US plane missing : વધુ એક વિમાન ગુમ! શોધ અને બચાવ અભિયાન શરૂ
- અલાસ્કામાં 10 યાત્રીઓ સાથેનું બેરિંગ એર વિમાન ગુમ!
- શિયાળાના તોફાનમાં વિમાન ગુમ, તાત્કાલિક શોધ અને બચાવ અભિયાન શરૂ
- બેરિંગ એરનું વિમાન ગુમ: અંતિમ લોકેશન 12 માઇલ દૂર મળ્યું
US plane missing : અલાસ્કાના નોમ નજીક ગુરુવારે બપોરે બેરિંગ એરની એક સેસના 208B ગ્રાન્ડ કારવાં વિમાન અચાનક ગુમ થઈ ગયું, જેમા 10 મુસાફરો સવાર હતા. શિયાળાના સખત તોફાનવાળા વાતાવરણમાં વિમાનનું સંપર્ક તૂટતાં તાત્કાલિક શોધ અને બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. બચાવ ટીમો વિમાનનું છેલ્લું સ્થાન શોધવાનો પ્રયાસ કરી રહી છે, જેથી શક્ય તેટલી વહેલી મદદ પહોંચાડી શકાય. આ ઘટનાએ ચિંતાનો માહોલ ઉભો કર્યો છે અને સ્થાનિક એવિએશન અધિકારીઓ દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે.
અલાસ્કામાં 10 યાત્રીઓ સાથેનું બેરિંગ એર વિમાન ગુમ
અલાસ્કા ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટી અનુસાર, બેરિંગ એરનું કારવાં વિમાન 9 મુસાફરો અને 1 પાયલોટ સાથે ઉનાલકલીટથી નોમ તરફ જતું હતું, ગુરુવારે સાંજે લગભગ 4 વાગ્યે તે અચાનક ગુમ થઈ ગયું. વિમાનની શોધ માટે સ્થાનિક વ્હાઇટ માઉન્ટેન અને નોમના રહેવાસીઓની મદદ લેવાઈ રહી છે. ઉનાલકલીટ પશ્ચિમ અલાસ્કામાં આવેલું છે, જે નોમથી લગભગ 240 કિમી દક્ષિણપૂર્વમાં અને એન્કોરેજથી 640 કિમી ઉત્તરપશ્ચિમમાં સ્થિત છે. આ ઘટનાને લઈ તંત્રએ તાત્કાલિક બચાવ અભિયાન શરૂ કર્યું છે, અને વિમાનના છેલ્લા સ્થાનને શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
A Bering Air Cessna 208B Grand Caravan carrying 10 people went missing over Alaska while flying from Unalakleet to Nome. The plane last transmitted data over Norton Sound. A search and rescue operation is underway, including ground searches from Nome and White Mountain pic.twitter.com/KL4Zvsf37O
— IANS (@ians_india) February 7, 2025
અલાસ્કામાં ગુમ થયેલા વિમાન માટે શોધ અને બચાવ કામગીરી તેજ
બેરિંગ એરના ઓપરેશન્સ ડિરેક્ટર ડેવિડ ઓલ્સન મુજબ, સેસના કારવાં વિમાન બપોરે 2:37 વાગ્યે ઉનાલકલીટથી રવાના થયું હતું, જેનો એક કલાકની અંદર સંપર્ક તૂટી ગયો. યુએસ કોસ્ટ ગાર્ડ મુજબ, વિમાન છેલ્લે 12 માઇલ (19 કિમી) દૂર હતું. ઓલ્સને જણાવ્યું કે, બેરિંગ એરની ટીમ વિમાન અને મુસાફરોને શોધવા માટે બચાવ કામગીરીમાં સતત પ્રયાસ કરી રહી છે. હાલ તંત્ર દ્વારા વિમાનના ચોક્કસ સ્થાનનું નિર્ધારણ કરી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
અલાસ્કામાં નાના વિમાનો માટે વધતી જોખમની સ્થિતિ
યુએસ સરકારના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ મુજબ, યુએસના અન્ય રાજ્યોની સરખામણીએ અલાસ્કામાં એર ટેક્સી અને નાના વિમાન અકસ્માતોની સંખ્યા વધુ છે. અલાસ્કાનું પર્વતીય ભૌગોલિક સ્ટ્રકચર અને કઠોર આબોહવા વિમાન ઉડાન માટે પડકારરૂપ છે. અહીંના ઘણા ગામડાઓ રસ્તાઓ દ્વારા જોડાયેલા નથી, જેના કારણે લોકો અને માલસામાનના પરિવહન માટે નાના વિમાનોનો વધુ પડતો ઉપયોગ થાય છે, જે જોખમની સંભાવનાઓને વધારે છે.
આ પણ વાંચો : બ્રાઝિલના ગ્રામાડો શહેરમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત, 10 લોકોના મોત; 12 ઈજાગ્રસ્ત