Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Taliban: કઝાકિસ્તાન થઈને અફઘાનિસ્તાન પહોંચ્યો ભારતીય, આતંકવાદી સંગઠન સાથે કનેક્શનની આશંકા

Taliban Terrorist Group: અત્યારે અફઘાનિસ્તાનથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, અફઘાન તાલિબાને આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટના એક ભારતીય વ્યક્તિની ધરપકડ કરી છે. મહત્વની વાત એ છે કે, તાલિબાને તે વ્યક્તિની ઓળખ જાહેર કરતી વખતે કહ્યું કે ભારતના કેરળનો રહેવાસી...
06:52 PM Mar 01, 2024 IST | VIMAL PRAJAPATI
Taliban

Taliban Terrorist Group: અત્યારે અફઘાનિસ્તાનથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, અફઘાન તાલિબાને આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટના એક ભારતીય વ્યક્તિની ધરપકડ કરી છે. મહત્વની વાત એ છે કે, તાલિબાને તે વ્યક્તિની ઓળખ જાહેર કરતી વખતે કહ્યું કે ભારતના કેરળનો રહેવાસી સનાઉલ ઈસ્લામ સંગઠનમાં જોડાવા આવ્યો હતો. જો કે, આપણી ભારતીય એજન્સીઓ દ્વારા આ અંગે હજુ સુધી કંઈપણ પુષ્ટિ કરવામાં આવી નથી.

સનાઉલ ઈસ્લામનામના એક વ્યક્તિની તાલિબાને કરી ધરપકડ

અફઘાન તાલિબાને દાવો કરતા કહ્યું કે, તે વ્યક્તિનું નામ સનાઉલ ઈસ્લામ છે જેની અત્યારે ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ કઝાકિસ્તાન થઈને અફઘાનિસ્તાનની રાજધાની કંધાર પહોંચો હતો. અફઘાન તાલિબાને આરોપ લગાવ્યો છે કે, આ વ્યક્તિનો આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રોવિંસથી સંબંધ હોવાનું સામે આવ્યું છે. વિગતો એવી પણ સામે આવી રહીં છે કે, આ વ્યક્તિ કેટલાક આતંકવાદી ષડયંત્રને અંજામ આપવાના ઉદ્દેશ્યથી તેના આકાઓની મદદ લેવા આવ્યો હતો. તાલિબાને એમ પણ કહ્યું હતું કે તે હુમલાના લક્ષ્યાંકો ક્યાં હતા તે વિશે વાત કરવા માટે તેઓ કંધાર પહોંચ્યા હતા.

તેની પાસેથી ભારતીય પાસપોર્ટ પણ મળી આવ્યો

આ સાથે અફઘાન તાલિબાને ખુલાસો કર્યો કે, પકડાયેલા આરોપી પાસેથી એક ભારતીય પાસપોર્ટ પણ મળી આવ્યો છે. તે પાસપોર્ટ પર તેનું નામ સનાઉલ ઇસ્લામ છે અને કેરળના મલ્લાપુરમનો રહેવાસી હોવાનું લખેલું છે. અફઘાન તાલિબાનના દાવા મુજબ, આ વ્યક્તિને પ્રાથમિક પૂછપરછ બાદ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ અંગે વધુ તપાસ માટે અફઘાન તાલિબાનના ગુપ્તચર વિભાગ જનરલ ડિરેક્ટોરેટ ઈન્ટેલિજન્સને સોંપવામાં આવ્યો છે. અફઘાન તાલિબાનની ગુપ્તચર શાખા હવે પકડાયેલા વ્યક્તિની પૂછપરછ કરી રહી છે કે તે કોને મળવા કંધાર આવ્યો હતો? તેનો હેતુ શું હતો? કઝાકિસ્તાનમાં તે કોને મળ્યો?

ભારતીય એજન્સીઓએ કોઈ જાણકારી આપી નથી

આ અંગે તાલિબાન ઇન્ટેલિજન્સે જણાવ્યું કે, તેના પાસેથી એક મોબાઈલ પણ મળી આવ્યો છે તેની પણ અત્યારે તપાસ ચાલી રહીં છે. આ સાથે સાથે તેની પણ તપાસ કરવામાં આવી રહીં છે કે, તે અગાઉ કોને કોને મળ્યો છે. પરંતુ ભારતીય એજન્સીઓ દ્વારા આ અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી. જેથી અફઘાન તાલિબાન દ્વારા આપવામાં આવેલી વિગતો સાચી છે કે, ખોટી તેની પુષ્ઠી કરી ના શકાય.

આ પણ વાંચો: Fake Currency: ઘરમાં જ ચાલતું હતું નકલી ચલણી નોટો છાપવાનું રેકેટ, ચીન સાથે હતું કનેક્શન!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
afghantalibanbig breaking newsbreaking newsInternational Newstalibantaliban governmenttalibaninafghanistanVimal Prajapati
Next Article