરાયેલા ક્રૂડ ઓઇલના રિફાઇનિંગમાંથી છે. ઉલ્લેખનીય છે કે, યુક્રેન અને રશિયાના યુદ્ધ વચ્ચે અમેરિકાએ પશ્ચિમના દેશને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાની મનાઈ કરી દીધી અને પ્રતિબંધ લગાવી દીધો હતો.ડિસેમ્બર 2022 માં, આ દેશોએ રશિયન ક્રૂડ ઓઇલની આયાત માટે કિંમત શ્રેણી પણ નક્કી કરી હતી.

Advertisement

પ્રતિબંધ હોવા છતાં પણ ભારતે ખરીદી યથાવત રાખી

જો કે, રશિયાથી અન્ય દેશોમાં આયાત થતા ક્રૂડ ઓઈલને શુદ્ધ કરીને પશ્ચિમી દેશોમાં નિકાસ કર્યા બાદ તેના પર કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો ન હતો. ભારતે છેલ્લા બે વર્ષમાં રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલની ખરીદી કરી છે. સસ્તા દરે રશિયન ક્રૂડ ઓઈલ મળવાથી ભારતને તેનું આયાત બિલ ઘટાડવામાં પણ મદદ મળી છે. ફિનલેન્ડ સ્થિત સંશોધન સંસ્થા 'સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર' (CREA) એ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારત રશિયાથી આયાત કરવામાં આવતા ક્રૂડ ઓઈલને રિફાઈન કરીને G-7 દેશો અને યુરોપિયન યુનિયન અને ઓસ્ટ્રેલિયામાં નિકાસ કરી રહ્યું છે.

ભારતે આ દેશોમાં 6.65 બિલિયન ડોલરની નિકાસ કરી

CERA એ કહ્યું કે, ‘ઓઈલ પ્રાઈસ કેપ લગાવવામાં આવ્યા પછીના 13 મહિનામાં, આ દેશોએ રશિયન ક્રૂડમાંથી શુદ્ધ કરાયેલા પેટ્રોલિયમ ઉત્પાદનોની ભારતીય નિકાસમાં એક તૃતીયાંશ હિસ્સો મેળવ્યો છે. ભારતે રશિયન ઓઈલની મદદથી આ દેશોમાં 6.65 બિલિયન ડોલરની નિકાસ કરી છે.આ નિકાસનો મોટો હિસ્સો જામનગર સ્થિત રિલાયન્સ રિફાઈનરીનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.’ આ સાથે CREAએ વધુમાં જણાવ્યું હતું કે, ‘ભારતે રશિયા પાસેથી 3.04 બિલિયન યુરોનું ક્રૂડ ઓઈલ આયાત કર્યું હતું જેથી આ ઉત્પાદનોને તે દેશોમાં મોકલવામાં આવે જેમણે રશિયન તેલ પર પ્રતિબંધો લાદ્યા છે.’

Advertisement

ભારતના કારણે યુરોપમાં અર્થતંત્ર સચવાયું

ઉલ્લેખનીય છે કે, યુરોપના દેશો રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી કરી નહોતા શકતા આવા સંજોગોમાં જો ભારતે યુરોપિયન દેશોને ક્રૂડ ઓઈન ના આપ્યું હોત તો ત્યાં ઉર્જાની ભારે અછત સર્જાઈ જવાની હતી. આવી સ્થિતિમાં, ભારતે યુરોપમાં પેટ્રોલિયમ ઉત્પાદનોનો સપ્લાય કર્યો અને તેનો ઉપયોગ ત્યાંના ઘરોમાં દીવા પ્રગટાવવા માટે કર્યો.

આ પણ વાંચો: Chicago ની સૌથી શક્તિશાળી વ્યક્તિઓમાં ભારતવંશીનો સમાવેશ, અમેરિકન મેગેઝિને આ રેન્કિંગ આપ્યું…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

Tags :
Advertisement

.