Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતની વધુ એક સિદ્ધિ, એફિલ ટાવર પર પણ હવે થઈ શકે UPI દ્વારા પેમેન્ટ

UPI: ભારત વિશ્વભરમાં પોતાની ઓળખમાં વધારો કરી રહ્યું છે. હવે ફ્રાન્સમાં પણ ભારતની યૂપીઆઈ દ્વારા બીલ ભરી શકવાનું સુવિધા મળશે. ફ્રાન્સમાં UPI સુવિધા પૂરી પાડવા માટે, NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ (NIPL) એ ઇ-કોમર્સ અને ક્લોઝ પેમેન્ટ્સમાં અગ્રણી ફ્રેન્ચ કંપની લાયરા...
10:43 PM Feb 02, 2024 IST | VIMAL PRAJAPATI
UPI

UPI: ભારત વિશ્વભરમાં પોતાની ઓળખમાં વધારો કરી રહ્યું છે. હવે ફ્રાન્સમાં પણ ભારતની યૂપીઆઈ દ્વારા બીલ ભરી શકવાનું સુવિધા મળશે. ફ્રાન્સમાં UPI સુવિધા પૂરી પાડવા માટે, NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ (NIPL) એ ઇ-કોમર્સ અને ક્લોઝ પેમેન્ટ્સમાં અગ્રણી ફ્રેન્ચ કંપની લાયરા (Lyra) સાથે હાથ મિલાવ્યા છે. આ ભાગીદારી ફ્રાન્સમાં UPI માટે માઈલસ્ટોન સાબિત થવા જઈ રહી છે. ફ્રાન્સની પ્રખ્યાત એફિલ ટાવર (Eiffel Tower) UPI પેમેન્ટ સ્વીકારનારી દેશની પ્રથમ સંસ્થા બની ગઈ છે. જેના કારણે ભારતીય પ્રવાસીઓ માટે તેની ટિકિટ ખરીદવાની ટ્રાન્ઝેક્શન પ્રક્રિયા સરળ બની ગઈ છે.

યૂપીઆઈ દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરીને ટિકિટ લઈ શકાશે

એફિળ ડાવર જોવા માટે જઈ રહેલા તમામ ભારતીય પ્રવાસીઓ યૂપીઆઈ દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરીને ટિકિટ લઈ શકાશે. આ નવીનતમ જાહેરાત પેરિસમાં ભારતીય દૂતાવાસ દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કરવામાં આવી હતી. એફિલ ટાવરની મુલાકાત લેતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાં ભારતીય પ્રવાસીઓ બીજા નંબરના સૌથી મોટા સમૂહને ધ્યાનમાં રાખીને આ પગલું એક મોટી ભેટ છે. વધુમાં, ભારતીય વેપારીઓ વેબસાઈટ પર QR કોડ સ્કેન કરીને અને તેમની ચૂકવણીમાં મુશ્કેલીઓ ટાળવા માટે તેમની UPI-સંચાલિત એપ્લિકેશનનો ઉપયોગ કરીને સુરક્ષિત ઑનલાઇન વ્યવહારો કરી શકે છે.

ભારતીયો માટે સેવાઓ બુક કરવાનું વધુ સરળ બનશે

ફ્રાન્સમાં યૂપીઆઈ માત્ર ભારતીય પ્રવાસીયો માટે નહીં પરંતુ ફ્રાન્સ અને યુરોપના પ્રવાસીયો માટે પણ આ સુવિધા શરૂ કરવામાં આવી છે. એફિલ ટાવર પછી, ફ્રાન્સમાં યુપીઆઈ ચુકવણી સેવા ટૂંક સમયમાં પ્રવાસન અને છૂટક ઉદ્યોગોમાં અન્ય વેપારીઓ સુધી વિસ્તરણ કરવામાં આવશે. આનાથી ભારતીય પ્રવાસીઓ માટે તેમની ફ્રાંસની યાત્રા માટે રિમોટલી હોટલ, મ્યુઝિયમ અને અન્ય સેવાઓ બુક કરવાનું વધુ સરળ બનશે.

આ પણ વાંચો: Paytm પર સંકટના વાદળ, RBIની કાર્યવાહી બાદ બે દિવસમાં શેર 40% ઘટ્યો

UPIને આગળ વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું

આ અવસરે ફ્રાન્સ અને મોનાકો ખાતેના ભારતીય રાજદૂત એમ જાવેદ અશરફ અને લાયરાના પ્રતિનિધિઓ સાથે હાજર હતા. NIPL CEO રિતેશ શુક્લાએ જણાવ્યું હતું કે, Lyra સાથેની આ ભાગીદારી ફ્રાન્સમાં UPIને આગળ વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. 38 કરોડથી વધુ વપરાશકર્તાઓ સાથે, UPIએ પોતાને ભારતમાં અગ્રણી ચુકવણી પદ્ધતિ તરીકે સ્થાપિત કરી છે. UPIએ એકલા જાન્યુઆરી 2024માં 12.2 અબજથી વધુ વ્યવહારો નોંધ્યા હતા.

Tags :
india franceindia france dealnational newsUPIUPI Payment
Next Article