ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mehrang Baloch : એક મહિલા, જેણે પાકિસ્તાન સરકારના નાકમાં દમ લાવી દીધો...

બલૂચિસ્તાનમાં 1948થી પાકિસ્તાન સરકાર સામે શરૂ થયેલો વિરોધ અત્યારે ચરમસીમાએ 31 વર્ષીય બલોચી મહિલા મેહરંગ બલોચે પાકિસ્તાની સરકારના નાકમાં દમ લાવી દીધો મેહરંગ બલોચ અહિંસા સાથે આંદોલનને આગળ વધારવામાં માને છે મેહરંગે કહ્યું- હવે હું મૃત્યુથી પણ ડરતી નથી...
09:28 AM Sep 02, 2024 IST | Vipul Pandya
Mehrang Baloch pc google

Mehrang Baloch : બલૂચિસ્તાન (Balochistan News ) માં 1948થી પાકિસ્તાન સરકાર સામે શરૂ થયેલો વિરોધ અત્યારે ચરમસીમાએ છે. બલૂચિસ્તાન લિબરેશન ફોર્સ (BLA) પાકિસ્તાની સેનાનો સંપૂર્ણ તાકાતથી સામનો કરીના રહી છે. જ્યાં એક તરફ BLA હુમલાએ પાકિસ્તાનની શાહબાઝ સરકારની ચિંતા વધારી છે, તો બીજી તરફ 31 વર્ષીય બલોચી મહિલા મેહરંગ બલોચે (Mehrang Baloch) પાકિસ્તાની સરકારના નાકમાં દમ લાવી દીધો છે. મેહરંગ બલોચ અહિંસા સાથે આંદોલનને આગળ વધારવામાં માને છે.

ભાઈના અપહરણથી મેહરંગનું જીવન બદલાયું

2006થી મેહરંગ બલૂચિસ્તાનમાં લોકોના થઇ રહેલા અપહરણનો વિરોધ કરી રહી છે. મેહરંગના ભાઈનું 2017માં અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાએ મેહરંગનું જીવન બદલી નાખ્યું. તેઓએ સરકાર સામે ઝુંબેશ ચલાવી અને વિરોધ કરવાનું નક્કી કર્યું. જો કે, તેમના ભાઈ 2018 માં પરત ફર્યા હતા. ત્યારબાદ તેમણે 2019માં બલોચ યાકજેહતી કમિટી (BYC)ની સ્થાપના કરી. આ અંતર્ગત ગુમ થયેલા લોકોના પક્ષમાં આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. ધમકીઓ મળવા છતાં, મેહરંગે ક્યારેય પીછેહઠ કરી ન હતી.

આ પણ વાંચો----3 વાગે મોલ ખુલ્યો, 3:30 વાગે પાકિસ્તાનીઓ લૂંટ મચાવી ખાલી કર્યો

મેહરંગે કહ્યું- હવે હું મૃત્યુથી પણ ડરતી નથી

મેહરંગ કહે છે કે પહેલા મને મોતનો ડર લાગતો હતો. હું અંતિમ સંસ્કારમાં પણ જતી ન હતી. પરંતુ 2011 માં, પ્રથમ વખત મારે મારા પિતાના વિકૃત મૃતદેહની ઓળખ કરવી પડી. છેલ્લા 15 વર્ષમાં મારો પોતાના લોકોના ડઝનબંધ મૃતદેહો જોયા છે. હવે હું મૃત્યુથી પણ ડરતી નથી. મેહરંગ બલોચ વ્યવસાયે ડૉક્ટર છે. તેમના પિતા પણ સામાજિક કાર્યકર હતા. ત્રણ દાયકા પહેલા તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું.

પાકિસ્તાન સરકાર મહેરંગની રેલીઓથી ડરી ગઈ

રૂઢિચુસ્ત બલૂચિસ્તાનમાં લોકો આ મહિલા સામાજિક કાર્યકરને ખૂબ પસંદ કરે છે. તેમના શબ્દોની લોકો પર ઘણી અસર થઈ રહી છે. મેહરંગની રેલીઓએ પાકિસ્તાન સરકારની ચિંતા વધારી દીધી છે. આ જ કારણ છે કે સરકાર લોકોને તેની રેલીઓમાં જતા અટકાવી રહી છે. ઇન્ટરનેટ પણ બંધ કરવું પડ્યું. પાકિસ્તાની સેના અને અર્ધલશ્કરી દળોની યાતના અને હત્યા એ એક સીધી સાદી છોકરીને બલૂચિસ્તાનમાં ચળવળનો સૌથી મોટો ચહેરો બનાવી દીધો.

ઘરે-ઘરે લોકોનું આંદોલન ચાલી રહ્યું છે

મહેરાંગ બલૂચિસ્તાનની મહિલાઓ, યુવતીઓ અને લોકોને પાકિસ્તાન આર્મીના અત્યાચાર સામે એકજૂટ કરવામાં વ્યસ્ત છે. તે નાની જાહેર સભાઓ દ્વારા લોકો સુધી પોતાનો સંદેશ આપે છે. મેહરંગે શાળાઓ અને ઘરે-ઘરે જઈને જન ચળવળ શરૂ કરી. ખાસ કરીને છોકરીઓને સક્રિય કરી. પાકિસ્તાનના સૌથી રૂઢિચુસ્ત રાજ્ય બલૂચિસ્તાનમાં ચળવળનો ચહેરો બનીને એક મહિલા સમગ્ર વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર છે.

ગ્વાદર રેલીથી સરકારના હોશ ઉડી ગયા

ગયા મહિને મેહરંગના સંગઠન BYCએ બલૂચિસ્તાનમાં અરબી સમુદ્રના કિનારે આવેલા શહેર ગ્વાદરમાં દમન વિરુદ્ધ બલૂચ લોકોના રાષ્ટ્રીય મેળાવડાનું આયોજન કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સુરક્ષા દળોએ લોકોને પરત કર્યા હતા. રસ્તાઓ બંધ હતા. મેહરંગનું કહેવું છે કે આ સભામાં લગભગ બે લાખ લોકો હાજર હતા.

આ પણ વાંચો----પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં થયા બે bomb blasts, ત્રણના મોત અને 20 લોકો ઘાયલ

Tags :
BalochistanBalochistan Liberation ForceBalochistan MovementGovernment of PakistanInternationalProtest
Next Article