Earthquake: થાઈલેન્ડના વડાપ્રધાને જાહેર કરી ઈમરજન્સી...!!!
- શક્તિશાળી ભૂકંપ બાદ બેંગકોકમાં ઈમરજન્સી જાહેર
- થાઈલેન્ડના એરપોર્ટ પર લૉકડાઉન, ઉડાનો કરાઈ રદ
- ભૂકંપ બાદ બેંગકોકમાં 43થી વધુ લોકો થયા લાપતા
બેંગકોકઃ શુક્રવારે થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેણે શહેરની ઇમારતોને હચમચાવી દીધી અને લોકોમાં ભયનો માહોલ પેદા કર્યો. શુક્રવારે થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેણે શહેરની ઇમારતોને હચમચાવી દીધી અને લોકોમાં ભયનો માહોલ પેદા કર્યો. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ (USGS) અને જર્મનીના GFZ ભૂસ્તરશાસ્ત્ર કેન્દ્રના પ્રારંભિક અહેવાલો મુજબ, આ ભૂકંપ બપોરે લગભગ 1:30 વાગ્યે આવ્યો અને તેનું કેન્દ્રબિંદુ પડોશી દેશ મ્યાનમારમાં જમીનથી 10 કિલોમીટરની ઊંડાઈએ હતું.
આ પણ વાંચોઃ તમે ક્યારેય આવો Earthquake નહીં જોયો હોય, Video રુંવાટા ઉભા કરી દેશે
નેશનલ ઈમરજન્સી જાહેરઃ
મ્યાનમાર અને થાઈલેન્ડમાં શક્તિશાળી ભૂકંપથી તબાહી મચી ગઈ છે. શક્તિશાળી ભૂકંપ બાદ બેંગકોકમાં ઈમરજન્સી જાહેર કરાઈ છે. થાઈલેન્ડના વડાપ્રધાને ઈમરજન્સી અંગે સત્તાવાર જાહેરાત કરી છે. 7.7ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી મોટાપાયે તબાહી મચી ગઈ અને બેંગકોકમાં અનેક બહુમાળી ઈમારતો થઈ જમીનદોસ્ત બની ગઈ. બહુમાળી બિલ્ડીંગો તૂટી પડતા અનેક લોકો થયા લાપતા
મ્યાનમારના સાગાઈંગ પાસે ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે.
બેંગકોકમાં ગભરાટ અને લોકોની દોડધામઃ
ભૂકંપના આંચકા બપોરે અનુભવાતાં જ બેંગકોકના મધ્ય વિસ્તારમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું. ગીચ વસ્તીવાળા આ શહેરમાં ઊંચી ઇમારતો, હોટેલો અને ઓફિસોમાંથી ગભરાયેલા લોકો સીડીઓ દ્વારા બહાર દોડી આવ્યા. લગભગ એક મિનિટ સુધી જમીન ધ્રુજતી રહી, જેના કારણે કેટલીક ઊંચી ઇમારતોના સ્વિમિંગ પૂલમાંથી પાણી બહાર વહેવા લાગ્યું. બહાર નીકળેલા લોકોને તડકાનો સામનો કરવો પડ્યો, અને તેઓ છાંયડો શોધવા માટે શેરીઓમાં દોડાદોડ કરતા જોવા મળ્યા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાયરલ થયેલા એક વીડિયોમાં થાઈલેન્ડના ઓડિટર જનરલની નિર્માણાધીન ઇમારત ધ્વસ્ત થતી દેખાઈ, જે આ ભૂકંપની ભયાનકતાને દર્શાવે છે.
આ પણ વાંચોઃ ભારતના પડોશી દેશોમાં અનુભવાયા ભયાનક ભૂકંપના આંચકા